હું એ જ કારણે રહું સ્મરણની હદથી દૂર..દૂર..
છે ઠંડી ઠંડી આગ એ, વધારે શું નિકટ કરું ?
સંજુ વાળા

એટલા દૂર ન જાઓ – ઉશનસ

વિનવું : એટલા દૂર ન જાઓ
કે પછી ક્યારેય યાદ ન આવો…

માનું : અવિરત મળવું અઘરું
માગ્યું કોને મળતું સઘળું?
કગરું, એટલા ક્રૂર ન થાઓ
કે પછી ક્યારેય યાદ ન આવો

જાણ્યું : નવરું એવું ન કોઇ
કેવળ મને જ રહે જે જોઇ;
તો ય લ્યો, આમ નિષ્ઠુર ન થાઓ
કે પછી ક્યારેય યાદ ન આવો

રાહ જોઇ જોઇ ખોઇ આખ્યું
શમણું એક તમ સાચવી રાખ્યું
એટલું એ હરી નૂર ન જાઓ
કે પછી ક્યારેય યાદ ન આવો

આ વેલ તો મેં આંસુથી રોઇ
પણ ફળની આશા ન કોઇ
પણ સમૂળા નિર્મૂળ ના થાઓ
કે પછી ક્યારેય યાદ ના આવો.

– ઉશનસ

2 Comments »

 1. Suresh shah said,

  October 5, 2014 @ 10:31 am

  રાહ જોઇ જોઇ ખોઇ આખ્યું
  શમણું એક તમ સાચવી રાખ્યું
  એટલું એ હરી નૂર ન જાઓ
  કે પછી ક્યારેય યાદ ન આવો

  આદ્ભુત- એ હરી નૂર જાઓ

 2. Shah Pravinachandra Kasturchand said,

  October 5, 2014 @ 1:50 pm

  ભલેને તમે ગયા એટલે દૂર
  ‘ને અમે રહ્યા અહીંના અહીં.
  પણ સ્મૃતિમાં તમે સદાયે કે
  રચીને ગયા આ કવિત અહીં.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment