તું હિસાબોની બ્હાર રહેવાનો,
શું કરું હું તને ઉધારીને ?
અંકિત ત્રિવેદી

તને મળવા નહિ આવું – ખલીલ ધનતેજવી

હું ચહેરો ત્યાં જ છોડીને તને મળવા નહિ આવું,
કે દર્પણ તોડી ફોડીને તને મળવા નહિ આવું.

ખુમારી તો ખરેખર વારસાગત ટેવ છે મારી,
હું મારી ટેવ છોડીને તને મળવા નહિ આવું.

કહે તો મારું આ માથું મૂકી લાઉં હથેળી પર,
પરંતુ હાથ જોડીને તને મળવા નહિ આવું.

તું દરિયો છે, તો મારું નામ ઝાકળ છે, એ જાણી લે,
નદીની જેમ દોડીને તને મળવા નહિ આવું.

ટકોરા દઈશ, પણ દરવાજો તારે ખોલવો પડશે,
કોઈ દીવાલ તોડીને તને મળવા નહિ આવું.

ખલીલ ! આવીશ તો કે’ જે કે ઉઘાડેછોગ હું આવીશ,
હું માથામોઢ ઓઢીને તને મળવા નહિ આવું.

– ખલીલ ધનતેજવી

એક જ કેન્દ્રવર્તી વિચાર અને એક જ સાદી વાત છ શેરમાં ફરી ફરી કરી છે. વાત ના પાડવાની છે એટલે જરા વધારે સમજાવી ને કરવી પડે ને ! 🙂 હા પાડવી સરળ છે. ના પાડવી અઘરી છે. પોતાની મર્યાદા સમજવી અને સમજાવવી અઘરી વાત છે. મરીઝે કહ્યું છે કે ક્યાં કહું છું આપની હા હોવી જોઈએ, ના કહો એમાં વ્યથા હોવી જોઈએ. એટલું ઘણું છે. માણસ કોઈના માટે બધુ કરી શકતો નથી. પોતાની શક્તિ અને ઈચ્છા સમજીને જે માણસ પોતાના સંબંધમાં લક્ષ્મણરેખા દોરે એ જ વઘારે તંદુરસ્ત સંબંધ બાંધી શકે. રોબર્ટ ફ્રોસ્ટે તો બહુ ઉત્તમ વાત એમની પોતાની રીતે કહી જ છે, Good fences make good neighbors.

17 Comments »

  1. Bharat said,

    May 13, 2008 @ 1:27 PM

    ” કહે તો મારુ આ માથુ મૂકી લાવુ હથેળી પર્…. ” વાહ !!! પ્રેમ મા પણ કેવી
    ખુમારી છે !!!

  2. pragnaju said,

    May 13, 2008 @ 2:21 PM

    ખુમારી તો ખરેખર વારસાગત ટેવ છે મારી,
    હું મારી ટેવ છોડીને તને મળવા નહિ આવું.
    સરસ
    ધરાથી ગગન તક વતનની ખુમારી
    ફળી ભવ્ય અંતર-લગનની ખુમારી
    સદાશીશ ઉન્નત શ્વસન સૃષ્ટિભરમાં
    સતત તનબદન વતનની ખુમારી.
    હું જ છું આકાશ ચાંદો સૂર્ય મારા હાથમાં,
    છે ખુમારી કે સકળ બ્રહ્માંડ મારી બાથમાં
    **********************************
    ખલીલ ! આવીશ તો કે’ જે કે ઉઘાડેછોગ હું આવીશ,
    હું માથામોઢ ઓઢીને તને મળવા નહિ આવું.
    વાહ-ડરના ક્યા? .
    પ્રીતની લીધી દીધી અમે તો કસમ ઉઘાડેછોગ.
    કાં પ્રીત રાતે રાતે ને કાં ઝઘડા સવારે સવારે?
    ના ઉઘાડેછોગ નહીંતર આમ અજવાળું ફરે,
    કોઈએ ક્યારેક છાની જ્યોત પ્રગટાવી હશે.

  3. nilamhdoshi said,

    May 13, 2008 @ 3:58 PM

    તુ દરિયો છે, તો મારું નામ ઝાકળ છે, એ જાણી લે,
    નદીની જેમ દોડીને તને મળવા નહિ આવું.

    સરસ… ઝાકળને તોમળવા નહી માણવા જવુ પડે…પુષ્પ જેવા પુષ્પ પર સવારી કરનાર ઝાકળનો તો મિજાજ જ અલગ…

  4. Pinki said,

    May 14, 2008 @ 12:04 AM

    આખી ગઝલ જ સુંદર
    એકાદ શેર ટાંકતા બીજાંને અન્યાય થઈ જશે….
    અને ધવલભાઈએ પણ સરસ વાત કરી
    good fences make good neighbours !!

  5. Jayesh Bhatt said,

    May 14, 2008 @ 12:16 AM

    સવા૨ સવા૨ મા ગઝલ વાચિને મન પ્રફુલિત થૈ ગયુ
    સાહિત્ય સિવાય મનને કયાય ચેન મલતુ નથિ
    ખુબ સરસ શ્રિ પુરુશોત્તમ ઉપધ્યાય આનિ ધુન બનાવે તો મજા પડી જાય
    ધન્યવાદ

  6. anil parikh said,

    May 14, 2008 @ 12:22 AM

    મળવાની ઉત્કનઠા પણ અહમનૉ આદર

  7. વિવેક said,

    May 14, 2008 @ 1:52 AM

    અદભુત ગઝલ… કાફિયા-રદીફની પસંદગી જ ક્યારેક ગઝલનું વાતાવરણ એવું બાંધી દે છે કે નબળા શેરને અવકાશ જ ન રહે… વાહ.. વાહ..

  8. Darshit said,

    May 14, 2008 @ 5:23 AM

    તું દરિયો છે, તો મારું નામ ઝાકળ છે, એ જાણી લે,
    નદીની જેમ દોડીને તને મળવા નહિ આવું.

    ખેરેખર ખુબ જ સારા સ્મવેદનો આ ગઝલમા રજુ થયા છે.

  9. mahesh dalal said,

    May 14, 2008 @ 5:39 AM

    ખુબ ગમિઊ શિ ખુમારિ ? વાહ્ ક્યા કહેના..

  10. jayesh upadhyaya said,

    May 14, 2008 @ 5:52 AM

    મુશાયરામાં તાળીઓનો ધોધમાર વરસાદ ખેંચી લાવે તેવૂ ગઝલ વાહ વાહ

  11. Chaitanya A Shah 'Pareshan" said,

    May 14, 2008 @ 6:16 AM

    ખુખુખુખુબબબબબબબ……!!!!!! સરસ…
    વાહ….વાહ…મજા પડી ગઈ…
    એક બે શેર ઉમેરવાની મન્જુરી લઈશ….

    મારા દિલમા વસી છે તુ,તોડ નહી દિલને
    ૫છી દિલને જોડીને,તને મળવા નહિ આવું

    આપીશ જો દર્દ મને,એને પણ ગળે વળગાડીશ
    તારા આપેલા દર્દને તરછોડીને,તને મળવા નહિ આવું

  12. Dr Jagdip R. Upadhyaya said,

    May 14, 2008 @ 3:24 PM

    ‘આપણી શરતે મળાય તો ઠીક છે નહીં તો તને મળવા નહિ આવું’ એ વાત પરથી મને મારી આ 1995 માં લખાયેલી શબ્દરચના ટાંકવાનું મન થાય છે.

    મળ્યાં કરું……..

    તને મળવાં અમીટ આંખે, રાહ હવે હું જોયાં ન કરું
    ફકત કરું બંધ આંખ, ‘ને સપનામાં તને મળ્યાં કરું….

    સાંભળવા તુજ આહટ કાને, આતુર હવે થયાં ન કરું
    કરું યાદ તુજ આંખ, ‘ને મૌનની ભાષા સાંભળ્યાં કરું….

    ધબકાવાં દિલ તુજ ધડકને, ઉતાવળો હું થયાં ન કરું
    થીજાવી દઉં યાદો, ‘ને સમાધિમાં તારો સાથ અનુભવ્યાં કરું

    જલબીન માછલી છો, તુજબીન એમ હવે તરફડ્યાં ન કરું
    વહાવું ગંગા યાદોની, ‘ને લાગણીનાં પૂર એમાં ઉમટાવ્યાં કરું

    તું આવે તો સારું, ન આવે તો તને હું શોધ્યાં ન કરું
    કર ન શંકા તારાં જડવાની, હું શોધું તો ઇશ્વરને મળ્યા કરું

    = ડો. જગદીપ ર. ઉપાધ્યાય
    drupadhyayajr@yahoo.com
    http://www.raviupadhyaya.wordpress.com

  13. ઊર્મિ said,

    May 15, 2008 @ 9:45 PM

    વાહ વાહ… મજ્જા આવી ગઈ… મસ્ત ખુમારીવાળી ગઝલ !

    તમે પણ બહુ મજાની વાત કરી હોં ધવલભાઈ… કે “હા પાડવી સરળ છે. ના પાડવી અઘરી છે”… અને એટલે જ કદાચ આ ‘હા’ પાડવાની વાત કરતાં ‘ના’ પાડવાની વાત પર જ વધારે ને વધારે કાવ્યો રચાઈ છે… ! 🙂

  14. Bhargav Maru said,

    May 22, 2008 @ 1:53 AM

    માફ કરજો પણ શેરો-શાયરિ મા વધારે ખબર નથિ પડતેી ….તો પણ…

    વાહ બોસ મજા આવિ ગઈ.
    છેલ્લા થોડા દેીવસો થેી જ આ બ્લોગ વાચુ છુ. પણ દિવસ ખુબ જ સરસ વિતે છે.

    પરેશાન સાહેબે તો ગઝલ મા ચાર ચાન્દ લગાવેી દિધા. બન્ને શેર દિલ મા હલચલ મચાવિ ગયા.

    અને ડોક્તર સાહેબે તો હદ જ કરિ નાખિ ને કાઈ.

    “ધબકાવાં દિલ તુજ ધડકને, ઉતાવળો હું થયાં ન કરું
    થીજાવી દઉં યાદો, ‘ને સમાધિમાં તારો સાથ અનુભવ્યાં કરું”

  15. beena said,

    February 26, 2015 @ 10:22 PM

    સુંદર કાવ્ય .
    પ્રેમ એટલે જાતને જાળવીને કરાતું સંપૂર્ણ સમર્પણ
    .જાતને ઓગાળી દેવાય પણ જાત ને વિસારે પાડી ને જાત ને નષ્ટ થવા ના દેવાય .
    પ્રેમ કંડીશન કરી ને ન કરાય .
    પણ પ્રેમ કરવાની પહેલી શરત છે જ કે સ્વ જાળવી રાખવું .
    પ્રેમ કરનારનું અસ્તિત્વ જ ન રહે તો પ્રેમ કરે કોણ ?
    એટલે પ્રેમ શબ્દ માં જ અરસ પરસ્પર ના અસ્તિત્વ નો સ્વીકાર અને જાળવણી અનિવાર્ય છે
    બેદરકારી કે અનાદર ને પ્રેમ સાથે કોઈ લાગે વળગે નહીં .
    જ્યારે એક પક્ષે બેદરકારીનો અહેસાસ થાય ત્યારે આવું કાવ્ય રચાઈ જાય .
    અપરાજિતા

  16. suresh shah said,

    April 30, 2018 @ 7:36 AM

    આવુ વાચવા મળે ત્યારે એમ થાય કે,
    આજે આવી ખુમારી નવી પેઢીમા જોવા મળે છે – ખાસ યુવતિઓ માં.
    આજની યુવા નારી સમર્પિત નથી. એને પોતાનુ સ્વતત્ર વ્યક્તિત્ત્વ વિક્સાવવુ છે.
    અલ્લડ છે, પણ ઉછાછળી નથી. એ જાણે છે, એને શુ જોઈએ છે.
    અત્યારના સાહિત્ય અને ચલચિત્રોમા પ્રતિબિંબીત થાય છે.
    વર્ષો પહેલા વાંચેલી “અમ્રુતા” યાદ આવી ગઈ. હરિન્દ્રભાઈ દવે એ આલેખેલા ત્રણ પાત્રો અમ્રુતા, ઉદયન અને અનિકેત – પોતપોતાની રીતે સ્વતંત્ર જીવવા માંગે છે. છતાયે એક્મેકમા ઓતપ્રોત પણ છે.
    આજે આસ્વાદ કરાવવા બદલ આભાર.
    – સુરેશ શાહ, સિંગાપોર

  17. Nashaa said,

    January 30, 2019 @ 12:32 PM

    સરસ રચના..ખાસ કરીને છેલ્લી ચાર પંક્તિઓ !

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment