ખાલીપાનો આ કૂવો અકબંધ રાખ,
હાજરી નાખીને તારી પૂરાવ નહિ.
અનિલ ચાવડા

હું વિઠ્ઠલવરને વરી – હરિકૃષ્ણ પાઠક

સતત રહીને પરી, વરી હું વિઠ્ઠલવરને વરી

હું જાણું કે સામો ચાલી એ તો શીદને આવે,
દૂર રહીને બહુ બહુ તો એ વેણુનાદ બજાવે.
મેં તો મારી સઘળી સુરતા ચરણકમળમાં ધરી,
વરી હું વિઠ્ઠલવરને વરી

એ પંડે ઘનશ્યામ, ગમે તો ભલે ખાબકી પડે,
હું તો ખાલી વાદલડી તે બેત્રણ છાંટા જડે.
તોય પલળતાં આવી ઊભો, શી અણધારી કરી !
વરી હું વિઠ્ઠલવરને વરી.

– હરિકૃષ્ણ પાઠક

અદભુત ! અદભુત ! અદભુત !

(પરી=દૂર; સુરતા=અંતર્વૃત્તિ, લગની)

2 Comments »

  1. Rajnikant Vyas said,

    February 28, 2015 @ 5:58 AM

    મીરાબાઇ અને નરસિન્હ મહેતા ની ઝલક અને હલક!
    વાહ કવિ!

  2. Shah Pravinachandra Kasturchand said,

    February 28, 2015 @ 2:05 PM

    બે ત્રણ છાંટા જેવડી ટૂંકી તચ કવિતા
    જાણેકે ખળખળ વહેતી સજળ સરિતા.

    વાંચીને ખૂબ સારુ લાગ્યું.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment