કદીક મન થશે અણનમ સરોને ઝૂકવાનું
આ પથ્થરો અને ઈશ્વર કશું નકામું નથી.
-રઈશ મનીઆર

(-) – કિશોર શાહ

મેં છત્રીને પૂછ્યું
‘તારી નિયતિ શું?’
મલકાઈને એ બોલી
‘ખૂલવું-બંધ થવું
પલળવું-સુકાવું
અને માળિયાના કોઈક ખૂણે પડી રહેવું.’
મેં પૂછ્યું :
તને સંતોષ છે?
એણે કહ્યું ‘હા’
મેં પૂછ્યું : ‘કેમ?’
એણે શરમાતાં શરમાતાં કહ્યું –
‘આકાશને ઝીલવાનો રોમાંચ
તમે પુરુષો ક્યારેય નહીં સમજી શકો.’

– કિશોર શાહ

છત્રીના રૂપક વડે આખા સ્ત્રીજગતના અંતરંગ મનોભાવોનું અદભુત આકલન આપણને એક પુરુષ કવિ પાસેથી મળે છે.

11 Comments »

 1. Rajnikant Vyas said,

  April 23, 2015 @ 3:55 am

  બહુ સરસ રચના.

 2. dharmesh said,

  April 23, 2015 @ 4:14 am

  છેલ્લા વાક્યમા “તમે પુરુષો” આ બે શબ્દો વિજળીની જેમ પડ્યા…

 3. ધવલ said,

  April 23, 2015 @ 8:29 am

  વાહ !

 4. yogesh shukla said,

  April 23, 2015 @ 11:36 am

  અને માળિયાના કોઈક ખૂણે પડી રહેવું.’
  આ વાક્ય દમદાર છે ,

 5. mitul thaker said,

  April 24, 2015 @ 12:46 am

  વાહ વાહ વાહ …….

 6. nehal said,

  April 24, 2015 @ 9:34 am

  અને માળિયાના કોઈક ખૂણે પડી રહેવું.’
  મેં પૂછ્યું :
  તને સંતોષ છે?
  એણે કહ્યું ‘હા’
  I agree this is a typical male trying to describe women’s mind….what else I can expect !!?

 7. Pramod Vaidya said,

  April 25, 2015 @ 12:02 pm

  પુરુશ ના મન નિ વાત હોથે આઈ

 8. Manish V. Pandya said,

  April 27, 2015 @ 4:22 am

  વાહ કિશોરભાઈ. સુંદર રચના. એક સામાન્ય છત્રી પણ કેવા રસિક અને સોન્દર્યસભર ભાવો ધરાવે છે તે જ રચનાની વિશેષતા છે.

 9. પંચમ શુક્લ said,

  April 29, 2015 @ 4:28 am

  Here is an attempt of translating this poem:

  An umbrella – Kishor Shah

  I asked an umbrella:
  What is your destiny?
  She smiled and replied:
  Being bloomed – being pleated,
  Getting drenched – getting dried
  And
  Stay unnoticed in a dim corner.
  I inquired:
  Are you content?
  She answered: Yes
  When I probed further: Why?
  She timidly whispered:
  You men would never grasp
  The charm of garnering a sky!

  Translation: Pancham Shukla
  1 Feb 2014

 10. વિવેક said,

  April 29, 2015 @ 9:10 am

  @ પંચમદા:

  ક્યા બાત હૈ !

 11. Manish V. Pandya said,

  April 30, 2015 @ 1:36 pm

  પંચમજીનો અનુવાદ મૂળ રચનાની સાથે જ રહ્યો. સરસ.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment