પારદર્શક કાચ થઈને બહાર ક્યાં નીકળ્યાં તમે ?
આ નગર છે, અહીં શુકનમાં કાંકરીચાળો મળે.
વિવેક મનહર ટેલર

શ્રી મનના શ્લોક – સમર્થ સ્વામી રામદાસ (મરાઠી) (અનુ. મકરંદ મુસળે)

man na shlok

*

લગભગ ચારસો વર્ષ પૂર્વે (ઈ.સ. ૧૬૦૮માં) મહારાષ્ટ્રમાં જન્મેલા સમર્થ રામદાસ (મૂળ નામ નારાયણ ઠોસર) માત્ર છત્રપતિ શિવાજીના ગુરુ હોવાના નાતે નહીં પણ એમના श्री मनाचे श्लोक (શ્રી મનના શ્લોક)ના કારણે વધુ વિખ્યાત છે. છેલ્લી ચાર-ચાર સદીઓથી આ શ્લોક મરાઠી માનુષના આત્મસંસ્કારનું સિંચન-ઘડતર કરી રહ્યા છે. મકરંદ મુસળે આ શ્લોકોનો સાછંદ પદ્યાનુવાદ લઈ આપણી પાસે આવ્યા છે…

એક-એક શ્લોક ખરા સોના જેવા…

*

मना जे घडी राघवेवीण गेली।
जनीं आपुली ते तुवां हानि केली॥
रघूनायका वीण तो शीण आहे।
जनी दक्ष तो लक्ष लावूनि पाहे॥४६॥

વિના રામના નામની પળ વિતે જો
ઘડી વ્યર્થ ગઈ એમ માની જ લેજો
પ્રભુને ન જાણે તે વ્યાકુળ ફરે છે
પ્રભુને પિછાણે તે આશ્વસ્ત રે’ છે ॥૪૬॥

मना कल्पना कल्पितां कल्पकोटी।
नव्हे रे नव्हे सर्वथा रामभेटी॥
मनीं कामना राम नाही जयाला।
अती आदरे प्रीती नाही तयाला॥५९॥

કરો મોહની કલ્પનાઓ કરોડો
નહીં રે નહીં રામનો થાય ભેટો
ન હો ચિત્તમાં રામની જેને માયા
મળે કઈ રીતે એમને પ્રેમ પ્યાલા? ॥૫૯॥

मना राम कल्पतरु कामधेनु।
निधी सार चिंतामणी काय वानू॥
जयाचेनि योगे घडे सर्व सत्ता।
तया साम्यता कायसी कोण आता ॥६०॥

મના કલ્પનું વૃક્ષ કે કામધેનુ?
પ્રભુ સમ છે શું રૂપ ચિંતામણીનું?
મળે પૂર્ણ સામર્થ્ય જેના ઈશારે
નથી રામની સામ્યતા કોઈ સાથે ॥૬૦॥

उभा कल्पवृक्षा तळीं दु:ख वाहे।
तया अंतरीं सर्वदा तेचि आहे॥
जनी सज्जनी वाद हा वाढवावा।
पुढें मागता शोक जीवीं धरावा॥६१॥

ભલે હો ઊભા કલ્પવૃક્ષોની છાંયે
મળે એજ છે, જે વિચારો છો માંહે
મના સંત-સંવાદ સુખ આપવાના
વિવાદોમાં રાચ્યા તો દુઃખ પામવાના ॥૬૧॥

– સમર્થ સ્વામી રામદાસ (મરાઠી)
(અનુ. મકરંદ મુસળે)

7 Comments »

  1. Neha said,

    September 4, 2014 @ 2:03 AM

    Kalpvrux na chhaye ubha hov to pn e j maLe, je man vichaare…..
    Waah
    Ketli suxm vaat!!
    Nice sharing

  2. ABDUL GHAFFAR KODVAVI said,

    September 4, 2014 @ 3:48 AM

    શત પુરુષો તો વરસો થી સ્મ્ઝાવે છે
    અધર્મી તેને માંન્તોજ નથી , કારણ કે તેમાં ક્સ્ટ
    વેઠવું પડે છે
    પ્રભુ અને રામ ની જગ્યાએ અલ્લાહ લખીએ
    તો આ વાત મુસલમાનો પણ લાગુ પડે છે

    વિન અલ્લાહ ના નામની પર વિતેજો
    ઘડી વ્યર્થ ગયી એમ માની લેજો
    અલ્લાહ ને ન જાણે તે વ્યાકુર ફરે છે
    અલ્લાહ ને પીછાણે તે આસ્વેસ્તે રે,છે

  3. ધવલ said,

    September 4, 2014 @ 10:13 PM

    સરસ ! અભિનંદન !

  4. vineshchandra chhotai said,

    September 5, 2014 @ 8:03 AM

    હરિ ઓમ ઃ નમ્સકર ઃ રામ ક્રુપા ;રામ કથા ; રામ સ્મ્રરન , ર્રામ મય ઃ આ જ જિવન મન્ત્ર ઃ રામ પ્રભુ નિ આર્રાધના ………………….આજ ધ્યાય ન ……………….હરદમ આજ …..વિચ્ગાર મન્વા ………………………………………………………………સપ્રમ નમસકાર

  5. Makarand Musale said,

    September 6, 2014 @ 2:35 AM

    ભાઈ અબ્દુલ ગફ્ફારે મનના શ્લોકને બરાબર પકડ્યા છે.
    પરમતત્વ એક જ છે. મકરન્દ મુસળે

  6. હેમંત પુણેકર said,

    September 8, 2014 @ 5:53 AM

    રામની જગાએ અલ્લાહ શબ્દ મુકવાની વાત વિશે કંઈક વાતો લખવી છે. ભારતમાં હિન્દુ મુસ્લિમ ઐક્ય માટે અથાક પ્રયાસો થયા છે પણ મને એમ લાગે છે કે એ ઉપરઉપરના છે. આ વિષયના ઊંડાણમાં ઉતરવાની જરૂર છે.

    ઈસ્લામ મૂળ સ્વરૂપમાં રામની જગાએ અલ્લાહ મૂકવાની વાતને સ્વીકારે ન શકે. લા ઇલાહા ઇલ ઇલ્લાહ, મહંમદે રસૂલ ઇલ્લાહ પ્રમાણે એક અલ્લાહ અને એમના એક પયગંબર સિવાયનું કંઈ જ ઈસ્લામને, એના મૂળ સ્વરૂપમાં, માન્ય નથી. મનના શ્લોકમાં આવતી ઘણી વાતો જેમ કે પુનર્જન્મની વાતો, ગણેશ અને સરસ્વતીની વંદના એ ઈસ્લામ સ્વીકારી ન શકે.

    આનાથી ઊલટું પણ શક્ય નથી. થોડા મહિનાઓ પહેલા મલેશિયાની એક (ઈસ્લામિક) કોર્ટે આપેલા આદેશ મુજબ બિનમુસ્લિમો ભગવાન માટે અલ્લાહ શબ્દ વાપરી ન શકે.

    પણ ૯૦% ભારતીય મુસલમાનો આપના જેવી જ વાત કરશે. આ ટકાવારી વધારે હશે, ઓછી નહિ. એનું કારણ એ જ છે કે મુસ્લિમ થયા પછી પણ ભારતીય સંસ્કૃતીના તાણાવાણામાં વણાયેલી “એકમ્ સત્ વિપ્રાઃ બહુધા વદન્તિ”વાળી ભારતીય સમજણ મુસ્લિમોને વારસામાં મળેલી છે.

    હિન્દુ ધર્મની એક ખાસિયત છે કે નવા વિચારો પર મંથન કરવાની તાત્વિક છૂટ છે. સ્થળ કાળ અનુસાર સુધારાઓને અવકાશ છે. મૂલતત્વવાદી ઈસ્લામમાં આ પ્રકારની છૂટ નથી. એક અલ્લાહ અને એક પયગંબરની બહાર જઈને કોઈ પણ વાત કરો તો કુફ્ર ગણાઈ જાય છે. ભારતના અને ખાસ તો ભારતીય મુસલમાનોના દુર્ભાગ્યે આવા મૂલતત્વવાદીઓ, કે જેમને અકબરે પણ સાઇડલાઇન કરી દીધેલા, એ લોકો આજે મુસલમાન તરફથી આવનારો એકમાત્ર અવાજ છે.

    આગળ નોંધ્યું એમ ૯૦% કે વધુ ભારતીય મુસલમાન ઈસ્લામ બાહ્ય વિચારોને છૂટથી સ્વીકારે છે. મને એમ લાગે છે કે ઈસ્લામના એક ભારતીય વર્ઝનના ઑફિશિયલ ડિક્લેરેશનની તાતી જરૂરિયાત છે. જે ખૂલ્લેઆમ કહે કે અમને કુરાનના કેટલાક વિચારો અમને માન્ય નથી અને કુરાન-બાહ્ય કેટલાક વિચારો માન્ય પણ છે. અમારા માટે પયગંબર મહત્વના છે તો કબીર પણ એટલા જ મહત્વના છે.

    આવો જાહેર સ્વીકાર થાય અને એના તરફી ૯૦% કે વધુનું સંખ્યાબળ હોય તો મૂલતત્વવાદી તત્વોની હવા નીકળી જશે અને હિન્દુ મુસ્લિમ ઐક્યને મોટું બળ મળશે.

  7. ravindra Sankalia said,

    September 8, 2014 @ 9:11 AM

    મકરન્દ મુસળેનો મનાચે ષ્લોકોનો અનુવાદ સરસ થયો છે. મુળના ભાવ બરાબર પકડાય છે.મકરન્દ મુસળ્ને ખુબ ખુબ અભિનન્દન.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment