ખુશી કેટલી દુશ્મનોને મળે છે?
તમારી કથામાં મને સાંકળે છે.
બી.કે.રાઠોડ 'બાબુ'

ગઝલ – હેમંત ગોહિલ ‘મર્મર’

વાત કેવળ ઝાડવું ઉજેરવાની છે,
હા, પછી તો ડાળ ટૌકા વેરવાની છે.

લાવ, ઇસ્ત્રી ફેરવી દઉં દેશભક્તિને,
ફક્ત પ્રસંગ પૂરતી એ પ્હેરવાની છે !

તાર તો ઔરંગઝેબી જીવ છે પાક્કો,
જે કલા છે એ તો કેવળ ટેરવાની છે.

સાબદા સૌ થાવ સપનાં વીણવા માટે,
રાત એની પાંખને ખંખેરવાની છે.

સ્હેજ અડક્યાનો થયો આરોપ, તેથી તો –
ફૂલની સુગંધ વાને ઘેરવાની છે.

પોતપોતાના ઘરોમાં બંધ રે’જો સૌ,
એક ઇચ્છા શ્વાસને ઉશ્કેરવાની છે.

– હેમંત ગોહિલ ‘મર્મર’

એક-એક શેર ટકોરાબંધ. कर्मण्येवाधिकारस्तेની વાત કવિએ કેવી સરસ રીતે મત્લાના શેરમાં ઝાડ અને ટહુકાના પરિપ્રેક્ષ્યમાં કહી છે ! બધા જ શેર સુંદર છે પણ મને ફૂલની સુગંધ હવાનો ઘેરાવ કરવાની છે એ વાત સવિશેષ ગમી ગઈ….

16 Comments »

 1. Vikas Kaila said,

  July 18, 2014 @ 2:22 am

  ક્યા બાત

 2. nehal said,

  July 18, 2014 @ 3:57 am

  Waah …sunder..

 3. Vaidya Parth said,

  July 18, 2014 @ 6:00 am

  હૃદયસ્પર્શી

 4. Shah Pravinchandra Kasturchand said,

  July 18, 2014 @ 6:45 am

  પહેરાવી દ્યો શબ્દોનો પહેરવેશ કવિતાદેવીને;
  અર્થની સુગંધ હવામાં સ્વયમ્ લહેરાવાની છે.

 5. Rakesh Thakkar, Vapi said,

  July 18, 2014 @ 8:00 am

  વાહ… વાહ….. વાહ….. વાહ…..વાહ…..વાહ…..

 6. ધવલ said,

  July 18, 2014 @ 9:17 am

  લાવ, ઇસ્ત્રી ફેરવી દઉં દેશભક્તિને,
  ફક્ત પ્રસંગ પૂરતી એ પ્હેરવાની છે !

  – બહુ સરસ !

 7. perpoto said,

  July 18, 2014 @ 9:26 am

  સ્હેજ અડક્યાનો થયો આરોપ, તેથી તો –
  ફૂલની સુગંધ વાને ઘેરવાની છે.
  વાહ..

  શત્રુ વા મિત્ર
  કોણ કોને ઘેરશે
  શસ્ત્રો શ્વાસના

 8. હેમંત ગોહિલ 'મર્મર ' said,

  July 18, 2014 @ 10:27 am

  આભાર ,સૌ મિત્રોનો ..

 9. Smita Sĺhah said,

  July 18, 2014 @ 1:22 pm

  Waaah .beautiful l

 10. Shah Pravinchandra Kasturchand said,

  July 18, 2014 @ 3:02 pm

  ચોક્ખેચોખ્ખુ લખવાનું ભૂલી ગયો’તો.
  એટલે હવે એ ભૂલ સુધારી લઉં છું.

  “વાહ… વાહ….. વાહ….. વાહ…..વાહ…..વાહ…..”

  .

 11. Sudhir Patel said,

  July 19, 2014 @ 12:31 am

  બધા જ સુંદર શે’ર સાથેની મસ્ત ગઝલ!
  સુધીર પટેલ.

 12. ડૉ.મહેશ રાવલ said,

  July 19, 2014 @ 1:09 am

  માર્મિક ગઝલ…કે સરસ અભિવ્યક્તિ…. જેવો પ્રતિભાવ ટૂંકો પડે, એવી જાનદાર ગઝલ.
  હેમંતભાઇની આ અને બીજી અનેક ગઝલોમાં મેં એક અલગ પ્રકારની બારિકીઓ અનુભવી છે જે એમની અલગ ઓળખ ઊભી કરે છે – અભિનંદન કવિ…

 13. Yogesh Shukla said,

  July 19, 2014 @ 1:12 pm

  લાવ, ઇસ્ત્રી ફેરવી દઉં દેશભક્તિને,
  ફક્ત પ્રસંગ પૂરતી એ પ્હેરવાની છે !

  નાગરિકો માટે દેશભક્તિ નો સુંદર સંદેશો

 14. Maheshchandra Naik (Canada) said,

  July 20, 2014 @ 4:37 pm

  બધા જ શેર લાજવાબ,નખશીખ સરસ ગઝલ…………………..

 15. હેમંત ગોહિલ 'મર્મર ' said,

  July 26, 2014 @ 11:42 am

  આભાર ,મિત્રો

 16. Harshad said,

  August 6, 2014 @ 8:38 pm

  ભાઈ વાહ કેવુ પડૅ !! સુન્દર!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment