બાકી શરીર કૈં નથી ચહેરો છે દોસ્તો
ઓળખ, અટક ને નામનો પહેરો છે દોસ્તો

માણસ સુધી તો કઈ રીતે પહોંચી શકે કોઈ
દેખાય તેથી પણ વધુ ગહેરો છે દોસ્તો
નયન દેસાઈ

વૈશાખ મહિનામાં – પદ્મા ગોળે – અનુ- ઇન્દ્રજિત મોગલ

વૈશાખ મહિનામાં નવાં પાંદડાંનાં ઝુમખાં
આકાશ તરફ મીટ માંડીને બેઠાં હોય,
એમ મારું ભોળું હ્રદય
તારી એકસરખી વાટ જુએ છે.

ધરતી તપ્ત, પવન નિ:શબ્દ,
ઘેરાયેલાં વાદળ,
પગરવ સાંભળીને મારા મનમાં
આર્ત પેદા કરે છે.

વાદળ એમ જ ચાલ્યાં જાય છે ઉપેક્ષા કરીને,
પાન નમી પડે છે
એમ શું કામ કહું કે તેનું દુઃખ
વ્યાકુળ કરે છે મારા હ્રદયને.

– પદ્મા ગોળે – અનુ- ઇન્દ્રજિત મોગલ

અદભૂત ભાવવિશ્વ…… !! રામ બાણ વાગ્યા રે હોય તે જાણે…….ઉનકો ખુદા મિલે હૈ ખુદાકી જિન્હેં તલાશ, મુઝકો તો બસ ઇક ઝલક મેરે દિલદાર કી મિલે….

6 Comments »

 1. perpoto said,

  July 21, 2014 @ 8:02 am

  કાલિદાસની યાદ અપાવતું લઘુ કાવ્ય..

  હશે વૈશાખ
  મારે કેટલા ટકા
  વદે સૂરજ

 2. Dhaval Shah said,

  July 21, 2014 @ 9:27 am

  વિરહ તદ્દન સાદો હોય છે… અને કાળોમેશ !

  સરસ !

 3. mahesh dalal said,

  July 21, 2014 @ 1:07 pm

  સરસ્

 4. Devika Dhruva said,

  July 23, 2014 @ 10:23 am

  અનોખું ભાવચિત્ર.

 5. ravindra Sankalia said,

  July 24, 2014 @ 10:27 am

  કાલિદાસની યાદ તો આવેજ પણ એક હિન્દી પન્ક્તિ પણ યાદ આવે છે. “પલક ઝરોખે અન્ખિયા બેઠિ નિસદિન આસ લગાય.”

 6. lata j hirani said,

  August 2, 2014 @ 7:02 am

  touchy..

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment