આખ્ખા ઘરમાં માર્યો આંટો,
કોણ મળ્યું, કહું ? હા, સન્નાટો.
ફૂલ જરા એ રીતે ચૂંટો,
મ્હેક ઉપર ના પડે લિસોટો.
જિગર જોષી ‘પ્રેમ’

જડ્યો જડ્યો હું જડ્યો – અનિલ ચાવડા

જડ્યો જડ્યો હું જડ્યો છેવટે મને ખરેખર જડ્યો,
ધરતીને કિરણો અડકે એમ જ્યારે તમને અડ્યો.

નાનકડો એક રજકણ હું તો
ક્યાં ઓળંગું સીમા?
ધૂળ અને ઢેફાની માફક
પડ્યો હતો માટીમાં;
પિંડ તમે બાંધ્યો મારો તો હુંય ચાકડે ચડ્યો.
જડ્યો જડ્યો હું જડ્યો છેવટે મને ખરેખર જડ્યો.

એક સવારે આમ તમારું
સવાર જેવું મળવું;
છાતી અંદર રોકાયું ના
રોકાતું કૂંપળવું !
પવન વગર પણ પાન ઉપરથી ઝાકળ જેવું દડ્યો.
જડ્યો જડ્યો હું જડ્યો છેવટે મને ખરેખર જડ્યો.

– અનિલ ચાવડા

કેવા સરળ શબ્દો, કેવા સહજ કલ્પન અને કેવી મોટી વાત ! વાહ કવિ !!

*

દિલ્હી સાહિત્ય અકાદમી’ દ્વારા આપવામાં આવતો ‘યુવાગૌરવ પુરસ્કાર’ આ વર્ષે કવિમિત્ર અનિલ ચાવડાને ‘સવાર લઈને’ સંગ્રહ માટે મળનાર છે. ટીમ લયસ્તરો તરફથી અનિલને ખૂબ ખૂબ અભિનંદન અને હાર્દિક શુભકામનાઓ….

11 Comments »

  1. કુણાલ said,

    September 19, 2014 @ 5:53 AM

    અનિલભાઈનું one of the best ગીત…

  2. ravindra Sankalia said,

    September 19, 2014 @ 9:28 AM

    કવિતા ખુબ ગમી. અનિલભાઈને ખુબ ખ્બ્બ અભિનન્દન.

  3. ધવલ said,

    September 19, 2014 @ 3:43 PM

    જડ્યો જડ્યો હું જડ્યો છેવટે મને ખરેખર જડ્યો,
    ધરતીને કિરણો અડકે એમ જ્યારે તમને અડ્યો.

    નાનકડો એક રજકણ હું તો
    ક્યાં ઓળંગું સીમા?
    ધૂળ અને ઢેફાની માફક
    પડ્યો હતો માટીમાં;
    પિંડ તમે બાંધ્યો મારો તો હુંય ચાકડે ચડ્યો.
    જડ્યો જડ્યો હું જડ્યો છેવટે મને ખરેખર જડ્યો.

    – સરસ !

  4. yogesh shukla said,

    September 20, 2014 @ 1:35 PM

    જડ્યા પર બહુજ સુંદર કલ્પના ,
    આવી ” નડ્યા ” પર લાખો ,
    દા. ત. :- જીવનભર ન કોઈ મને નડ્યું ન હું કોઈ ને નડ્યો,

  5. beena said,

    September 20, 2014 @ 11:55 PM

    સુંદર કવિતા.
    બાળક જન્મે છે તો આખા વિશ્વ ને જોઈ જાણી શકે છે.
    પણ સ્વયમ ને જોવા જાણવા માટે અન્ય કોઈ જોઈએ.
    તમે તમારી જાતને સ્પર્ષો તો સંવેદના જાગે એ કરતા વધુ અન્ય કોઈના સ્પર્ષથી વધુ સંવેદના અનુભવી શકાય છે.
    ધરતીને કિરણો અડકે એમ જ્યારે તમને અડ્યો.
    અન્ય ને સ્પર્ષવાથી અન્ય ને મારા થકી શું અનુભવ થાય છે તેના થકી આપણે સ્વયમ ને જોઈ જાણી શકીએ

    તો કદાચ જડી જઈએ.

    નાનકડી પણા સુંદર વાત

    પરસ્પર નો સ્વાભાવિક સ્નેહ સરસ રીતે રજુ થયો છે
    એક સવારે સૂર્ય કિરણ ના સ્પર્ષે કશુંક કોળી ઊઠે તેમ સ્નેહ સ્ફૂરે

    સુંદર

    એક સવારે આમ તમારું
    સવાર જેવું મળવું;
    છાતી અંદર રોકાયું ના
    રોકાતું કૂંપળવું !

    બાળમંદિર ના પહેલા દિવસે બધા બાળકો રડા રોળ કરતા હોય એવી
    અનેક ગુજરાતી કવિતાઓની વચમા
    નાનકડા મીઠકડા સ્મિત જેવું કાવ્ય

    અનિલ ભાઈ સાંભળ્યું????

    વોર્મ રેીગાર્ડ
    અપરાજિતા

  6. Maheshchandra Naik ( Canada) said,

    September 21, 2014 @ 11:38 PM

    સરસ રચના, કવિશ્રી અનિલભાઈને યુવા ગૌરવ પુરસ્કાર માટે અભિનદન

  7. preetam Lakhlani said,

    September 23, 2014 @ 11:01 PM

    કયાં બાત હૈ અનિલ્ બહુ જ સરસ ગીત્….

  8. અશોક ત્રિવેદી said,

    September 24, 2014 @ 3:09 AM

    અનિલ નામનો પવન ચારેબાજુ પ્રસરી રહ્યા નો આનંદ થાય સ્વાભાવિક છે.એ આવતીકાલ નું સોનેરી અજવાળું છે. માં શારદા ની કૃપા અહર્નીશ બની રહે એજ અનિલભાઈ ને શુભેચ્છા.

  9. Pushpakant Talati said,

    October 23, 2014 @ 3:44 AM

    વાહ – આ રચના વાંચી શકાતી જ નથી – પણ – તેના લયબધ્ધ શબ્દો ને કારણે તરન્નમમાં / લયમાં જ ગવાઈ જાય છે. – ખરેખર બહુજ સરસ રચના છે ચાવડાભાઈ.

    અનિલભાઈ, – આપશ્રીને દિલ્હી સાહિત્ય અકાદમી દ્વારા ‘યુવાગૌરવ પુરસ્કાર’ આ વખતે આપને મળનાર છે તો તે બદલ અમારા આપશ્રીને ઘણા ઘણા અભિનંદન અને આપને આવા અગણીત શુભ અવસરો પ્રાપ્ત થાય તેવી હાર્દિક શુભેચ્છાઓ તથા શુભકામનાઓ.

    હા; આ બાબત પર્ટી આપવી પડશે – તો બોલાવશો ને ?

    ફરીથી અભીનન્દન. – પુષ્પકાન્ત તલાટી.

  10. ( 534 ) અંગ્રેજી વાક્ય એક….. સંદેશાવલોકન બે !/ જડ્યો જડ્યો હું જડ્યો……અનીલ ચાવડા | વિનોદ વિહાર said,

    November 29, 2014 @ 10:10 PM

    […] સૌજન્ય – લયસ્તરો […]

  11. Anil Chavda said,

    December 12, 2014 @ 3:12 AM

    આભાર વિવેકભાઈ,
    લયસ્તરોએ મને ઘણા લોકો સુધી પહોંચાડ્યો છે.
    તે માટે વિવેકભાઈ, ધવલભાઈ અને આપની ટીમનો હું ઋણી છું.
    આભાર

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment