ઓરડામાં એકાદ ચિત્ર હોય પૂરતું છે
જીવનમાં એક સરસ મિત્ર હોય પૂરતું છે
મિલાવ હાથ ભલે સાવ મેલોઘેલો છે
હૃદયથી આદમી પવિત્ર હોય પૂરતું છે
રાજેશ વ્યાસ 'મિસ્કીન'

કહું – હરીન્દ્ર દવે

વિરહની રાતનું વર્ણન જરા રહો તો કહું
કહું, જે હોય છે આલમ તમે ન હો તો કહું.

અમે જ ચાંદની માંગી, અમે જ કંટાળ્યા,
તમોને ભેદ એ જો અંહકાર હો તો કહું.

વ્યથાનું હોય છે કેવું સ્વરૂપ, કેવી ગતિ ?
થીજેલા ઊર્મિતરંગો, જરા વહો તો કહું.

તમે જ યાદ અપાવ્યાં મને સ્મરણ જૂનાં,
ફરી એ વાત પુરાણી તમે કહો તો કહું.

ગઇ બતાવી ઘણાંયે રહસ્ય, બેહોશી,
સમજવા જેટલા બાકી જો હોશ હો તો કહું.

– હરીન્દ્ર દવે

8 Comments »

 1. Rakesh said,

  September 22, 2014 @ 3:03 am

  વાહ્!

 2. Manish V. Pandya said,

  September 22, 2014 @ 4:40 am

  સુંદર રચના.

 3. ravindra Sankalia said,

  September 22, 2014 @ 9:19 am

  ઘણે વખતે હરીન્દ્ર દવેની કવિતા વાન્ચી. વિરહની વ્યથાનુ સરસ વર્ણન.

 4. Dhaval Shah said,

  September 22, 2014 @ 12:54 pm

  વ્યથાનું હોય છે કેવું સ્વરૂપ, કેવી ગતિ ?
  થીજેલા ઊર્મિતરંગો, જરા વહો તો કહું.

  – સરસ !

 5. Maheshchandra Naik ( Canada) said,

  September 22, 2014 @ 1:41 pm

  સરસ રચના, કવિશ્રી હરીન્દ્રભાઈને શ્રધ્ધાસુમન………………..

 6. yogesh shukla said,

  September 23, 2014 @ 10:26 am

  વાહ ,…વાહ ,… સુંદર પંક્તિ ,…
  તમે જ યાદ અપાવ્યાં મને સ્મરણ જૂનાં,
  ફરી એ વાત પુરાણી તમે કહો તો કહું.

 7. preetam Lakhlani said,

  September 23, 2014 @ 10:58 pm

  ડાળે એક લીંલુ પાન જોયુ અને કવિ તમે યાદ આવ્યા …..

 8. Rakesh Thakkar, Vapi said,

  September 24, 2014 @ 10:57 pm

  સરસ રચના,
  અમે જ ચાંદની માંગી, અમે જ કંટાળ્યા,
  તમોને ભેદ એ જો અંહકાર હો તો કહું.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment