હું સમયની પાર વિસ્તરતો રહું,
તું અનાગત થઈ મને મળતી રહે.

લોક સમજે કાંકરો ડૂબી ગયો….
અંકમાં રાખી મને વહતી રહે.
વિવેક મનહર ટેલર

ઝળહળ સવારી નીકળી – શરદ વૈદ્ય

IMG_0369

વાતમાંથી વાત તારી નીકળી,
એ પછી બસ એકધારી નીકળી

આંસુઓના શહેરમાં તડકો બની
પાંપણે ઝળહળ સવારી નીકળી

નીકળ્યું મારી કબરમાંથી નગર
ધારણાં સૌની ઠગારી નીકળી

કેટલું હસતા રહ્યાં પડદા સતત
બારીની સંગત નઠારી નીકળી

– શરદ વૈદ્ય

કવિ એટલે યાદોનો પૂજારી.

લોકો રાજા-મહારાજા કે નેતા-અભિનેતાઓની સવારી કાઢે છે. જ્યારે કવિ યાદોની સવારી કાઢે છે. આંસુના શહેરમાં (કદીક જ આવતો) તડકો બનીને એ ઝળહળ સવારી નીકળે છે અને એ ય પાંપણ પર !

જે વિચાર વધારે ન ફેલાય એ ખાતર કવિને કબર ભેગા કરી દેવાયા તે વિચાર આજે આખા શહેરમાં ફેલાઈ ગયો છે. માણસનું વીતી જવું સહ્ય અને સહજ છે પણ એ હસ્તીના અંતે એક આખી વિચારધારાનો જન્મ થાય એવું સૌભાગ્ય કોઈ કોઈને જ મળે છે.

6 Comments »

 1. વિવેક said,

  August 27, 2014 @ 2:03 am

  સુંદર રચના અને સમજૂતી… તસ્વીર પણ કાબિલે-દાદ…

 2. Indrajit Khona said,

  August 27, 2014 @ 3:21 am

  મનની વાત લખી દીધી .

 3. narendrasinh said,

  August 27, 2014 @ 3:39 am

  સુંદર રચના લાજવાબ્

 4. lata j hirani said,

  August 27, 2014 @ 7:19 am

  superb..

 5. yogesh shukla said,

  August 27, 2014 @ 8:54 am

  ખુબજ સુંદર રચના

 6. Devika Dhruva said,

  August 27, 2014 @ 11:35 am

  યાદોની નાજુક, કોમળ વાત. વાતમાંથી વાતની આ ગઝલ સારી નીકળી. આંસુઓની ધાર તો જોઈ હતી. પણ આ તો સરસ સવારી નીકળી. બહોત ખુબ.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment