ઉદાસી આ સૂરજની આંખે ચડી છે,
તમારા વિના સાંજ ડૂસકે ચડી છે.
ભગવતીકુમાર શર્મા

ગીત – હિતેન આનંદપરા

આથમતી સાંજ લઈ લખવાને બેઠો છું છેલ્લો કાગળ તને આજે
પહેલો અક્ષર હજી માંડું ત્યાં આંગળીએ ધ્રુજારી ધ્રુજારી બાજે.

પ્રિય તને લખવાનો હક ના રહ્યો એવું કાનોમાં કહે છે હવા
નામ તારું હળવેથી નીકળી ગયું કોઈ બીજાની પાસે જવા.
સંબોધન લખવાની લીલી જગા પર
ખાલીપો આવી બિરાજે.

યાદ મને આવે છે સોનેરી દિવસોમાં ફૂલ સમું આપણું ઊઘડવું,
મળવામાં મોડું જો થાય એ વાતને ઘટના બનાવી ઝઘડવું.
નદીઓ બે જુદી જગાઓની વહેતી’તી
આપણામાં એક જ અવાજે.

એ મોસમ ગઈ, એ દિવસો ગયા, બસ સ્મરણોનો કેફ રહ્યો બાકી,
ગળતી દીવાલો બહુ થાકી ગઈ તો એણે આંખોને બાનમાં રાખી.
આંસુની નોંધ કોઈ લેતું નથી,
ઉપરથી ચહેરાઓ દાઝે.

– હિતેન આનંદપરા

સંબંધ ફાટી જાય ત્યારે છેલ્લો કાગળ લખવાની વેદના આમ તો રક્તનીંગળતી હોવાની પણ પ્રેમ દિલથી કર્યો હોય ત્યારે જુદાઈમાં કોઈ પણ ફરિયાદ વિનાની આવી સમતા જોવા મળે.

8 Comments »

 1. B said,

  September 11, 2014 @ 6:22 am

  અતિ સુન્દર રચન.ા

 2. Shah Pravinachandra Kasturchand said,

  September 11, 2014 @ 7:37 am

  અપણા હિત માટે જાણે લખાયાલી પરમ આનંદકારી;
  અતિ સુંદર રચના?
  ના રે ના.
  અતિ અતિ સુંદર સુંદર રચના.

  અસ્માકમ્ હિતાય આનંદાય ચ રચિતા કવિતા!

 3. lata j hirani said,

  September 11, 2014 @ 8:28 am

  જુદાઇની વાત પણ કેટલી નમણી, કેટલી ખૂબસુરત !!

 4. yogesh shukla said,

  September 11, 2014 @ 9:04 am

  એક તો શ્વાસો ખેચી ખેચી ને ગઝલ લખી ,
  વળી , મિત્રો કહે કે ફલાણા કવિ ની નકલ કરી ,
  તમે જ કહો ક્યારેય,
  પ્રેમ ,બેવફાઈ શબ્દો વગર ગઝલ લખાય છે ?
  ત્યારે તો કહું છું કે મેં મારી જિંદગી અસલ લખી ,
  ” યોગેશ શુક્લ “

 5. ધવલ said,

  September 11, 2014 @ 10:01 pm

  એ મોસમ ગઈ, એ દિવસો ગયા, બસ સ્મરણોનો કેફ રહ્યો બાકી,
  ગળતી દીવાલો બહુ થાકી ગઈ તો એણે આંખોને બાનમાં રાખી.

  – સલામ !

 6. Harshad said,

  September 13, 2014 @ 9:52 pm

  Sad but beautiful.

 7. ashok trivedi said,

  September 18, 2014 @ 7:27 pm

  dear hitan savar savar ma geet vanchi ne saru lagayu. potana divaso pan yad avej.

 8. કિશોર બારોટ્ said,

  April 12, 2015 @ 3:50 am

  ખુબ ખુબ ખુબ ગમ્યુ, આ ગેીત્.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment