અંતે નક્કી મોત જ છે,
એ મારગ પર ચાલું હું ?
ચિનુ મોદી ‘ઈર્શાદ’

દસ આંગળીઓ – વિપાશા

દસ આંગળીઓ
એક આડીઅવળી ડાળી
પોતામાં પકડીને આગળ ચાલતી હતી.
જરા આગળ જઈને
ફેંકી દીધી
એ આડીઅવળી ડાળી ને ઉપાડી લીધી
એક પ્લાસ્ટિક કેનને.
કદાચ એ આડીઅવળી એક ડાળીમાં ભરાઈ ગયેલા
તડકાઓ
ના સહેવાયા એ દસ આંગળીઓથી.

– વિપાશા

વીંધીને આરપાર ઉતરી જાય એવું કાવ્ય. આડીઅવળી અને તડકાઓ શબ્દનો સૂચિતાર્થ ચૂકી ન જવાય એ જો જો…

5 Comments »

 1. neha said,

  July 3, 2014 @ 2:46 am

  Waah…
  Navi j rite aalekhaayelu majanu prakruti.kaavy

 2. નરેન્દ્ર કાણે said,

  July 4, 2014 @ 1:50 am

  આડીઅવળી આન્ગલીઓ અને તડકાનો સુચિતાર્થ નથી સમજાતો–સમજાવો તો સારું

 3. Harshad said,

  July 4, 2014 @ 7:02 pm

  સુન્દર !!

 4. વિવેક said,

  July 5, 2014 @ 1:41 am

  @ નરેન્દ્ર કાણે:

  સમય મળતાં જ પહેલું કામ આ કરીશ…

 5. La Kant Thakkar said,

  July 11, 2014 @ 1:44 am

  “ફેંકી દીધી એ આડીઅવળી ડાળી,
  ને,
  ઉપાડી લીધી એક પ્લાસ્ટિક કેનને.”-

  પોતાની ભીતર સંઘરેલા કેન ના રંગ,
  અંદર ની મિઠાશ-સુગંધ વધુ મન પસંદ હશે ?!
  જે હાંવી થૈ ગયા !
  “આડીઅવળી” અને “તડકા”નો સુચિતાર્થ ???
  ‘અંગત પસંદગી’ અને ‘પરિવર્તનશીલતા’ નું શું?
  જોનાર-લખનાર-મુલવનાર-પ્રતઇભાવ આપનારની
  અલગ અલગ દ્રુશ્ટિની જ વાત!
  –લા’ કાંત / ૧૧.૭.૧૪

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment