ભીંતની છાતી ચીરી એક લતા ખૂબ લડી,
મારી પર એમ આ એકલતા બરાબરની ચડી.
વિવેક મનહર ટેલર

ગઝલ – હેમેન શાહ

એ વળી ક્યારે ધીમી ધારે પડે ?
વીજળીનું શું ? પડે ત્યારે પડે.

સૂર્ય જેવું જ્યાં કશું હોતું નથી,
સર્વ પડછાયા શા આધારે પડે.

કેટલી ચીજો સમય લઈ જાય છે,
પણ ખબર કોને અને ક્યારે પડે ?

આજે ટહુકા, કાલે ખુશબૂ બંધ છે,
બહાર ફતવા વાર-તહેવારે પડે.

સામે કાંઠે હોય છે વાંછિત બધું,
પણ નદી તરવી બહુ ભારે પડે.

– હેમેન શાહ

સંઘેડાઉતાર રચના. પહેલો અને છેલ્લો શેર તો વાહ ! વાહ ! વાહ !!

11 Comments »

 1. Manish V. Pandya said,

  November 8, 2014 @ 2:41 am

  સુંદર ગઝલ.

 2. સંદીપ ભાટિયા said,

  November 8, 2014 @ 3:39 am

  સામે કાંઠે હોય છે વાંછિત બધું,
  પણ નદી તરવી બહુ ભારે પડે.

  વાહ !

 3. Suresh Shah said,

  November 8, 2014 @ 6:47 am

  સંઘેડઉતાર સમજાવશો? મારી સમજ બહારની વાત!

  ગઝલ ગમી.

  – સુરેશ શાહ્, સિંગાપોર

 4. yogesh shukla said,

  November 8, 2014 @ 7:59 am

  સુંદર રચના ,આ પંક્તિ બહુજ ગમી ,

  આજે ટહુકા, કાલે ખુશબૂ બંધ છે,
  બહાર ફતવા વાર-તહેવારે પડે.

 5. Dr. Manish V. Pandya said,

  November 8, 2014 @ 8:02 am

  સંખેડા ગુજરાત રાજ્યના વડોદરા જિલ્લામાં આવેલું છે અને તાલુકાનું મુખ્ય મથક છે.
  સંખેડા રાચરચીલા માટે પ્રસિદ્ધ છે અને તે સાગના લાકડામાંથી બનાવાય છે. વિશ્વભરમાં તેની નિકાસ થાય છે. તેનું ફર્નીચર રંગીન, જોવું ગમે તેવું અને ખાસ કરીને મરૂન અને લીલા રંગમાં વધારે હોય છે. ફર્નીચર નું પોલીશ લીસ્સું, ચમકીલું અને વર્ષો સુધી એવું અને એવું જ રહે છે અને ટકાઉ હોય છે. ખાસ કરીને હીંચકા અને ઘોડિયા બનાવાય છે. મારા માનવા પ્રમાણે સંખેડા શબ્દ પરથી સંઘેડાઉતાર શબ્દ આવ્યો હશે. બીજા કોઈ મિત્રો આ પર પ્રકાશ ફેંકી શકશે?

 6. Dhaval Shah said,

  November 8, 2014 @ 10:27 am

  સામે કાંઠે હોય છે વાંછિત બધું,
  પણ નદી તરવી બહુ ભારે પડે.

  – સરસ !

 7. suresh baxi said,

  November 8, 2014 @ 10:34 am

  મત્લા નો શેર ખુબ સરસ

 8. Shah Pravinachandra Kasturchand said,

  November 8, 2014 @ 2:11 pm

  ભૂલ શોધવા બહુ કર્યા પ્રયત્નો.
  શબ્દસાગરને તરવો ભારે પડે.

 9. Naresh Soalnki said,

  November 9, 2014 @ 3:16 am

  વાહ બહોત ખુબ

 10. HATIM K. THATHIA BAGASRAWALA said,

  March 30, 2015 @ 1:27 pm

  khubaj Sundar Rachana. Maja aavi gai.aavi rachana thi fresh thai jaway chhe.

 11. yogesh shukla said,

  September 29, 2015 @ 1:19 pm

  આજે ટહુકા, કાલે ખુશબૂ બંધ છે,
  બહાર ફતવા વાર-તહેવારે પડે.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment