એક ટીપાંએ ભરી મુઠ્ઠી હવાની,
એ નર્યું જળકૃત સાહસ નીકળ્યું.
– રક્ષા શુકલ

વરસાદ આવે છે ! – વિસ્મય લુહાર

પ્રથમ તારો ભીનો ભીનો ભીતરથી સાદ આવે છે !
મને મળવા પછી તું પહેરીને વરસાદ આવે છે !

રહ્યાં’તાં કોરાંકટ બસ આપણે એકવાર પલળીને,
હવે તરબોળ તન-મનને એ ઘટના યાદ આવે છે.

નિરંતર વાદળાં ને વીજળી છે આપણામાં પણ,
અને આપણને આડી એજ તો મરજાદ આવે છે.

હવે તો મન મૂકીને ભીંજાઈ જઈએ ચાલ;
અરે વરસાદ આવો કૈંક વરસો બાદ આવે છે.

– વિસ્મય લુહાર

સાથે પલળીને પણ કોરાંકટ રહી જવાય એ મર્યાદા ક્યારેક પલાળે છે, ક્યારેક તરસાવે છે…

6 Comments »

  1. Rina said,

    August 30, 2014 @ 2:48 AM

    નિરંતર વાદળાં ને વીજળી છે આપણામાં પણ,
    અને આપણને આડી એજ તો મરજાદ આવે છે.

    WAahhhh..

  2. Chetna Bhatt said,

    August 30, 2014 @ 7:38 AM

    વાહ વાહ્ …શુ લખ્યુ ચ્હે..

  3. Bipin Desai said,

    August 30, 2014 @ 8:48 PM

    વાહ. મઝા આવીગયી

  4. Bipin Desai said,

    August 30, 2014 @ 8:51 PM

    ભાઈ વિસ્મય ને એક પ્રશ્ન : તમે ક્યાંક આદરણીય “સુન્દરમ ” નાં સગા તો નથીને..??”

  5. ધવલ said,

    August 31, 2014 @ 10:51 AM

    પ્રથમ તારો ભીનો ભીનો ભીતરથી સાદ આવે છે !
    મને મળવા પછી તું પહેરીને વરસાદ આવે છે !

    – સરસ !

  6. lata j hirani said,

    September 1, 2014 @ 6:43 AM

    lovely…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment