મુસીબત પડી એ તો સારું થયું,
સ્વજનને તો સરવાનો મોકો મળ્યો.
ચિનુ મોદી ‘ઈર્શાદ’

તને કોણ કરે પ્રેમ હવે..જા… – ચંદ્રા

પ્રેમના મારગમાં રાહ તારી જોઈને
.                                   થાકી ગયું છે દિલ આ,
.                                  તને કોણ કરે પ્રેમ હવે.. જા…

એકલામાં મારી તું હાજરીને ઝંખે
.                                  ને હાજરીમાં પાળે એકાંત
લોકોથી જાણ્યું કે ઘણીવાર તું
.                                  મારી યાદમાં કરે છે કલ્પાંત
મનથી તો ફૂલોની ઝંખના કરે ને
.                                  તોય પકડે છે કાંટો તું કાં?
.                                  તને કોણ કરે પ્રેમ હવે… જા…

પહેલા તો ચોરીથી સામું જુએ
.                                  ને પછી શરમુના ખોડી દે સ્તંભ
આંખોના ચમકારા પલકોથી ઢાંકીને
.                                  ડાહ્યા થવાનો કરે દંભ
આંખે તો ઠીક રગે રગમાં ‘હ-કાર’,
.                                  તોય પૂછું તો કહે;”ના રે ના”
.                                  તને કોણ કરે પ્રેમ હવે… જા…

~ચંદ્રા

ફેસબુકના માધ્યમથી ઝડપભેર આગળ આવી રહેલું એક બીજું નામ- ચંદ્રા તળાવિયા… સુરતમાં દર મહિનાના પહેલા રવિવારે સાંજે નિયમિત યોજાતી ગુફ્તેગૂ-કાવ્યગોષ્ઠિમાં ચંદ્રાએ પોતાની રચના વાંચવી શરૂ કરી અને મુખડુ સાંભળતાવેંત જ મારું મન બોલી ઊઠ્યું – આ કલમને કોણ નહીં કરે પ્રેમ હવે…જા…

અંતરના ઉજાસને યોગ્ય રીતે સાચવીને શબ્દની સાધના ચાલુ રાખશે તો કવયિત્રીનું ભવિષ્ય નિઃશંકપણે ઉજ્જવળ છે…

 

 

17 Comments »

 1. kanchankumari parmar said,

  July 17, 2014 @ 3:11 am

  તુ આવે કે ના આવે…….કોઇ ઝઝો ફરક નથિ……આમ તો આ દિલ જ પુરે છે તારિ સતત હાજરિ….હર ટ્કોરે તુ આવે ને જાય છે ને ભુલે ચુકે તુ આવિ જાય તો મને લાગે તને જોત જ દિલ થભિ જશે….

 2. Rina said,

  July 17, 2014 @ 3:25 am

  તોય પૂછું તો કહે;”ના રે ના”
  . તને કોણ કરે પ્રેમ હવે… જા…

  Waaahhh… mast

 3. Pravin V. Patel (USA) said,

  July 17, 2014 @ 6:01 am

  દિલની આરઝુ. નકારમાં હકાર છૂપાયો છે.
  સુંદરતા મહેંકી રહી છે.
  ખોબલે ખોબલે હાર્દિક અભિનંદન.

 4. B said,

  July 17, 2014 @ 6:48 am

  True, poet has the talent to bring the emotions on the surface via these words. Simple but it does touch the heart very deeply and we all have experience in the life at a given time . Lots of luck and all the best to the poet.

 5. La Kant Thakkar said,

  July 17, 2014 @ 7:19 am

  (આંખે તો ઠીક રગે રગમાં ‘હ-કાર’, )……..
  ખબર નહીં કેમ(?) છૂપાવેલો/ગુપ્ત પ્રેમ
  વધુ મીઠો-રસભર્યો,’પુશ્પ્ધનવા કમ્પ’સભર
  લાગતો હોય છે !”પ્રેમ” તો થૈ ગયો હોય છે,
  એની જ તો આ ઉપાધિ-વ્યથા-પીડા-દ્વિધા !
  -લા ‘ / ૧૭.૭.૧૪

 6. Indrajit Khona said,

  July 17, 2014 @ 10:19 am

  વાહ … વાહ … ખુબજ સરસ ….

 7. ketan narshana said,

  July 17, 2014 @ 10:55 am

  puchhi ne thay nahi prem….
  ” ha ” ni rah jova ma janmaro nikli jay……

  આંખે તો ઠીક રગે રગમાં ‘હ-કાર’,
  . તોય પૂછું તો કહે;”ના રે ના”…..

  just great

 8. Sudhir Patel said,

  July 17, 2014 @ 1:03 pm

  સુંદર તાજગીસભર ગીત! અભિનંદન!!
  વિવેકભાઈની આગાહી સાથે પૂર્ણ સંમત!
  સુધીર પટેલ.

 9. M.D.Gandhi, U.S.A. said,

  July 17, 2014 @ 3:50 pm

  વાહ…વાહ્…..
  બહુ સુંદર ગઝલ છે.

 10. ASHOK TRIVEDI bombay kandivali east said,

  July 17, 2014 @ 6:51 pm

  sari rachana che. gami.

 11. ASHOK TRIVEDI bombay kandivali east said,

  July 17, 2014 @ 7:54 pm

  saras rachna che. gami

 12. nilesh said,

  July 18, 2014 @ 2:07 am

  ખુબ જ સુન્દર્….

 13. મીના છેડા said,

  July 20, 2014 @ 1:25 am

  ક્યા બાત!

 14. Devika Dhruva said,

  July 23, 2014 @ 10:10 am

  ખુબ સુંદર ગીત.

 15. Sandhya Bhatt said,

  July 28, 2014 @ 2:59 am

  એકદમ ગમી જાય એવું ગીત..

 16. Harshad said,

  August 6, 2014 @ 8:47 pm

  શરુથી લઇને અન્ત સુધી ગઝલ ઍના ભાવ ને વ્યક્ત કરે ચ્હે ઍ જ ગઝલ્ ની મઝા ચ્હે.

 17. Harshad said,

  August 6, 2014 @ 8:52 pm

  અરે ભાઇ ગુજરાતી મા’ CHHE’ કેવી રીતે ટાઈપ કરવો ? બતાવશો Please!!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment