ખુશબૂ અડચણ વિના વહે છે બધે,
વહાલની વાત છે, પ્રચાર નથી.
વિવેક મનહર ટેલર

સ્ત્રી – જયા મહેતા

સ્ત્રી દેવી છે સ્ત્રી માતા છે સ્ત્રી દુહિતા છે
સ્ત્રી ભગિની છે સ્ત્રી પ્રેયસી છે સ્ત્રી પત્ની
છે સ્ત્રી ત્યાગમૂર્તિ છે સ્ત્રી અબળા છે
સ્ત્રી સબળા છે સ્ત્રી શક્તિ છે સ્ત્રી નારાયણી
છે સ્ત્રી નરકની ખાણ છે સ્ત્રી પ્રેરણામૂર્તિ છે
સ્ત્રી રહસ્યમયી છે સ્ત્રી દયાળુ
માયાળુ પ્રેમાળ છે સ્ત્રી સહનશીલ છે
સ્ત્રી લાગણીપ્રધાન છે સ્ત્રી ડાકણ છે
સ્ત્રી ચુડેલ છે સ્ત્રી પૂતના છે સ્ત્રી
કુબ્જા છે સ્ત્રી મંથરા છે સ્ત્રી સીતા
ને સાવિત્રી છે સ્ત્રી…
સ્ત્રી સ્ત્રી સિવાય બધું જ છે
સ્ત્રી મનુષ્ય સિવાય બધું જ છે.

– જયા મહેતા

છેલ્લે તીર્થેશે “સ્ત્રી” વિશેની મનીષા જોષીની કવિતા મૂકી એટલે મને આ રચના યાદ આવી… બંને રચના સ્ત્રી વિશેની અને બંને રચના કવયિત્રીઓ વડે લખાયેલી…

તમે પુરુષ હોવ કે સ્ત્રી, જો તમારી છાતીના પિંજરામાં એક સહૃદય હૈયું ધબકતું હોય તો આ કવિતા વિશે એક પણ શબ્દ બોલવાની જરૂર નથી…

આખી કવિતા કવયિત્રી એકીશ્વાસે બોલતા સંભળાય છે એ આ કવિતાનો વિશેષ છે. સ્ત્રી વિશેના બધા વિશેષણ પૂરા થાય ત્યાં સુધી કવિતામાં ક્યાંય પણ એકે અલ્પવિરામ, પૂર્ણવિરામ કે ઉદગારચિહ્ન આવતા જ નથી. સ્ત્રીના જીવનમાં પણ કોઈ વિરામ, અલ્પ કે પૂર્ણ- ક્યારેય ક્યાં આવતો જ હોય છે? પંક્તિઓ એકમાંથી બીજામાં પાણીની જેમ દડી જાય છે, બિલકુલ એ જ રીતે જે રીતે સ્ત્રી એક જીવનમાંથી બીજા જીવનમાં સમાઈ જાય છે.

10 Comments »

 1. Nirali Solanki said,

  March 19, 2015 @ 3:24 am

  On the mark!

 2. Rajnikant Vyas said,

  March 19, 2015 @ 3:26 am

  દિલને સ્પર્શતી સન્વેદનશીલ કવિતા!

 3. narendrasinh said,

  March 19, 2015 @ 3:39 am

  ખુબ સુન્દર કવિતા

 4. Rina said,

  March 19, 2015 @ 4:13 am

  સ્ત્રી સ્ત્રી સિવાય બધું જ છે….. aaahhh

 5. yogesh shukla said,

  March 19, 2015 @ 11:45 am

  સરસ રચના ,,,સ્ત્રી સમાજ બનાવે પણ છે અને સમાજ તોડી પણ શકે છે ,

 6. SANDIP 'SHAHADAT' said,

  March 19, 2015 @ 12:36 pm

  ખુબ સરસ સ્ત્રીની તો વાત જ શું?

  સ્ત્રી એટલે સર્જનનું કારણ,
  એ પછી કવિતા હોય કે સંસાર.

  સ્ત્રી એટલે વિનાશનું કારણ,
  એ પછી કૌરવોની કે રાવણની હાર.

  -એસ.ડિ.મિર્ઝા

 7. pranlal sheth said,

  March 19, 2015 @ 3:58 pm

  Woman is human being. Authour Jaya denies this Author is wrong completely wrong.

 8. Harshad said,

  March 19, 2015 @ 6:35 pm

  Good. Like it.

 9. MAHESH DALAL said,

  March 19, 2015 @ 8:59 pm

  બહુજ સરસ રચના

 10. beena kanani said,

  December 20, 2015 @ 6:30 am

  જયાબેન પાસે હું એમ.એ માં ભણી છું. પણ એક શિક્ષક અને તેના વિધ્યાર્થી સિવાય એક વ્યક્તિ તરીકે મળવાનું બન્યું નથી.
  મને કાવ્ય ગમ્યું.
  સ્ત્રી જ શા માટે? આપ્ણે ઈશ્વર ને રાગ દ્વેશ વાળો અને મનુષ્ય જેવો બનાવી દીધો છે .
  ધર્મ ગ્રંથો હોવા છતાં
  ઈશ્વરને જ ઓળ્ખ્યો નથી
  પછી
  પુરૂષ હોય કે સ્ત્રી ,
  આપણે હજીએ એક વ્યક્તિને સાચી રીતે ઓળખી શક્યા નથી.
  એક વ્યક્તિની પ્રતિભા, તેના ગુણો , તેની આગવી ઓળખ અને અનન્ય પહેચાન ક્યાં થાય છે?
  જયાબેન કહ્યું એટલે અમુક તમુક શારીરિક કદ, રંગ, રૂપ, તેમની પ્રોફેશન , તેમની સ્વભાવગત ખાસિયતો .
  તેમની આર્થિક સામાજિક સ્થિતિ ,એમની એકેડેમિક ઊપલબ્ધિઓ
  બસ આથી આગળ ક્યાં જઈ શકીએ છીએ?

  આ કાવ્ય કદાચ પ્રશ્ન ચિન્હ મૂકીને એ વ્યક્તિ વિશેષ તરફ દોરી જાય છે

  જ્યાં નાનકડી જયા પ્રોફેસર પદ પરથી રીટાયર થઈને દેશ માં જાય છે
  અને દેશમાં કોઈક પાછળથી ‘અરે જયાતું? ‘……ની દિકરી?
  એ સાંભળીને એ જયાનું મન કોળી ઊઠે છે

  ઓળખે છે મને અહીં નું પાંદડું પાંદડું* ***
  કદાચ જયાને પ્રોફેસર જયાબેન . કવિયત્રી જયાબેન તરીકે ઓઅળખાવા કરતા
  ……ની દિકરી/ પિતાની વહાલસોયી નિર્દોષ અનધ્રાત પુષ્પ જેવી કન્યા ની ઓઅળખ વધુ ગમતી હશે?
  સ્ત્રીને કે પુરૂષ ને અમુક તમુક હોદ્દા. કે ખાસિયતો દ્વારા ના ઓઅળખતા

  પણ તેમના વિશિષ્ટ ગુણોથી ઓઅળખવાનો સમય આવી પહોંચ્યો છે/
  તમે જે બીના જોઈ સાંભળી રહ્યા છો તેની સંવેદના તમારા સુધી પહોં ચે જ છે ને???
  કાવ્ય સુંદર છે
  એકી શ્વાસે વાંચ્યા પછી શ્વાસ હેઠો મૂકી ને કહું છું

  હા સ્ત્રી સ્ત્રી છે જ

  એમ જ રહેવાની છે
  એમ જ રહેવા દોને ભઈ સાબ!!!!!

  સસ્નેહ બીના

  તા.ક******જયા બેનાના અન્ય કાવ્ય નો સંદર્ભ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment