ઊઠીને બારી ઉઘાડી તેં સૂર્ય જોયો ને
સવારનેય સવારે જડી ગયું છે કોઈ
– ભાવિન ગોપાણી

ગઝલ – કુલદીપ કારિયા

બે-ત્રણ કિરણ કરતાં વધુ ચોરી ન થઈ શકે
આખા સૂરજની કોઈથી કોપી ન થઈ શકે

આકાશમાંથી છીપમાં હર જન્મમાં પડે
એક ટીપુ કે જે કોઈ દી’ મોતી ન થઈ શકે

કપમાં ભરીને પીવું છું અફસોસ એ જ કે
તારા કડક સ્વભાવની કોફી ન થઈ શકે

શું એને ફેવિક્વિકથી ચોંટાડી દીધી છે?
કે ભૂખ પેટથી કદી નોખી ન થઈ શકે?

ટેટૂની જેમ જીભ પર ત્રોફાવશે બધા
સૌરાષ્ટ્ર જેવી ક્યાંય પણ બોલી ન થઈ શકે

– કુલદીપ કારિયા

ગુજરાતી ગઝલમાં અગાઉ જોવા ન મળ્યા હોય એવા કલ્પનોથી વધુ આસ્વાદ્ય બનતી ગઝલ… પાંચેય શેર સરસ… પણ કોફીવાળો શેર સૌથી ‘કડક’ ! સ્વાતિ નક્ષત્રની ગેરહાજરીમાં છીપમાં પડી પડીને મોતી બનવામાં વિફળ જતું ટીપું ફરી ફરીને બાષ્પીભૂત થતું રહે અને ફરી ફરીને ઘનીભૂત થઈ ટીપું બની વરસ્યા કરે એ શેર શરૂમાં મને જરાય સમજાયો નહોતો પણ સમજાયો ત્યારે અહો ! અહો ! વાહ, કવિ…

9 Comments »

  1. Rina said,

    December 26, 2014 @ 3:50 AM

    Waaahhh… mast

  2. હેમંત પુણેકર said,

    December 26, 2014 @ 4:15 AM

    આ ગઝલ એક મિશ્ર અનુભવ છે.

    આ ગમ્યુંઃ ૧) નવીન કલ્પનો ૨) મોતી, કૉફી અને નોખી વાળા શેર
    આ ન ગમ્યુઃ ૧) કિરણોની ચોરી, સૂરજની કૉપી, બોલી ત્રોફાવવી વગેરે ઉપકરણો/કલ્પનો સંદિગ્ધ રહી જાય છે. ૨) છંદ અનેક જગાએ તૂટે છે

    નવા ઉપકરણો વાપરની સંદિગ્ધ/જૂની વાત કહેવી કે જાણીતા ઉપકરણો વાપરીને સારી વાત કહેવી એ પૈકી મને બીજો વિકલ્પ વધુ ફાવે છે.

    કૉપી, કૉફી એવી જોડણી શક્ય હોય તો કરવી. (ક્યારેક કવિની મૂળ રચનામાં ન હોય તો ન પણ કરી શકાય)

  3. Rajnikant Vyas said,

    December 26, 2014 @ 4:16 AM

    “આકાશમાંથી છીપમાં….” અને “શું એને ફેવિક્વિકથી…” બન્ને અદ્ભૂત શેર!

  4. Naresh K.dodia said,

    December 26, 2014 @ 9:39 AM

    ટેટૂની જેમ જીભ પર ત્રોફાવશે બધા
    સૌરાષ્ટ્ર જેવી ક્યાંય પણ બોલી ન થઈ શકે

    – કુલદીપ કારિયા

  5. Shah Pravinachandra Kasturchand said,

    December 26, 2014 @ 3:37 PM

    વાંચવાની મજા આવી
    જેમ જલેબી બહુ ભાવી.
    અને હેમંતભાઈની ટીકા
    શી રીતે હશે મેં પચાવી?

  6. Dhaval Shah said,

    December 26, 2014 @ 3:39 PM

    બે-ત્રણ કિરણ કરતાં વધુ ચોરી ન થઈ શકે
    આખા સૂરજની કોઈથી કોપી ન થઈ શકે

    – સરસ !

  7. Harshad said,

    December 26, 2014 @ 8:34 PM

    Good !!!!!

  8. Dr. Manish V. Pandya said,

    December 29, 2014 @ 9:18 AM

    રચના ઘણી ગમી., પણ પંક્તિઓ
    “ટેટૂની જેમ જીભ પર ત્રોફાવશે બધા
    સૌરાષ્ટ્ર જેવી ક્યાંય પણ બોલી ન થઈ શકે” વિશેષ રૂપે ગમી. આભાર.

  9. kiran said,

    December 30, 2014 @ 8:26 AM

    બહુજ સરસ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment