આંખમાં આંસુંનાં તોરણ ખૂબ મુશ્કેલીથી બાંધીને ઉભો છું રાહમાં હું
રાહ જોઉં કૈંક કલ્પોથી તમારી તે છતાં તાવી રહ્યા છો, તે તમે છો?
– હરિ શુક્લ

ગઝલ – ભાવેશ ભટ્ટ

તું નથી ગઈ તોય પાછી આવ ને;
ને મને તારામાં ચપટીક વાવ ને.

આ જગત પાછો તને આપે કદાચ,
સૌની પાસે તું મને ઉઘરાવ ને.

હું તને જોઉં તને ગમતું નથી ?!
આંખનો શું ધર્મ છે સમજાવ ને !

શું થયું? શું થઈ રહ્યું છે? શું થશે?
આ વિચારોને હવે સળગાવ ને.

તું ફરીથી આવ ને પાણી બની,
ને ડૂબાડી દે ડૂબેલી નાવને.

– ભાવેશ ભટ્ટ

સાદ્યંત સંતર્પક રચના…

9 Comments »

  1. munira ami said,

    October 17, 2014 @ 1:07 AM

    આ જગત પાછો તને આપે કદાચ,
    સૌની પાસે તું મને ઉઘરાવ ને.

    હું તને જોઉં તને ગમતું નથી ?!
    આંખનો શું ધર્મ છે સમજાવ ને

  2. Neha purohit said,

    October 17, 2014 @ 2:48 AM

    Badha sher kabil.e.tarif

  3. Rakesh said,

    October 17, 2014 @ 4:06 AM

    વાહ્!

  4. Manish V. Pandya said,

    October 17, 2014 @ 10:48 AM

    એક અફાટ સમંદર તું અને હું શોધતી તને,
    નદી છું હું, તારામાં મને સમાવ ને,

    તરસ્યાં છીએ અને છીએ આકળવિકળ અમે,
    લખ ગઝલ મસ્તીભરી અને સંભળાવ ને.

  5. Pankaj Vakharia said,

    October 17, 2014 @ 12:36 PM

    બધાં શેર સરસ.છેલ્લો શેર હજી સારો થઇ શકે.

  6. preetam Lakhlani said,

    October 17, 2014 @ 2:08 PM

    ક્યાંથી હવાય પામી શકે પાર શબ્દનો
    પ્હોળો છે આભ જેટલો વિસ્તાર શબ્દનો

    વર્ષોથી હૈયું ઝંખતું અજવાળું મૌનનું
    ઘેરી વળ્યો છે આંખને અંધાર શબ્દનો

    મનોજ ખંડેરિયા

  7. Shah Pravinachandra Kasturchand said,

    October 17, 2014 @ 3:17 PM

    મને ખબર નથી,ના.
    હવે ખબર પડી, હા.

    ખરેખર ખૂબ ખરેખરી છે.

  8. yogesh shukla said,

    October 18, 2014 @ 10:19 AM

    સુંદર રચના,,,,,
    હું તને જોઉં તને ગમતું નથી ?!
    આંખનો શું ધર્મ છે સમજાવ ને !

  9. Parth said,

    November 20, 2014 @ 10:46 AM

    આન્ખ નો શુ ધર્મ આહહા…….

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment