જોઈને ઓળખું છું કોઈને
ક્યાંક ભીતરની પહેચાન લાગે
ભરત વિંઝુડા

ગઝલ – ધ્રુવ ભટ્ટ

નિજના તમામ દોષને આગળ ધરી ગયા
એના ગુનાઓ એમ અમે છાવરી ગયા

લો દાઢ ગઈ, દંશ ગયા, દંશવું ગયું
ઉત્પાત બધા ઝેરની સાથે ઝરી ગયા

મારા પછીયે હું જ ઊભો છું કતારમાં
જાણ્યું કે તુર્ત દૃશ્યને દૃષ્ટિ ફરી ગયાં

માંડો હિસાબ કોઈ કસર રાખશું નહીં
આ જેટલું જીવ્યા તે બધુંયે મરી ગયા

ચાલી શક્યા ન એટલે અડધે નથી રહ્યા
રસ્તામાં કોઈ રોકવા આવ્યે રહી ગયા

હોવું અમારું વૃક્ષ સરળ એમ થઈ ગયું
પર્ણોની જેમ નામના અક્ષર ખરી ગયા

– ધ્રુવ ભટ્ટ

નવલકથા અને ગીતોનો કસબી ગઝલમાં પણ કેવું મજાનું કામ કરી લે છે !

7 Comments »

  1. Neha said,

    March 14, 2015 @ 2:39 AM

    Khub gami aa ghazal

  2. Rajnikant Vyas said,

    March 14, 2015 @ 4:12 AM

    હોવું અમારું વૃક્ષ સરળ એમ થઈ ગયું
    પર્ણોની જેમ નામના અક્ષર ખરી ગયા

    અને એમજ સ્થિતપ્રગ્ય થઇ ગયા!

  3. PUSHPAKANT TALATI said,

    March 14, 2015 @ 4:42 AM

    વાહ વાહ ક્યા બાત હૈ ! !! !!!

    ચાલી શક્યા ન એટલે અડધે નથી રહ્યા
    રસ્તામાં કોઈ રોકવા આવ્યે રહી ગયા

    સરસ – અરે ખુબ જ સરસ

    પુષ્પકાન્ત તલાટી નાઁ અભિનન્દન

  4. SANDIP 'SHAHADAT' said,

    March 15, 2015 @ 1:06 AM

    ખુબ સરસ શરુઆત ગઝલ ની

    નિજના તમામ દોષને આગળ ધરી ગયા
    એના ગુનાઓ એમ અમે છાવરી ગયા

    એ પરથી મારો પણ નાનો અમસ્તો પ્રયાસ

    તેઓ ગયા, મૌસમ પલટો કરી ગયા,
    કઠોર તાપમાંયે આભના આંસુ સરી ગયા..

    – સંદિપ ‘શહાદત’

  5. Harshad said,

    March 24, 2015 @ 1:59 PM

    Very nice. Like it.

  6. Mukesh said,

    May 14, 2019 @ 10:25 AM

    શક્ય હોય તો શ્રી ધ્રુવ ભટ્ટની આ ગીત પોસ્ટ કરશોજી – મેં આ ગીત શબનમ વિરમાણીના અવાજમાં સાંભળી અને વિડીઓમાં જણાવ્યા મુજબ આ કવિતા ધ્રુવભાઈની છે અને તેમના સંગ્રહ `ગાય તેનું ગીત’માં છપાઈ છે.

    “ચાલને વાદળ થઈએ અને જોઈએ કે ક્યાંક થાય છે ધોધમધોધ જેવું કંઈ આપણા વિષે”

  7. વિવેક said,

    May 15, 2019 @ 8:42 AM

    @ મુકેશ :

    જી… ધ્રુવ ભટ્ટનું આ ગીત લયસ્તરો પર મૂકવું અમને ગમશે…

    આભાર.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment