સાવ જ નવું હો સ્થળ ને છતાં એમ લાગતું,
પહેલાંય આ જગાએ હું આવી ગયેલ છું.
ચિનુ મોદી ‘ઈર્શાદ’

પડદામાં – હર્ષદ ચંદારાણા

રાખવાથી ગુલાબ પડદામાં
ખુશબૂ રહેશે જનાબ ! પડદામાં ?

છે ખુશીની બધી ક્ષણો જાહેર
આંસુનો છે હિસાબ પડદામાં

એક પડદાને ખોલવા માટે
પેસવું બેહિસાબ પડદામાં ?

રાત પડવાનું એ જ છે કારણ ?
શું હતો આફતાબ પડદામાં ?

સર્વ શબ્દો નકાબ છાંડે છે
વાંચે છે તું કિતાબ પડદામાં

– હર્ષદ ચંદારાણા

સાદ્યંત સુંદર રચના….

4 Comments »

  1. chandresh said,

    November 20, 2014 @ 4:09 AM

    સુંદર રચના….

  2. yogesh shukla said,

    November 20, 2014 @ 12:24 PM

    સુંદર રચના….

  3. Pravin Shah said,

    November 23, 2014 @ 1:13 AM

    ખુશીનો ઉત્સવ ઉજવાય પરંતું આંસુ તો પડદા પાછળ જ શોભે !

    દરેક શેરમાં રદીફને સુંદર રીતે નિભાવ્યો છે.

    સરસ રચના !

  4. ધવલ said,

    November 23, 2014 @ 10:06 PM

    છે ખુશીની બધી ક્ષણો જાહેર
    આંસુનો છે હિસાબ પડદામાં

    – વાહ !

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment