સમય જન્મ્યો નથી તો મૃત્યુ પણ ક્યાં થઈ શકે એનું
સમયની બહાર જે નીકળે સમાધિ બસ મળે ત્યાં છે
રાજેશ રાજગોર

(સાવ એકલું ઝાડ નદીમાં ના’ય) – રમણીક સોમેશ્વર

સાવ એકલું ઝાડ નદીમાં ના’ય, નદીમાં ના’ય
શરમ-બહાવરી નદી ઘડીમાં દોડે, ઘડી છુપાય
એકલું ના’ય, એકલું ના’ય, નદીમાં ઝાડ એકલું ના’ય

ઝાડ નદીમાં ભૂસકો મારી કૂદ્યું ભફાંગ કૂદ્યું
વહેવું ભૂલી નદી વિમાસે, શું થ્યું, શું થ્યું,શું થ્યું ?

છાલક ઊડી આકાશે ને ઝાડ સ્વયં ભીંજાય
શરમ-બહાવરી નદી ઘડીમાં દોડે, ઘડી છુપાય

ઝાડ નદીમાં ડૂબકી મારી અંગ અંગ ઝબકોળે
અને નદીમાં વમળ કેટલાં વમળ વળ્યાં છે ટોળે !

વમળ વમળમાં ઝાડ, નદી પણ પાન પાન ડોકાય,
સાવ એકલું ઝાડ નદીમાં ના’ય, નદીમાં ના’ય.

– રમણીક સોમેશ્વર

કલમના બે-ચાર લસરકા માત્રથી કવિ કેવું મજાનું ચિત્ર ઉઘાડી આપે છે… કોઈ ષોડષી એકલી નદીમાં નાહવા પડી હોય અને નદી ભાન ભૂલી જાય, વમળ આ લીલા જોવા જાણે ટોળે વળે અને એક-એક વમળમાં ષોડષીના પ્રતિબિંબની હારમાળા ઝિલાય અને રોમ-રોમે નદી ટીપાં બનીને ઝળકી ઊઠે… નિતાંત પ્રકૃતિકાવ્ય તરીકે પણ કવિતા એવી મજા કરાવે એવી થઈ છે !

8 Comments »

  1. Bhadresh Joshi said,

    July 25, 2014 @ 6:50 AM

    Excellent articulation. Thanks for bringing it to us.

    2. I am reminded of a Gazal by Dag, sung by Mehdi Hasan:

    Roshan Jamal-e-yarse hai, anjuman tamam
    Behka Hua hai atish-e-gul se, chaman tamam

    Allah Re Jism-E-Yarki, Khubi Ke KhudBakhd,
    Ranginiyon Men Dub Gaya, Perhan Tamam

  2. mahesh dalal said,

    July 25, 2014 @ 9:04 AM

    સરસ કલ્પના… સુન્દેર રચના.

  3. Bipin Desai said,

    July 25, 2014 @ 8:19 PM

    સુંદર રચ ના !!!!

  4. Sudhir Patel said,

    July 25, 2014 @ 11:14 PM

    મસ્ત ગીત માણવાની મજા પડી!
    સુધીર પટેલ.

  5. Pravin Shah said,

    July 25, 2014 @ 11:27 PM

    સુંદર ગીત ! અને કવિતા પણ !

  6. Harshad said,

    July 29, 2014 @ 8:06 PM

    GOOD.

  7. La' Kant said,

    July 30, 2014 @ 12:50 AM

    “સાવ એકલું ઝાડ” આ નિજ-પ્રક્રુતિના સાનિધ્યની અને “સ્વ”ની અંતર-યાત્રા ની કવિતા લાગી મને તો ! એકાંતની મોજ, ચાર્મ,ગ્રેસ વૈભવનો નમૂનો !
    આયુશ્યના એક પરિપક્વ પડાવ પર એક કલ્પન એવુઁ પણ ઉપસે કે, પલાંઠી
    વાળીને બેઠા પછી , અચાનક ભીતરના મૂલ સ્રોત ‘અંશી’ સાથે અનુસંધાન થૈ જતાં પ્રાણ-શક્તિની નદીમાં “સ્વ”ના “ઝાડ”ની ડૂબકી અને તે પછી જે પ્રકાશના વમળોમાં ઘેરાવાનું બની જતું હોય છે તેની વાત તો કવિ નથી કહી રહ્યા ને?
    અલપ-ઝલપ ચૈતન્યનો સ્પર્શ અને તેની ચમત્ક્રુતિશા પાશની અનુભૂતિ પેલે પાર ની છલાંગ લગાવવાનું ચાલક્બળ બની જાય ….
    ” એક ક્ષણનો ઝબકાર …..ને …સોયનાં નાકામાં દોરો પસાર…” અને
    “મૌની-મનની ત્રીજી આંખ રંગીન દૃષ્ટિ જે રચી આપે સુગંધી સૃષ્ટિ હવામાં ચીતરે નિરાકારને ! જે ઉજાગર કરે એ જીવંત એહસાસને,જે વ્યાપી રહે સમગ્ર અસ્તિત્વમાં, અનુભૂતિનું ઉપ-વસ્ત્ર જાણે, હલ્કું-શું સ્પર્શે હવા જેમ, એને ભેટયાનો અનુભવ રોકડો ! ”
    “[અર્થ તો કાઢવાની વાત છે,મર્મ તો સમજવાની વાત છે। અર્થ કરીને બોલો , મર્મ સમજીને ચુપ રહેવાની વાત છે।
    અર્થનો અનર્થ પણ થાય,મર્મ સમજી સ્મિતવાની વાતછે, અર્થને સહી પ્રમાણીએ તો,મર્મ સમજી પામવાની વાત છે।
    મૂળ દેખાતો લોચન મનનો ઝગડો,સમજી જવાનીવાતછે,બુદ્ધિની દલીલો હૈયાના ભાવો વિષે,વિચારવાની વાત છે।
    વધુ ઊંડા ઉતરી શકાય,તો,સ્થૂળ-સૂક્ષ્મની પારની વાત છે.આતો ભાઈ,ખૂલ્લા મન,માન્યતાને પ્રમાણવાની વાત છે।]”

    ……………………………………………………………………………………

    [*”શરમ-બહાવરી નદી ઘડીમાં દોડે, ઘડી છુપાય” અને “વહેવું ભૂલી નદી વિમાસે, શું થ્યું, શું થ્યું,શું થ્યું ?”-કોઈ ષોડષી … વાળી વાતને યથાર્થ ઠેરવે ….
    -લા’કાંત / ૩૦.૭.૧૪

  8. vatsal rana said,

    August 7, 2014 @ 9:06 AM

    લા કાન્ત તમારઇ કવિતાનિ સમજ જોઇને દન્ગ થૈ જવાયુ,કાવ્ય સારુ ઉઘાદ્ય્ય્!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment