ફક્ત જીતવી નથી મારે તો રચવી છે નવી દુનિયા,
કવિ મુફલિસ છું પણ છું એક કદમ આગળ સિકંદરથી !
બેફામ

ગઝલ – લક્ષ્મી ડોબરિયા

નાની અમથી વાત પર,
જાય છે સૌ જાત પર !

રહે અધૂરું સ્વપ્ન તો,
વાંક આવે રાત પર !

આ સમય લીલા કરે,
ઘાત-પ્રત્યાઘાત પર !

જીતની સંભાવના,
હોય છે સૌ મ્હાત પર !

ધારણા જન્મે-મરે,
થઈ ગયું કે થાત પર !

બોલવા દે મૌનને,
ભીતરી જજબાત પર !

અંત હળવો થઈ જશે,
ભાર દે શરૂઆત પર !

-લક્ષ્મી ડોબરિયા

ટૂંકી બહેરની મજેદાર રચના. “આમ થઈ ગયું” કે “આમ થાત તો”ના અર્થઘટન પર જન્મતી-મરતી ધારણાવાળો શેર શિરમોર…

15 Comments »

  1. Shah Pravinachandra Kasturchand said,

    October 24, 2014 @ 7:32 AM

    સરસ રચના.

  2. Vijay Shah said,

    October 24, 2014 @ 9:09 AM

    અંત હળવો થઈ જશે,
    ભાર દે શરૂઆત પર !

    સાવ સાચી વાત્

  3. Akbarali Narsi usa said,

    October 24, 2014 @ 9:50 AM

    અભિનંદન

  4. yogesh shukla said,

    October 24, 2014 @ 11:49 AM

    સરસ રચના.

    રાત રાતના ઉજાગરામાં વાતો નીકળી ,
    વળી પાછી વાતો તોફાની નીકળી ,
    વળી તોફાની વાતોમાં થોડી અફવા નીકળી ,
    અંતે પ્રશ્ય્તાપ ની સામસામે અશ્રુધારા નીકળી ,
    સૂર્ય ઉગતા જ વળી પાછી નવા સંબંધોની સવારી નીકળી ,
    ” યોગેશ શુક્લ

  5. Rina said,

    October 24, 2014 @ 1:13 PM

    Waahhhh

  6. Pankaj Vakharia said,

    October 24, 2014 @ 1:26 PM

    થોડાંમાં ઘણું. ..વાહ. સરસ રચના.

  7. લક્ષ્મી ડોબરિયા said,

    October 24, 2014 @ 1:27 PM

    વિવેકભાઈ,
    લયસ્તરોમાં આ ગઝલ ને સ્થાન મળ્યું એનો આનંદ અને પ્રોત્સાહિત કરવા બદલ આપનો આભાર.

    પ્રતિભાવ આપનારા સૌ નો પણ આભાર.

  8. Rekha Shukla said,

    October 24, 2014 @ 5:30 PM

    ખુબ સુંદર રચના લક્ષ્મી ડોબરિયા ….આ પણ …!!
    રહે અધૂરું સ્વપ્ન તો,
    વાંક આવે રાત પર !

  9. નિહિત વાળા said,

    October 24, 2014 @ 11:44 PM

    સુન્દર રચના બદલ અભિનન્દન્.

  10. Janki Sitwala said,

    October 24, 2014 @ 11:50 PM

    સરસ રચના.

  11. Manish V. Pandya said,

    October 25, 2014 @ 9:32 AM

    સીધીસાદી પણ ઘણી સુંદર રચના. પ્રશંસનીય.

  12. Shah Pravinachandra Kasturchand said,

    October 25, 2014 @ 2:06 PM

    ફરી ફરીને વાંચી વળ્યો.
    વાંચીવાંચી નાચી ઉઠ્યો.
    બહુ વિચારી આ લખું છું.
    ‘જાત પર’ બહુ જ ખૂંચ્યો.

  13. Sudhir Patel said,

    October 25, 2014 @ 11:07 PM

    ટૂંકી બહેરમાં બધા જ સુંદર શેર ધરાવતી જાનદાર ગઝલ!
    સુધીર પટેલ.

  14. lalit trivedi said,

    October 26, 2014 @ 1:54 AM

    સાદ્યન્ત સુન્દર ગઝલ

  15. હસનઅલી હીરાની said,

    July 12, 2017 @ 1:16 PM

    આવકારવા શબ્દો ઑછા પડે . અદભૂત અને અદભૂત.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment