કશું ના દઈ શકે તો દોસ્ત, ખાલી હાથ ઊંચા કર,
મને જે જોઈએ છે તે મળી જાશે દુઆમાંથી.
બરકત વિરાણી 'બેફામ'

જળનાં ઝાડ – યોસેફ મેકવાન

આભમાં મ્હોર્યાં જળનાં મોટાં ઝાડ !
ક્યાંય નહીં કો નદી અને ક્યાંય નહીં કો પ્હાડ !
ઘૂમરી લેતા વાયરા સાથે ફરતાં એનાં મૂલ,
સહજ લહર ઠરતાં સુગંધ ઝરતાં ઝીણાં ફૂલ,
ધરતી સાથે પ્રીત એવી કે
.               ખરતાં થોડાં, ખરતાં ક્યારેક ગાઢ !
.                                                    – આભમાં૦

ડાળ ભરેલાં પાન એવાં ત્યાં કોઈ રહે ના પંખી,
એટલે સકલ સૃષ્ટિ એણે ઉરથી ઝાંઝી ઝંખી !
ઝંખના મારી એટલી કે એ
.           ફાળ ભરે ને તોય તે મને ડગલું લાગે માંડ !
.                     આભમાં ફોર્યાં જળનાં વિશાળ ઝાડ !

– યોસેફ મેકવાન

વાદળને જળનાં મોટાં ઝાડની સાવ નવીનતર ઉપમા આપ્યા પછી કવિ આકાશમાં વરસાદનું એક નવું જ દૃશ્ય દોરી આપે છે.

2 Comments »

  1. KETAN YAJNIK said,

    August 29, 2015 @ 3:51 AM

    કેવી સરસ રચના।અને ઝંખના?

  2. Rajnikant Vyas said,

    August 31, 2015 @ 12:42 AM

    યોસેફ મેકવાન એક સિદ્ધહસ્ત લેખક તો છે જ. એમની આટલી સુંદર કાવ્ય રચના માણીને ખૂબ આનંદ થયો.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment