વીત્યા સમયમાં સાચે કેવી હતી પળોજણ ?
થોડો સમય મળે તો કહી દઉં તને હું એ, પણ…
વિવેક મનહર ટેલર

ના તરછોડો – સંજુ વાળા

અધવચ ના તરછોડો
કોઈ કંઠનો હાર બનીને છોને મ્હાલે
.                 અમે રહીશું થઈને પગનો તોડો.
.                         જી…અધવચ ના તરછોડો

છોને ખૂણે પાળી-પોષી અમે ઉછેર્યું મબલખ,
એ મબલખની માથે ઊગ્યાં અણધાર્યાં આ દઃખ.
કેમ છોડીએ વાળે વાળે વાત પરોવી
.                    કચકચાવી બાંધ્યો જે અંબોડો !
.                         રે…અધવચ ના તરછોડો !

હજુ લોહીમાં રણઝણ થાતાં હાથ મળ્યાનાં કંપન,
એ કંપનના શરમશેરડા થયા આંખનું અંજન
ભરી તાંસળી દો છુટકારો એ જ હાથથી
.                      વહાલું, એ હાથે જો ડોક મરોડો.
.                         પણ…અધવચ ના તરછોડો !

– સંજુ વાળા

મીરાંબાઈ કૃષ્ણભક્તિનું કોઈ પદ લખે એ આરતથી સંજુ વાળા પ્રણયગીત આલેખે છે. ભલે પગનો તોડો બનાવીને રાખો, ભલે કોઈ બીજું ગળાનો હાર બની જાય પણ અમને અધવચ્ચેથી તરછોડશો નહીં. એક-એક વાળમાં પરોવેલી વાત અને જાતનું કલ્પન તથા આ પાર યા ઓ પારની ધંખા કવિતાને વધુ આસ્વાદ્ય બનાવે છે.

 

8 Comments »

 1. Rina said,

  September 5, 2014 @ 3:04 am

  Ahaa… mast….

 2. Sanju Vala said,

  September 5, 2014 @ 3:12 am

  Aabhar…. aabhar

 3. Dhaval Shah said,

  September 5, 2014 @ 11:16 am

  હજુ લોહીમાં રણઝણ થાતાં હાથ મળ્યાનાં કંપન,
  એ કંપનના શરમશેરડા થયા આંખનું અંજન
  ભરી તાંસળી દો છુટકારો એ જ હાથથી
  . વહાલું, એ હાથે જો ડોક મરોડો.
  . પણ…અધવચ ના તરછોડો

  – વાહ !

 4. gandhi said,

  September 5, 2014 @ 3:04 pm

  સન્જુભાઈ ક્યા બાત હૈ….બહોત ખુબ…

 5. Sudhir Patel said,

  September 5, 2014 @ 3:14 pm

  સુંદર ગીત!

 6. Naresh Solanki said,

  September 5, 2014 @ 3:26 pm

  વાહ બહુત ખુબ …..!!!!

 7. preetam Lakhlani said,

  September 6, 2014 @ 10:01 pm

  સ્ંજુ દરબાર્, કઇક ભાળિ ગયા છે, અથવા કોઇક કુંડાળામાં તેમનો પગ પડી ગયો છે નહિતર આટલું હરિની નજીક રહીને આ કવિ આવી મનની વાત કવિતા મા લખી ના શકે !

 8. Sanju Vala said,

  July 9, 2016 @ 2:41 am

  ખૂબ ખૂબ આભાર મિત્રો

  પ્રીતમભાઈ..
  ભાળી તો છે શબ્દ સાથેની મથામણ ! !

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment