ટૂંકી ટચરક વાત, કબીરા,
લાંબી પડશે રાત, કબીરા.

જીવ હજીએ ઝભ્ભામાં છે,
ફાટી ગઈ છે જાત, કબીરા.

ચંદ્રેશ મકવાણા ‘નારાજ’

અંધારું – પુરુરાજ જોષી

અજવાળું
ઘોંઘાટ કરે છે
અંધારું તો પવનલહરના સ્પર્શે
મંદ, મધુર સુરાવલિ છેડતું
વાયોલિન !

અંધારામાં
મઘમઘતી માટી
અંધારાથી
સંગોપિતા પૃથ્વી
પુનર્જન્મની કરે પ્રતીક્ષા…

અંધારું
જળની પાટી પર
પવને પાડ્યા અક્ષર
ભૂંસે,
ગૂંથે
શિશુઓની બીડેલ આંખમાં
સ્વપ્નો.
યુવકો માટે રચતું
વસંતોત્સવ અંધારું
ને વિરહદગ્ધ હૃદયો માટે
પાથરતું
અનંત અંધ સુરંગ.

– પુરુરાજ જોષી

અંધારાના નાના-વિધ shades ઉપસાવી આપતું મજાનું કાવ્ય. અછાંદસ હોવા છતાં કવિતાની ઘણીખરી પંક્તિઓમાં લય જળવાયેલો હોવાથી અંધારાનું સંગીત સાચે જ મંદ, મધુર વાયોલિન જેવું સંભળાય છે. કવિતાનો ઉપાડ વાંચતા જ તાઓ પંથનું મહાન વાક્ય યાદ આવે: “Darkness is eternal, light is a disturbance”

5 Comments »

 1. Rajnikant Vyas said,

  April 4, 2015 @ 5:10 am

  અંધારાથી
  સંગોપિતા પૃથ્વી
  પુનર્જન્મની કરે પ્રતીક્ષા…

  ેકેવી અદ્ભૂત કલ્પના! ખૂબ સરસ રચના.

 2. ધવલ said,

  April 4, 2015 @ 11:55 am

  અદભૂત શબ્દપસંદગી !

 3. ketan yajnik said,

  April 5, 2015 @ 1:35 am

  ये खलिश कहाँ से होती जो जिगर के पार होती

 4. vineshchandra chhotai said,

  April 5, 2015 @ 4:18 pm

  અભિનદન ……….બહુજ સરસ રજુવાત ………………………..કોઇ ના દિલ નિ વાતો , તો કોઇના મન નિ વાતો ………આજ અને ……..આવા સમ્યે વિરામ પામે …………કવેી નિ કલ્મ્ ને ….સલામ્…..

 5. nehal said,

  April 7, 2015 @ 12:46 am

  Waah

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment