જીતમાંથી, હારમાંથી મુક્ત કર,
ઘટ્ટ ઘન અંધારમાંથી મુક્ત કર.
આપ ગમતીલો કોઈ આકાર તું,
યા બધા આકારમાંથી મુક્ત કર
– દીપલ ઉપાધ્યાય ‘ફોરમ’

લેખાં-જોખાં – માધવપ્રિયસ્વામી

તૂટેલી કલમું ને ભાંગેલા ત્રાજવાં,
.                         કેમ થાય લેખાં ને જોખાં !

ડૂબી ગઈ પેઢિયું ને લૂંટાયા માલ રામ,
.                         ખટકે છે ખાલી આ ખોખાં !

સિંહોની બોડ્ય જિયાં રુએ શિયાળ તિયાં,
.                         કરવા શું કાયરું ના ધોખા !

હંસોનાં રાજ ગયા બગલાનાં કાજ થયા,
.                         અંદર મેલા ને બા’ર ચોખા !

માનવીના માલખામાં માયાની છાંટ નહીં ,
.                         માણસ કે જારનાં મલોખાં !

હૈયાની વાત રામ હોઠે લવાય ના,
.                         માટીના રંગ નિત નોખા !

– માધવપ્રિયસ્વામી

સર્વકાલીન સમાજને ચપોચપ બંધબેસતી વાત…

7 Comments »

  1. smita parkar said,

    September 12, 2014 @ 3:35 AM

    હૈયાની વાત રામ હોઠે લવાય ના,
    . માટીના રંગ નિત નોખા !
    સુન્દર ભજન ….ઃ)

  2. Upendraroy said,

    September 12, 2014 @ 5:38 AM

    Jai Swaminarayan Swamiji !!

    Huoon Amadavad Ma Rahu Chhu,Pan NRI pan Chhuoon !!

    Tamara gurukul Thi ,bahar thi Joyoo Chhe.khub Prabhaveet Thayelo Tena Thi.prantu Aapana Gyan Vishe Janava Malyuoo,Tamaru Pustak America Ma Ek mumbai Na bee ,”Maro Israyeel No Pravas”,Vanchava Aapyyuoo..Ane bas Tyarthi Tamara Darshan Karavanu MAN Ghanu Chhe !!
    Huoon Senior citizen chhuoon.Pravasi Ma,Pan Tamara phota jovuoon Chhun.

    Tamaru Aa Bhajan Khub Sunder chhe.Je tamara PragatiSheel man Ni Tasveer darshave Chhe !!
    Aap Aapana Shishy dwara Janavasho To Tamara Ane Sanstha Na Darshne Aavava no lahavo levo Chhe !!
    Aashirvaad Aapasho…Tamane Sasthang Pranam Ane Jai Swami Narayan !!
    My cell no. is 9825705740.

  3. Bhadresh Joshi said,

    September 12, 2014 @ 6:32 AM

    Sri Upendraroy

    youtube par 1 vandu sahajanand search karsho to ape ( mote bhage) je swaminarayan gurukul mandirni vat kari chhe, tyani 45 lactures ni series sambhalva malashe. These lectures will give a different view of life to you, as it did in my ( 59 ) and my son’s (23) case.

    I am a Hindu Brahmin, not limited to any one cult or Dharma.

    અકસ્મિક

  4. vineshchnadra chhotai said,

    September 12, 2014 @ 7:24 AM

    હરિઔમ ; નમ્સકાર ; બહુજ ઉતમ વાતો ને બહુ જ સરલ ભાસ્સા ના પ્રયોગ દ્વારા ; આજ સન્તો નિ સરલ્તાનો …………….દાખ્લો …….વન્દન ; સ્વમિજિ નૅ ………..અભિનદન

  5. Shah Pravinachandra Kasturchand said,

    September 12, 2014 @ 7:39 AM

    શબ્દો શોધવા મથું છું વખાણ કરવા પણ
    કક્કો અને બારાખડી અધૂરાં પડે છે, પણ.

  6. ધવલ said,

    September 12, 2014 @ 11:19 AM

    મીઠી ભાષા ને સીધી વાત !

  7. Harshad said,

    September 12, 2014 @ 10:08 PM

    Beautiful, like it.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment