બેય આંખો સાવ કોરી રાખજે,
રોજ ઝાકળ રાતનાં આવે જ છે.
ચિનુ મોદી ‘ઈર્શાદ’

ચ્હેરાઓ – હર્ષદ ચંદારાણા

કોઈ ચ્હેરો સાવ ઢીલો, કોઈ તોરીલો હતો
ભીંત જેવો એક તો બીજો વળી ખીલો હતો

એટલે ચૂંટ્યો હતો, ખોસ્યો હતો મારે ખમીસ
પુષ્પ ઉર્ફે વિશ્વનો ચહેરો જ ગમતીલો હતો

ખૂબ વરસેલો હતો વરસાદ ચુંબનનો અહીં
તો લચ્યા ખેતર સમો ચ્હેરો પછી લીલો હતો

દાઝવાના ડરથી એને ના કદી સ્પર્શી શક્યો
એક ચ્હેરો જે હિમાલય જેમ બર્ફીલો હતો

ઊંડી રેખા રહી કપાળે એક, બીજું કૈં નથી
ઉમ્ર નામે કાફલો ત્યાંથી ગયો, ચીલો હતો

– હર્ષદ ચંદારાણા

ચહેરા વિશે પાંચ મધુરા કલ્પન… આપને કયો ચહેરો વધુ ગમ્યો, કહો તો…

5 Comments »

 1. neha said,

  March 26, 2015 @ 2:42 am

  Harshadbhai ni kalam no kas!! Badha j chahera ne alag sundarta mali chhe.. waah.

 2. nehal said,

  March 26, 2015 @ 4:22 am

  ઊંડી રેખા રહી કપાળે એક, બીજું કૈં નથી
  ઉમ્ર નામે કાફલો ત્યાંથી ગયો, ચીલો હતો
  waah….

 3. Rajnikant Vyas said,

  March 26, 2015 @ 5:41 am

  ચહેરો મનનું પ્રતિબિંબ છે. મનના ભાવ મુજબ એ પરિવર્તનશીલ છે. આજે લીલોછમ્મ તો કાલે બરફ જેવો ઠંડોગાર. ક્યારેક ઢીલોઢફ્ફ અને ક્યારેક ખીલેલો!

  કવિતા ખૂબ ગમી.

 4. Manish V. Pandya said,

  March 26, 2015 @ 11:40 am

  સુંદર ગઝલ. જીવનની સફરમાં છેલ્લા પડાવ પર મમળાવવી ગમે તેવી રચના. વાહ!

 5. Harshad said,

  March 26, 2015 @ 7:25 pm

  Really Beautiful.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment