લે, હવે ચોમાસું બારેમાસ છે,
કો'ક એવું આપણામાં ખાસ છે.
શ્વાસ ચાલે એ જ છે હોવાપણું,
જીવતો પ્રત્યેક માણસ લાશ છે.
અંકિત ત્રિવેદી

સાંકળી-ગઝલ – પ્રતિમા પંડ્યા

મૌન સાથે ગોઠડી જો માંડીએ,
અર્થ શબ્દોના બધા સમજાય છે.

અર્થ શબ્દોના બધા સમજાય છે,
ભાર વાતોનો ઊતરતો જાય છે.

ભાર વાતોનો ઊતરતો જાય છે,
સ્મિત ચહેરે એટલે અંકાય છે.

સ્મિત ચહેરે એટલે અંકાય છે,
ફૂલમાં ખુશબૂ નવી વર્તાય છે.

ફૂલમાં ખુશબૂ નવી વર્તાય છે,
મૌન સાથે ગોઠડી મંડાય છે.

– પ્રતિમા પંડ્યા

કેટલી સરળ બાની પણ કેવી મજાની વાત ! મુંબઈના કવયિત્રી પ્રતિમા પંડ્યા એક સાંકળી-ગઝલ લઈને આવ્યા છે. દરેક શેરની બીજી પંક્તિ (સાની મિસરો) આગામી શેરની પ્રથમ પંક્તિ (ઉલા મિસરો) બની જાય છે અને આ પંક્તિઓના પુનરાવર્તનની સહુથી અગત્યની વાત એ છે કે કવયિત્રી દરેક શેરનું પોતીકું સૌંદર્ય જાળવી રાખીને આખી ગઝલને પણ સફળ બનાવી શક્યા છે…

9 Comments »

  1. Manish V. Pandya said,

    January 29, 2015 @ 4:18 AM

    સાંકળી-ગઝલ ની રચના ઘણી ગમી.

  2. Dhaval said,

    January 29, 2015 @ 10:28 AM

    સરસ !

  3. મીના છેડા said,

    January 29, 2015 @ 11:10 AM

    વાહ!

  4. vimala said,

    January 29, 2015 @ 5:28 PM

    વાહ!!!વાહ!!!!
    મૌન સાથે ગોઠડી મંડાય તો શબ્દોના અર્થ જ નહિ સઘળુન સમજા છે.
    સરળ ,સુન્દર કાવ્ય બહુ ગમ્યુ.

  5. ketan yajnik said,

    January 30, 2015 @ 12:04 AM

    સંકળાયા .

  6. SHAIKH Fahmida said,

    January 30, 2015 @ 2:11 AM

    Khoob saras.

  7. kishoremodi said,

    January 30, 2015 @ 10:15 AM

    સાંકળી ગઝલ ગમી.અભિનંદન

  8. Shah Pravinachandra Kasturchand said,

    January 30, 2015 @ 3:15 PM

    અંત એટલે શરુઆત
    શરુઆત એટલે અંત
    વાત અટપટી લાગી?
    તો વાંચો આ ગઝલ.

  9. Harshad said,

    January 31, 2015 @ 6:32 PM

    ગઝલ ખૂબ જ ગમી , પ્રતિમાબેન ને આશિશ !!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment