તરો અવાજ એક વખત સાંભળ્યો હતો,
માનું છું તારા શબ્દમાં ટહુકાનું ઘર હશે.
મનહરલાલ ચોક્સી

ગઝલ – ગૌરાંગ ઠાકર

માર્ગમાં મોકા રખડતા હોય છે,
એ રખડતાને જ મળતા હોય છે.

મેં મને શોધી જ કાઢ્યો આખરે,
શું કવિતામાં ગૂગલતા હોય છે ?

મારા જીર્ણોદ્ધારના પ્રશ્નો વિશે,
મારી આદત પાસે સત્તા હોય છે.

બેઉ હાથે માગવાનું બંધ કર,
લાખ ચોર્યાસીના હપ્તા હોય છે.

ત્યાગની વાતો તો અઘરી છે, કવિ,
તારી ગઝલોમાં તો મક્તા હોય છે.

– ગૌરાંગ ઠાકર

પાંચ શેર. પાંચે-પાંચ ઉત્તમ. જીર્ણોદ્ધારવાળો શેર સહેજ ખોલી શકાય તો શ્રેષ્ઠ છે. ‘ગૂગલ’ શબ્દ ક્રિયાપદ અને સંજ્ઞા તરીકે તો આપણી કવિતામાં ક્યારનો આવી ગયો પણ કવિ ગૂગલનું ‘ગૂગલતા’ કરીને શબ્દને કદાચ પહેલવહેલીવાર ગુજરાતીતા બક્ષે છે. એક નજર છેલ્લા શેર પર પણ. ગઝલના આખરી શેરમાં કવિ પોતાનું નામ અથવા તખલ્લુસ લખે તો એને મક્તા કહે છે. ગઝલના આખરી શેરમાં પોતાનું નામ લખવાનો મોહ ત્યાગી ન શકનાર કવિને ત્યાગની વાતો કરવા પર કવિ કેવી અદ્દલ હુરતી મિજાજમાં ચીમકી આપે છે !

16 Comments »

 1. Mehul Bhatt said,

  August 7, 2014 @ 5:28 am

  ખૂબ સુંદર ગઝલ…

  માર્ગમાં મોકા રખડતા હોય છે,
  એ રખડતાને જ મળતા હોય છે.

  મેં મને શોધી જ કાઢ્યો આખરે,
  શું કવિતામાં ગૂગલતા હોય છે >

  આ બંને શેર ખૂબ ગમ્યા.

 2. ભરત ત્રિવેદી said,

  August 7, 2014 @ 6:54 am

  અફલાતુન ગઝલ. પ્રથમ શેર ઉપર આફ્રીન !

 3. B said,

  August 7, 2014 @ 8:21 am

  Nice ghazal.

 4. vatsal rana said,

  August 7, 2014 @ 8:46 am

  ગઝબનિ ગઝલ,ગઝબ નો મત્લા!

 5. chandresh said,

  August 7, 2014 @ 9:38 am

  માર્ગમાં મોકા રખડતા હોય છે,
  એ રખડતાને જ મળતા હોય છે.

  ખૂબ સુંદર

 6. સુનીલ શાહ said,

  August 7, 2014 @ 9:51 am

  વાહ..સુંદર ગઝલ. સાચે જ પાંચેય ઉત્તમ શેર.

 7. Gaurang Thaker said,

  August 7, 2014 @ 10:19 am

  Mitrono khub aabhar ane laystarona sanchalak ane priy kavi mitr Vivekbhaino vishesh aabhar…

 8. urvashi parekh said,

  August 7, 2014 @ 10:43 am

  ખુબ સરસ.કેટલી મોટી વાત, કેટલી સહજત થી કરી……

 9. perpoto said,

  August 7, 2014 @ 11:42 am

  આ લખચોર્યાસી શું બલા છે – ઉવાચે ગુગલ મહારાજ

  માન્યતાઓ પર ઉભો છે
  સત્યના ગાંઠિયા તળે
  ગઝલની ચટણી ચાટે

 10. lalit trivedi said,

  August 7, 2014 @ 1:14 pm

  સુન્દર અનોખેી ગઝલ અભિનન્દન્

 11. suresh baxi said,

  August 7, 2014 @ 1:15 pm

  માર્ગ માં મોકા રખડતા હોય એ કલ્પના ગમી

 12. Devika Dhruva said,

  August 7, 2014 @ 1:39 pm

  સુંદર મત્લા… મોકા રખડતાવાળો શેર સુપર્બ..

 13. yogesh shukla said,

  August 7, 2014 @ 3:16 pm

  શ્રી ગૌરાંગ ભાઈ ,
  ફરી એક વાર શ્રેષ્ઠ રચના , તમારી કઈ રચના શ્રેષ્ઠ ગણવી અમો તમારા આશીકો ને કઈ જ સમાજ પડતી નથી ,

  દીકરી બોલે તો ટહુકો , વહુ બોલે તો ભડકો ,
  માં-બાપ હોય તો છાયડો સાસુ સસરા હોય તો તડકો ,
  જોયું પ્રભુ , આ જ છે આજના સમાજનો બળાપો ,
  ” યોગેશ શુક્લ “

 14. ડૉ.મહેશ રાવલ said,

  August 7, 2014 @ 4:24 pm

  કવિશ્રીએ ગુગલતા શબ્દ નવો પ્રયોજ્યો…અને વિવેકભાઇએ એજ તા જોડીને ગુજરાતીતા શબ્દ આપ્યો !
  બન્ને કવિ મિત્રોએ માતૃભાષાના શબ્દભંડોળને સદ્ધરતા બક્ષી… – અનુસરવા જેવું કવિકર્મ….સરવાળે ગઝલ અને શ્રી વિવેકભાઇનો, પ્રસ્તુત ગઝલ વિષે ભાવ-પ્રકાશ બન્ને બિરદાવવા જેવા.
  – અભિનંદન.

 15. kiran said,

  August 8, 2014 @ 7:37 am

  બેઉ હાથે માગવાનું બંધ કર,
  લાખ ચોર્યાસીના હપ્તા હોય છે.
  અતિ સુદર

 16. Sureshkumar G. Vithalani said,

  August 8, 2014 @ 10:46 am

  A refreshingly good Gazal ! Congratulations to Shri Gaurang Thakar.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment