બધો મદાર છે જોવાની પદ્ધતિની ઉપર,
પરખ ન હોય તો સઘળાં ગુલાબ કાંટા છે.
વિવેક ટેલર

હરફર નથી… – દિવ્યા મોદી

સ્હેજ પણ જ્યાં વહાલની હરફર નથી,
ત્યાં દીવાલો હોય તો પણ ઘર નથી.

સ્નેહની ક્યાંથી ઊગે કોઈ ફસલ,
લાગણીનાં કોઈ વાવેતર નથી.

એમ સમજીને તમે કોરાં રહો,
આંખથી વરસે છે તે ઝરમર નથી.

પ્રેમની બારાખડી ક્યાંથી લખું ?
ઘૂંટવા માટે હવે અક્ષર નથી.

ઉપવનોમાં પણ હવે ચર્ચાય છે,
પાનખરનો અમને કોઈ ડર નથી.

હું મને ક્યારેક નડતી હોઉં છું,
એકલી દુનિયા અહીં નડતર નથી.

– દિવ્યા મોદી

મજાની ગઝલ. બધા જ શેર સુંદર પણ આખરી શેર હાંસિલ-એ-ગઝલ. મત્લાનો શેર વાંચીને ખૂબ જાણીતી પંક્તિ યાદ આવી જાય: “ઘર એટલે ચાર દીવાલ ? ઘર એટલે ચાર દી’ વહાલ”

12 Comments »

 1. neha said,

  August 22, 2014 @ 2:24 am

  Khub j sundar ghazal

 2. Rina said,

  August 22, 2014 @ 3:06 am

  Waahhh

 3. P.P.M A N K A D said,

  August 22, 2014 @ 3:07 am

  Very good ghazal.

 4. B said,

  August 22, 2014 @ 5:54 am

  Very nice.

 5. La Kant Thakkar said,

  August 22, 2014 @ 7:10 am

  “હું મને ક્યારેક નડતી હોઉં છું,
  એકલી દુનિયા અહીં નડતર નથી.”
  આ પંક્તિઓ ગમી,મારા એકાંતને ઉજવુ છું.

 6. kiran said,

  August 22, 2014 @ 7:14 am

  હું મને ક્યારેક નડતી હોઉં છું,
  એકલી દુનિયા અહીં નડતર નથી.
  સરસ

 7. સુનીલ શાહ said,

  August 22, 2014 @ 7:58 am

  સુંદર, સશક્ત અભિવ્યક્તિ

 8. Shah Pravinachandra Kasturchand said,

  August 22, 2014 @ 8:14 am

  ‘સુંદર, સશક્ત અભિવ્યક્તિ’
  સુનીલભાઈ શાહના શબ્દો સાથે હું સંપૂર્ણપણે સહમત થાઉં છું.
  ખરેખર સુંદર સશક્ત અભિવ્યક્તિ.

 9. perpoto said,

  August 22, 2014 @ 8:22 am

  પુનમ ચાંદો
  નડે ડાળી બારીએ
  વાદળ નભે

 10. ધવલ said,

  August 22, 2014 @ 10:40 am

  હું મને ક્યારેક નડતી હોઉં છું,
  એકલી દુનિયા અહીં નડતર નથી.

  – સરસ !

 11. yogesh shukla said,

  August 22, 2014 @ 1:25 pm

  લાગણીથી ભરપુર

 12. ABDUL GHAFFAR KODVAVI said,

  August 23, 2014 @ 3:43 am

  આ કોઈ એવી અનાથ બારા કથા લાગે છે
  જેને જીવન માં ક્યારેય પ્રેમ મર્યું નથી

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment