એના સિવાય દર્દનો બીજો નથી ઈલાજ,
આનંદથી નિભાવો બધી સારવારને.
મરીઝ

વેશપલટો – ગૌરાંગ ઠાકર

મેં તમને જ ઓઢી કર્યો વેશપલટો,
તો ભીતરમાં પણ થઈ ગયો વેશપલટો.

સમયસર ફગાવે શક્યો ના હું તેથી,
ત્વચા સાથે કેવો મળ્યો વેશપલટો ?

મને ઊંઘતો જોઈ રાજી રહે છે,
હું જાગ્યો છું ત્યારે ડર્યો વેશપલટો.

જવલ્લે જ જોવા મળે પારદર્શક,
બરફરૂપે જળને જડ્યો વેશપલટો.

અસલ તો ઊડ્યું… આખરી શ્વાસ સાથે,
પછી શેષમાં બસ રહ્યો વેશપલટો.

– ગૌરાંગ ઠાકર

જાગવાનો સંદર્ભ વેશપલટાના પરિપ્રેક્ષ્યમાં કેવો અદભુત રીતે ખોલી આપે છે !

8 Comments »

 1. Makarand Musale said,

  November 14, 2014 @ 2:54 am

  ગૌરાંગ નામના માણસનું કૈંક કરવું પડશે… વેશપલટો કરીને

 2. narendrasinh said,

  November 14, 2014 @ 3:13 am

  ખુબ સુન્દર ગઝલ

 3. nehal said,

  November 14, 2014 @ 4:18 am

  વાહ ખૂબ સુંદર

 4. munira ami said,

  November 14, 2014 @ 6:32 am

  સુન્દર ગઝલ્!!

 5. RASIKBHAI said,

  November 14, 2014 @ 10:50 am

  બરફ રુપે જલ ને મલ્યો વેશ પલતો. વાહ ખુબ ગૌરન્ગ્ભૈ.

 6. yogesh shukla said,

  November 14, 2014 @ 10:52 am

  ખરેખર સુંદર રચના , દિલ ખુશ ,
  ગૌરાંગ ભાઈ અમો તમને શોધ્યે કવિઓમાં
  અને ફરો તમે વેશપલટો કરી બગીઓમાં ,

 7. સુનીલ શાહ said,

  November 15, 2014 @ 2:24 am

  ‘‘વેશપલટો’’ જેવા અઘરા રદીફને ન્યાય આપતી સુંદર ગઝલ.

 8. Chandrakant Gadhvi said,

  October 9, 2017 @ 5:24 pm

  અસલ વાત અન્ત બહુજ સરસ ગૌરાગજેી

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment