હું કહું છું તે મને સમજાય છે
બહુ કઠિન છે અન્યને સમજાવવું
ભરત વિંઝુડા

મેઘ-મુબારક – નીતિન વડગામા

ભીનપવરણો આવ્યો અવસર, મેઘ-મુબારક !
ભીંજવતો એ બાહર-ભીતર, મેઘ-મુબારક !

છાંટો પડતાં એક સામટા મ્હોરી ઊઠ્યાં,
ડેલી, આંગણ ને આખું ઘર, મેઘ-મુબારક !

કાલ હતાં જે સાવ સૂના ને અવાવરું એ ,
જીવતાં થાશે હમણાં પાદર, મેઘ-મુબારક !

નખરાળી નદીયું ઉભરાતી પૂર આવતાં,
અંદર પણ ઊછળતાં સમદર, મેઘ-મુબારક !

ગોરંભાતું આભ ઊતરતું આખેઆખું,
છલકાતાં હૈયાનાં સરવર, મેઘ-મુબારક !

મનના મોર કરે છે નર્તન ટહુકા સાથે ,
જળના વાગે ઝીણાં ઝાંઝર, મેઘ-મુબારક !

વીજ અને વરસાદ વીંઝતાં તલવારો ને –
બુઠ્ઠાં બનતાં સઘળાં બખ્તર, મેઘ-મુબારક !

મોલ પછી લહેરાશે એમાં અઢળક અઢળક,
પલળે છે આખુંયે જીવતર, મેઘ-મુબારક !

કોઈ અગોચર ખૂણે બેસી કાન માંડીએ,
વાગે ઝીણું ઝીણું જંતર, મેઘ-મુબારક !

ડાળી થૈ ઝૂકો, હું ઊઘડું ફૂલ થઈને –
સાથે કરીએ હિસાબ સરભર, મેઘ-મુબારક !

– નીતિન વડગામા

લાંબી ગઝલ પણ બધાઅ જ શેર સ-રસ ! મેઘ-મુબારક જેવી અનુઠી રદીફ પણ કવિ દસે-દસ શેરમાં કેવા બખૂબી નિભાવી શક્યા છે !

7 Comments »

 1. vineshchandra chhotai said,

  September 18, 2014 @ 7:44 am

  હરિઔમ ; બહુ જ સરસ રજુવાત , મેઘ ને બહુ જ રસ તર્બ્તર , તમો અબિનદન ને પાત્ર , સ્વિકાર કર્સોજિ …………………………………………….નમસ્કર ,

 2. Shah Pravinachandra Kasturchand said,

  September 18, 2014 @ 7:46 am

  મેઘ મુબારક, મેઘ મુબારક, મેઘ મુબારક !
  કેવો ભારે ભરખમ ‘ને તોયે કેવો મુલાયમ !
  મેઘ મુબારક, મેઘ મુબારક, મેઘ મુબારક !

 3. Devika Dhruva said,

  September 18, 2014 @ 11:42 am

  રીમઝીમ વરસતા વરસાદના લય જેવી સુંદર ગઝલ…

 4. ધવલ said,

  September 18, 2014 @ 12:53 pm

  ડાળી થૈ ઝૂકો, હું ઊઘડું ફૂલ થઈને –
  સાથે કરીએ હિસાબ સરભર, મેઘ-મુબારક !

  – વાહ !

 5. vimala said,

  September 18, 2014 @ 12:56 pm

  કોઈ અગોચર ખૂણે બેસી કાન માંડીએ,
  વાગે ઝીણું ઝીણું જંતર, મેઘ-મુબારક !

 6. preetam Lakhlani said,

  September 18, 2014 @ 10:41 pm

  કયાં બાત હૈ નીતિનભાઈ…બહુ જ સરસ ગઝલ્..
  નખરાળી નદીયું ઉભરાતી પૂર આવતાં,
  અંદર પણ ઊછળતાં સમદર, મેઘ-મુબારક !

 7. Maheshchandra Naik ( Canada) said,

  September 22, 2014 @ 12:02 am

  કોઈ અગોચર ખૂણે બેસી કાન માડીએ
  વાગે ઝીણુ ઝીણુ જ્ંંતર મેઘ્-મુબારક
  સરળ, સહજ શબ્દોની ગઝલ,કવિશ્રીને અભિનદન………………..

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment