ગામ આખું ફર્યા એમ માની ‘નયન’
એનું ઘર આવવાનું આ ફળિયા પછી
નયન દેસાઈ

ઘસી ઘસીને – મનોજ જોશી

ઘસી ઘસીને ઘણા સાફ તો કરેલા છે,
છતાં વિચાર અમારા હજુય મેલા છે.

દિશાના નામ ફક્ત સૂર્યથી પડેલાં છે,
ઘણાના સ્વપ્ન ઉગમણેય આથમેલાં છે.

નથી હું આપતો ક્યારેય મારું સરનામું,
અનેક પ્રશ્ન છતાં ઉંબરે ઊભેલા છે.

દિવસ ને રાત સતત આવજાવ ચાલુ છે,
આ કોના પ્રેમમાં શ્વાસો બધાય ઘેલા છે ?

ભલેને અટપટા સૌ દાખલા છે સંબંધો,
અહમને બાદ કરો તો જવાબ સહેલા છે.

– મનોજ જોશી

આ કવિની ગઝલો જેમ જેમ વાંચતો જાઉં છું, હું વધુ ને વધુ એના પ્રેમમાં પડતો જાઉં છું. કયા શેર પર આંગળી મૂકવી એ પ્રશ્ન થઈ જાય એવી ગઝલ. હા, જો કે છેલ્લો શેર જરા સપાટ લાગ્યો.

8 Comments »

  1. G K Mandani said,

    November 21, 2014 @ 6:30 AM

    Pahelo sher-ketlo sacho!

  2. suresh baxi said,

    November 21, 2014 @ 9:25 AM

    એક એક શેર લાજવાબ .ઉંબરે ઉભેલા તો ખુબ સરસ .

    વધુ લખતા રહો

  3. Dr. Manish V. Pandya said,

    November 21, 2014 @ 12:15 PM

    આપણા પોતાના જીવનની આસપાસ વણાયેલી વાતોને ગઝલમાં ખુબીથી રજુ કરેલ છે. સુંદર રચના ઘણી ગમી.

  4. yogesh shukla said,

    November 21, 2014 @ 9:36 PM

    સરસ , વિષય ગમ્યો

  5. Pushpakant Talati said,

    November 21, 2014 @ 10:53 PM

    ા ફ લા તૂ ન — ા ફ લા તૂ ન
    ખુબ જ સાચી વાત છે ભાઈ કે –
    “….ભલેને અટપટા સૌ દાખલા છે સંબંધો,
    અહમને બાદ કરો તો જવાબ સહેલા છે. …”
    એક માત્ર અહમ જો બાદ થઈ જાય એટલે તમે જીતી ગયા સમજો.

    ખુ બ જ સ ર સ ર ચ ના
    આભાર – પુષ્પકાન્ત તલાટી

  6. vimala said,

    November 22, 2014 @ 12:27 AM

    ભલેને અટપટા સૌ દાખલા છે સંબંધો,
    અહમને બાદ કરો તો જવાબ સહેલા છે.

  7. ડૉ.મહેશ રાવલ said,

    November 22, 2014 @ 6:51 AM

    વાહ…મનોજભાઇ,
    ઘણાનાં સ્વપ્ન, ઉગમણે ય આથમેલાં છે…..બહુ સરસ વાત – અભિનંદન અને આવકાર.

  8. Sakshar said,

    November 26, 2014 @ 12:23 PM

    ભલેને અટપટા સૌ દાખલા છે સંબંધો,
    અહમને બાદ કરો તો જવાબ સહેલા છે.

    સરસ ગઝલ.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment