તારામાં તું ઓતપ્રોત, હું મારામાં લીન
ઘરની જર્જર ભીંત પર મૂક લટકતું બીન
– સંજુ વાળા

મુક્તક – કિરણસિંહ ચૌહાણ

IMG_9841

કૈંક   મજાના   ગીતોમાં   છું,    ટહુકામાં  છું,
બીજા  શબ્દોમાં  કહું  તો  બસ  જલસામાં  છું.
ક્યારેક ઈશ્વર ફોન કરી પૂછે, ‘ક્યાં પહોંચ્યા?’
હું  કહું  છું  કે, ‘આવું છું…  બસ  રસ્તામાં છું.’

– કિરણસિંહ ચૌહાણ

ખરી વાત છેઃ આપણે બધાય ખરેખર (ઉપર જવાના) રસ્તામાં જ છીએ ઃ-)

11 Comments »

  1. Indrajit Khona said,

    September 3, 2014 @ 3:31 AM

    હોસ્પિટલના ખાટલા પરથી આપેલો અેકદમ સચોટ જવાબ .

  2. ABDUL GHAFFAR KODVAVI said,

    September 3, 2014 @ 3:41 AM

    સરસ રચના , થોડોક સુધારો જરૂરી એટલામાટે કે
    વાત થઈ રહી છે અલ્લાહ અને તેના બંદા ની
    દરેક ની માન્યતા છે કે આપણે રસ્તામાં છયે ,
    સમય પૂરો થશે એટલે ,આ દુન્યા છોડવી પડશે
    અને અલ્લાહ પાસે જઈ ને હિસાબ આપવું પડશે ,
    અલ્લાહ ને ખબર છે કે આપણે ક્યાં છીએ ,પછી અલ્લાહ ને ફોન
    કરીને પૂછવાની જરૂરત નથી ,(શું ઈશ્વર ને જરૂરત છે ?)

  3. chandresh said,

    September 3, 2014 @ 4:40 AM

    સરસ રચના

  4. yogesh shukla said,

    September 3, 2014 @ 8:55 AM

    (બીમારી )મૃત્યુની પથારીમાંથી જતા વ્યક્તિને જવાનો આનંદ પણ છે અને સૌને છેલ્લે મળી લેવાનો ઉમંગ પણ છે
    કવિ શ્રી કિરણભાઈ , તમારી કવિતા અમને પ્રિય છે માટે તમો અમને પ્રિય છો

  5. perpoto said,

    September 3, 2014 @ 9:58 AM

    આ માન્યતા ક્યાંથી આવી હશે ,કે મરવાવાળો ઉપર જાય છે….

  6. ધવલ said,

    September 3, 2014 @ 8:57 PM

    @perpoto : ઉપર જવાના કે નહીં એ નથી ખબર… પણ અહીંથી જવાના એ ચોક્કસ !! ઃ-)

  7. nehal said,

    September 4, 2014 @ 4:19 AM

    મને આ કાવ્યનો ધ્વની બહુ જ ગમી ગયો .જવાનું છે એ તો જાણ છે જ પણ કવિ તો જલસામાં છે ઈશ્વર પાસે જવાની વાત જાણે મિત્ર ને મળવા જવાનું હોય એવી સહજતાથી લખી છે એ જ આ કાવ્ય ની મઝા છે.

  8. ધવલ said,

    September 4, 2014 @ 10:27 AM

    @નેહલઃ બહુ સરસ વાત કરી !

  9. Harshad said,

    September 4, 2014 @ 8:30 PM

    Really very nice!!!!

  10. PUSHPAKANT TALATI said,

    September 6, 2014 @ 4:17 AM

    શાબાશ – કવિ ને શાબાશ. – આ રચનાને વધુ ઊન્ડાણ થી સમજવા માટે થોડાક માઈલ-સ્ટોન જેવા બિઁદુઓ હું આ પ્રમાણે જણાવું છું
    (૧) કવિ કહેછે કે ‘આવું છું… બસ રસ્તામાં છું.’ {તે જાણે છે કે જવાનું નક્કિ જ છે અને તેની પોતાની તૈયારી પણ છે – તે જઈ રહ્યો જ છે અને રસ્તામાં છે}
    (૨) શરુઆત ના જ શબ્દો તો જુઓ – “કૈંક મજાના ગીતોમાં છું, ટહુકામાં છું, બીજા શબ્દોમાં કહું તો બસ જલસામાં છું.”- {ઉપર નં.૧ મુજબની સંપુર્ણ જાણકારી પછી પણ શરુઆતની પંક્તિઓ હોઠો પર આવે તે શું કવિની જીન્દાદિલી નથી ? }
    (૩) ઈશ્વર ફોન કરીને પૂછે છે – એટલે કે ઉપરવાળા ને પણ તેના લાલની-દીકરાની-બન્દાની ચિન્તા છે અને તે તેના પર સતત પોતાની મીઠી નજર/દ્રષ્ટી રાખતો જ હોય છે અથવા કહો કે તેને ખબર છે કે તમો હજુ તમારી મન્જીલે પહોચ્યા નથી.

    ઘણી જ સરસ અને આત્માને ઝન્ઝોડતી રચના- સમજણ તમારી પોતાની કેપેસીટી પર અવલંબે છે. – આભાર
    – પુષ્પકાન્ત તલાટી

  11. ધવલ said,

    September 6, 2014 @ 12:47 PM

    @પુષ્પકાંતભાઇઃ મઝાની વાત કરી. અને સરસ રીતે સમજાવીને કરી !!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment