હજી પુષ્પ-ઝાકળની કેલિ છે બાકી,
આ સૂરજને કહી દો કે ઊગે ન આજે.
વિવેક ટેલર

તમે વાતો કરો તો થોડું સારું લાગે – સુરેશ દલાલ

તમે વાતો કરો તો થોડું સારું લાગે;
આ દૂરનું આકાશ મને મારું લાગે.

વૃક્ષો ને પંખી બે વાતો કરે છે
ત્યારે ખીલે છે લીલેરો રંગ;

ભમરાના ગુંજનથી જાગી ઊઠે છે
ફૂલોની સૂતી સુગંધ
તમે મૂંગા તો ઝરણું પણ ખારું લાગે;

રોમાંચે રોમાંચે દીવા બળે
અને આયુખું તો તુલસીનો ક્યારો;

તારી તે વાણીમાં વ્હેતી મુકું છું હું
કાંઠે બાંધેલો જનમારો.
એક અમથું આ ફૂલ પણ ન્યારું લાગે

-સુરેશ દલાલ

ઘણાં વખતે આ ગીત પાછું નજરે ચડી ગયું…… અમર કૃતિ…..

5 Comments »

 1. narendrasinh said,

  September 1, 2014 @ 4:03 am

  તારી તે વાણીમાં વ્હેતી મુકું છું હું
  કાંઠે બાંધેલો જનમારો.
  એક અમથું આ ફૂલ પણ ન્યારું લાગ વાહ્

 2. v c sheth said,

  September 1, 2014 @ 7:39 am

  તમારા અબોલા,
  ને અમ્બોડાનું ફૂલ,
  તમે જરા બોલો,
  તો જગત પ્યારું લાગે.

  ગૂસ્તાગી માફ…..

 3. ravindra Sankalia said,

  September 1, 2014 @ 9:39 am

  આ કાવ્ય ખુબજ ગમી જાય એવુ છે કારણ એના સરળ શબ્દો અને બોલચાલની ભાષા.હમણાજ સુરેશભઈની પુણ્ય તિથિ હ્તીએટલે બહુ યોગ્ય સ્મરણાન્જલિ.

 4. ધવલ said,

  September 1, 2014 @ 9:45 am

  તારી તે વાણીમાં વ્હેતી મુકું છું હું
  કાંઠે બાંધેલો જનમારો.
  એક અમથું આ ફૂલ પણ ન્યારું લાગે

  – વાહ!

 5. komal pandya said,

  July 30, 2016 @ 7:42 am

  Khub saras rachana I like it so much….

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment