ઇન્કાર એના હોઠ ઉપર ધ્રુજતો હતો,
અમને અમારી વાતનો ઉત્તર મળી ગયો.
મનહરલાલ ચોક્સી

કામ સોપ્યું – અનિલ ચાવડા

કાયમી પીડા મને તેં સાંખવાનું કામ સોપ્યું,
આગ કાગળના પડીકે બાંધવાનું કામ સોંપ્યું.

છું પ્રથમથી શ્વાસનો રોગી અને પાછું ઉપરથી,
તેં સતત, એવું સતત કૈં હાંફવાનું કામ સોપ્યું.

જળ ભરેલું પાત્ર હો તો ઠીક છે સમજ્યા, પરંતુ,
કામ સોપ્યું એય દરિયા ઢાંકવાનું કામ સોપ્યું?

વસ્ત્ર સાથે સર્વ ઈચ્છા પણ વણાવી જોઈએ હોં !
એક ચરખો દઈ મને તેં કાંતવાનું કામ સોપ્યું.

દઈ હથોડી હાથમાં, બસ આંગળી ચીંધી બતાવી,
ને સમયનો પીંડ આખ્ખો ભાંગવાનું કામ સોપ્યું.

– અનિલ ચાવડા

22 Comments »

 1. મેહ્બૂબ ઇખરવી said,

  August 11, 2014 @ 10:01 am

  વાહ અનિલ ભાઇ વાહ
  ક્યા બાત હૈ . . . . . !

  ગુસ્તાખી માફ પણ એક શેર ઉમેરુ

  હાથમાં આપી કમળનું ફુલ અને પાછું “અનિલ”
  બહુમતિથી દેશ આખો બાળવાનુ કામ સોંપ્યુ

 2. anami said,

  August 11, 2014 @ 6:32 pm

  @મેહ્બૂબ ઇખરવી….the greatest sher ever!!irshad

 3. Girish Parikh said,

  August 11, 2014 @ 6:34 pm

  માન

 4. Girish Parikh said,

  August 11, 2014 @ 6:41 pm

  દઈ હથોડી હાથમાં, બસ આંગળી ચીંધી બતાવી,
  ને સમયનો પીંડ આખ્ખો ભાંગવાનું કામ સોપ્યું.

  અનિલ ચાવડા મારા પ્રિય ગઝલકારોમાંના એક છે. ઉપરનો શેર ખૂબ જ ગમ્યો.

  આ પહેલાંની કોમેન્ટ ભૂલથી પોસ્ટ થઈ છે. લયસ્તરો ટીમને એ રદ કરવા વિનંતી.

 5. વિવેક said,

  August 12, 2014 @ 2:41 am

  સદાબહાર ગઝલ… હંમેશા તરોતાજા…

 6. Rina said,

  August 12, 2014 @ 3:17 am

  Wahhh

 7. B said,

  August 12, 2014 @ 3:22 am

  Through and through nice ghazal. Jay ho Chavada Sahab .

 8. urvashi parekh said,

  August 12, 2014 @ 5:23 am

  સરસ.દરીયા ઢાંક્વાનુ કામ સોંપ્યુ,દઈ હાથ માં હથોડી સમય નો પીંડ ભાંગવાનુ કામ સોંપ્યુ.

 9. ASHWIN KSHAH said,

  August 12, 2014 @ 5:24 am

  વેરિ સેન્સિતિવે ઘઝલ્.

 10. Sureshkumar G. Vithalani said,

  August 12, 2014 @ 6:14 am

  A very good Gazal, indeed. I politely disagree with mr. Ikharvi. Any personal dislike of any person for any other person should be kept out of this noble form of poetry -Gazal. Let history decide whether the person or the party with LOTUS in hand destroys or builds the nation. It is rather unfortunate that Mr Ikharvi chose this platform to air his resentment about the outcome of the last parliamentary election.

 11. Shah Pravinchandra Kasturchand said,

  August 12, 2014 @ 6:37 am

  વાંચીને ભૂલી જવાય એ સામાન્ય વાત છે;પણ અનિલ ભાઈને વાંચ્યા પછી ભૂલી જવા એ બહુ અઘરું કામ છે.અને આ ગઝલ વાંચ્યા પછી મારા આ કથનને કોણ નકારી શકશે?

 12. Indrajit said,

  August 12, 2014 @ 7:52 am

  વાહ …. વાહ… ખુબ સરસ શબ્દ્

 13. વિવેક said,

  August 12, 2014 @ 9:05 am

  @ મેહબૂબ ઇખરવી:

  આપશ્રીના પ્રતિભાવ બદલ આભાર. પણ અમારી આપને નમ્ર વિનંતી છે કે આ ફોરમ પર આપના પ્રતિભાવ માત્ર કવિતાના અનુલક્ષમાં જ હોય એ ઇચ્છનીય છે. આપની અંગત રાજકારણીય કે અન્ય કોઈપણ પ્રકારની માન્યતાઓનું આ સ્થળે સ્થાન ન જ હોઈ શકે એટલું આપ સમજી જ શકો છો…

  આભાર.

 14. Maheshchandra Naik (Canada) said,

  August 12, 2014 @ 10:13 am

  સરસ ગઝલ, આનદ આનદ થઈ ગયો……………………

 15. મેહ્બૂબ ઇખરવી said,

  August 12, 2014 @ 10:20 am

  એક શેર આપ દોસ્તોને ના ગમ્યો તેથી દુખ થયું.
  વધુ દુખ એનું થયું કે આપ દોસ્તોના દિલને દુખ પહોંચ્યું

  મારો હેતુ રાજકારણીય માન્યતા સમ્બંધિત ના હતો,
  ફરીથી ક્ષમા યાચના સાથે એજ કે

  હોડી લૈ સામે “અનિલ” જે પાર કરવાનો હતો,
  એજ સાગર ખોબે-ખોબે ઉલેચવાનું કામ સોંપ્યુ

 16. Shakuntalaben said,

  August 12, 2014 @ 10:36 am

  સુરેશકુમાર વિઠલાણીએ ખૂબજ અસરકારક શબ્દોથી અમારા જેવા અનેક વાંચકોના પ્રતિભાવના
  શબ્દો જાણેકે ચોરી લીધા છે ! Thanks …સુરેશભાઈ !
  બસ, વિવેકભભાઈની વાત અને સૂચનને અનુલક્ષીને ભવિષ્યમાં અન્ય વાંચકો આ વિભાગને પોતાના અંગત (સંકૂચિત ) રાજકારણીય વિચારો પ્રમાણે ગંમેતેમ લખીને આવા સુંદર મંચને ઉકરડો ન
  બનાવી દે એમ ઈચ્છીએ . યોગ્ય પ્રતિભાવને બદલે આવી વાત આટલી ઉમદા અને બેનમૂન ગઝલ ઉપર કાદવ ફેંકવાજેવી છે !
  અને …વાહ! અનિલભાઈ , કમાલ કરી ગયા છો તમે ….. You made my day ! બસ , આવું સુંદર પીરસતા રહો ….ધન્યવાદ .

 17. PUSHPAKANT TALATI said,

  August 12, 2014 @ 1:02 pm

  મેહ્બૂબ ઇખરવી સાહેબ દ્વારા કોમેન્ટમાં લખયેલ બન્ને શેર (૧) “હાથમાં આપી કમળનું ફુલ અને પાછું “અનિલ” બહુમતિથી દેશ આખો બાળવાનુ કામ સોંપ્યુ” તથા (૨) “જે પાર કરવાનો હતો, એજ સાગર ખોબે-ખોબે ઉલેચવાનું કામ સોંપ્યુ” આ પંક્તિઓ જો રચનાની દ્રષ્ટીએ જોઈએ તો તેમાં કલા અને કવિ બ્વન્ને દેખાય જ છે બાકી તો કમળો હોય તેને તો પીળૂં જ દેખાવાનું.
  “કમળ” ને ભુલી અને બાકીનું જ જુઓ તો અત્યારનાં રાજકારણિઓનું સ્તર ખરેખર ચિન્તા ઉપજાવે તે હદે નિમ્નકક્ષાએ ગયેલું છે તેમાં કોઈ પણ બેમત ન જ હોય શકે.
  છતાં (૧) Shakuntalaben (૨) Sureshkumar G. Vithalani અને વિવેકભાઈ એ જે મત રજુ કર્યો તે પણ વ્યાજબી જ છે. અને મહેબુબ સાહેબે જે રીતે તે લોકોની કોમેન્ટને પોઝીટીવલી લીધી તે પણ કાબીલેતારીફ જ ગણવી ઘટે.
  વેરી નાઈસ – ગુડ, – આભાર . પુષ્પકાન્ત તલાટી

 18. perpoto said,

  August 13, 2014 @ 9:11 am

  વસ્ત્ર સાથે સર્વ ઈચ્છા પણ વણાવી જોઈએ હોં !
  એક ચરખો દઈ મને તેં કાંતવાનું કામ સોપ્યું.

  સરસ કલ્પન, મેટા મટીરીયલ્સ હેઠળ ખરેખર આ કામ પણ થઇ રહ્યું છે.

 19. Thathia Hatim said,

  August 13, 2014 @ 12:25 pm

  Anilbhai khub sundar Rachana ane rajuaat pan sundar!!! Chello shair tau ek gharena na amulya hira samaan chhe.Hathodi lai tame samay no bhukko karwa betha, Manoj Khanferia pan samay ni sankalo ni shrinkhla todawa betho hato.bas!!! Warso na waras witi gaya Manoj haji swarg ma koi andeeth jagya ee besi kadach samay ni shrankhala o totadwa no prayatn karto hashe!!! Abhinamdan Hatim Thathia Bagasrawala

 20. preetam Lakhlani said,

  August 13, 2014 @ 10:46 pm

  જળ ભરેલું પાત્ર હો તો ઠીક છે સમજ્યા, પરંતુ,
  કામ સોપ્યું એય દરિયા ઢાંકવાનું કામ સોપ્યું?
  અનિલનો આ શેર મને બહુ જ ગમ્યો….મજા આવી ગઈ…..કયા બાત હૈ…

 21. smita parkar said,

  August 14, 2014 @ 4:51 pm

  દઈ હથોડી હાથમાં, બસ આંગળી ચીંધી બતાવી,
  ને સમયનો પીંડ આખ્ખો ભાંગવાનું કામ સોપ્યું.
  વાહ વાહ અને વાહ ઃ)

 22. preetam Lakhlani said,

  August 17, 2014 @ 1:37 am

  તારી યાદ આવે છે, ત્યારે મને અમદાવાદ યાદ આવે છે…………..

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment