તને મેં ઝંખી છે -
યુગોથી ધીખેલા પ્રખર સહરાની તરસથી.
સુંદરમ

ગઝલ – રાકેશ હાંસલિયા

rakesh hansaliya

*
તારા હોઠે જે અજબ મુસ્કાન છે,
મારા માટે એ જ તો ભયસ્થાન છે.

આંગણું ક્યાં એટલું વેરાન છે,
તારા પગલાંનાં હજુ નિશાન છે.

જેઓ તારા નામની રચના કરે.
એ બધા અક્ષર ખરા ધનવાન છે.

ઓરડો ભરચક છે તારી યાદથી,
એ જ મારો કિંમતી સામાન છે.

પ્રેમથી તું ના નિહાળે કોઈને,
એમાં તો તારું ફકત નુકસાન છે.

સાવ છેલ્લી પંક્તિમાં બેસું ભલે,
કેટલાંના દિલમાં મારું સ્થાન છે.

– રાકેશ હાંસલિયા

લયસ્તરો તરફથી કવિશ્રીને એમના પ્રથમ સ્વતંત્ર ગઝલ સંગ્રહ બદલ હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ….

11 Comments »

 1. ABDUL GHAFFAR KODVAVI said,

  July 24, 2014 @ 3:32 am

  ખાલી રચનાજ રચના છે,
  મુશ્કાન થી થો પ્રસન થવું જોઈએ
  પરંતુ તમારા માટે ભયસ્થાન ?
  સમઝ માં ન આવ્યું

 2. Pushpakant Talati said,

  July 24, 2014 @ 4:20 am

  અબ્દુલભાઈ લખેછે કે “મુશ્કાન થી થો પ્રસન થવું જોઈએ પરંતુ તમારા માટે ભયસ્થાન ? સમઝ માં ન આવ્યું” – નીચેની પન્ક્તીઓ ઊપરથી સાયદ તેમને સમજાઈ જાય માટે લખી છે. (આ કવ્વાલી અઝીઝ નાઝા ના અવાજ માં છે)

  તીરેનઝર કા ઓ દીલદારા
  તુને ઉસ અન્દાઝ સે મારા
  હો… દુનિયા માન ગઈ……

  સુબહ બનારસ ગાલ હૈ તેરે
  શામ અવધકી બાલ હેઇ તેરે
  રેશમી આન્ચલ દસ્તહીનાહી
  કાંતિલ તેરી હર અંગડાઈ
  ઈસકો તાકા, ઉસકો લૂટા
  કોઇ ન તેરે દામ સે છુટા
  મારી એઇસી નૈન કટારી
  જો ભી લગા વો ઝખ્મ થા કારી
  હો ગયા હર દીલ પારા પારા
  બચ ન શકા કોઈ દીલકામારા
  હો… દુનિયા માન ગઈ……

  આ કવાલીમાં આગળ એક લીટી આવે છે જેના શબ્દો છે
  “લબ પે હંસી ઔર દીલમેં કીના”

  તો તે મુજબ ચહેરા અને હોઠો પર મુશ્કુરાહટ હોય પરન્તુ દિલમાં કીના એટલે કે કાંતિલતા ભરી હોય તો ? ભય જ લાગે ને ! ?? આપે પેલી કહેવત તો સાંભળી જ હશે ને કે – “……. બગલમાં છૂરી” તેના જેવી આ વાત છે.
  નમસ્કાર —- પુષ્પકાન્ત તલાટી

 3. jigar joshi prem said,

  July 24, 2014 @ 7:22 am

  અભિનઁદન રાકેશભાઈ

 4. ravindra Sankalia said,

  July 24, 2014 @ 10:18 am

  સારી ગઝલ. ઘણી ગમી..પ્રેમ કરવાની પ્રકટ કરવાની એક નવીજ રીત.

 5. mahesh dalal said,

  July 24, 2014 @ 12:56 pm

  ખુબ સરસ રચના…ખુબ ભાવિ..મિત્ર.. અભિનન્દન્..

 6. suresh baxi said,

  July 24, 2014 @ 1:26 pm

  મને તો ગઝલ સરસ દેખાઇ

 7. Yogesh Shukla said,

  July 25, 2014 @ 12:00 am

  બહુજ સુંદર રચના

 8. Sudhir Patel said,

  July 25, 2014 @ 11:13 pm

  સુંદર ગઝલ સાથે કવિશ્રી રાકેશ હાંસલિયાને હાર્દિક અભિનંદન!
  સુધીર પટેલ.

 9. Pravin Shah said,

  July 25, 2014 @ 11:31 pm

  સુંદર ગઝલ !
  પ્રથમ ગઝલસંગ્રહ માટે ખાસ અભિનંદન !
  દિલ સે !

 10. Harshad said,

  July 30, 2014 @ 8:55 pm

  સુન્દર રચના.

 11. Sureshkumar G. Vithalani said,

  August 1, 2014 @ 6:48 pm

  A very good Gazal. Congratulations to the poet.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment