એક નેમ છે અને એને વિસરવાનું નહીં
બીજી ભણી માથાને વિહાવાનું નહીં
મોતી જો પામવા હો તો દરિયામાં ‘મરીઝ’
ડૂબકી જ મારવાની હો, પછી તરવાનું નહીં
મરીઝ

તારું બધું સરસ – ઉશનસ્

તારું બધું સરસ, તો સરસને જ પી ગયો,
સુધા-સુરા, પૂછ્યું ન, કળશને જ પી ગયો;

રણની તરસને માપવા સહરા સુધી ગયો,
પણ ઝાંઝવાં મળ્યાં, તો તરસને જ પી ગયો;

મારે નસીબ જામ તો મયનો હતો જ ક્યાં ?
તેં આપિયો જે સ્પર્શ, પરસને જ પી ગયો.

તું, દર્દ ને તેની દવા, બધુંય એકમેક,
પણ ચડસ તારો, તો ચડસને જ પી ગયો;

તેં વળી ક્યારે પૂરો તવ દાખવ્યો ચ્હેરો ?
એક વીજ ઝબકી તો દરસને જ પી ગયો;

તું અને આ જામ મારે નામ ક્યાં જુદાં ?
અંજામ એ કે, જામ ઉશનસ્ ને જ પી ગયો !

– ઉશનસ્

ગઝલ ગુજરાતી સાહિત્યમાં પ્રવેશી અને ઝડપભેર લોકપ્રિય થવા માંડી ત્યારે ભલભલા સાહિત્યસ્વામીઓએ નાક ચડાવીને ખુલ્લેઆમ ગઝલને ઊતારી પાડવામાં કશું બાકી રાખ્યું નહોતું. પણ ગઝલનો જાદુ જ એવો હતો કે સિદ્ધહસ્ત કવિઓ પર પણ ગઝલની લોકપ્રિયતાની ભૂરકી કંઈ એવી ઊડી કે ઉશનસ્ જેવા સૉનેટ-સ્વામીએ “ગઝલની ગલીમાં” નામનો આખો સંગ્રહ આપ્યો. તકલીફ એ કે ગઝલશાસ્ત્રનું ઊંડું જ્ઞાન ન હોવાના કારણે અને ગઝલ અને સૉનેટનો મૂળભૂત તફાવત સમજી શકવામાં નિષ્ફળ જવાના કારણે આખા સંગ્રહમાંથી ગઝલ કહી શકાય એવી કોઈ રચના શોધવી હોય તો પારાવાર મુશ્કેલી પડે છે. ઘણી બધી ગઝલો એમણે એમના પ્રિય શિખરિણી છંદમાં અને અન્ય સંસ્કૃત વૃત્તોમાં લખી છે અને દરેક રચના સાથે એમણે છંદ નિર્દેશ્યો છે. પણ બાકીની તમામ રચનાઓના મથાળે એમણે રચનાના શીર્ષકની નીચેની લીટીમાં છંદના નામની જગ્યાએ “ગઝલ” લખ્યું છે… કવિ શું ગઝલને છંદનું નામ ગણતા હશે? આખું પુસ્તક જ ગઝલસંગ્રહ નથી?

ગઝલનો છંદ નખશિખ જળવાયો હોય એવી રચનાઓ અપવાદરૂપ પણ અહીં જડતી નથી. મતલબ સંસ્કૃત વૃત્તોને પચાવી ગયેલા કવિને ફારસી છંદ પચ્યા નથી. કાફિયા-રદીફ પણ મોટાભાગની રચનામાં જળવાયા નથી.

આ ગઝલમાં પણ પ્રથમ ત્રણ શેર સુધી છંદ બરોબર જળવાયા પછીના શેરોમાં છંદ કડાકાભેર તૂટી પડે છે. ગયો રદીફ કવિ બીજા શેરમાં પણ ઉલા મિસરામાં કાફિયા વગર પ્રયોજે છે જે કઠે છે. એક જ મિસરામાં સ્પર્શ અને એનું જ અપભ્રંશ સ્વરૂપ ‘પરસ’ અડખે-પડખે માત્ર છંદ સાચવવા કવિ પ્રયોજે છે જે પ્રશ્નો ઊભા કરે છે. જો કે આ રચનામાં ગઝલના શેર શેરિયતની જમીન પર મજબૂતીથી ઊભા રહી શક્યા છે એ પ્રસન્નતા !

13 Comments »

  1. Pushpakant Talati said,

    July 4, 2014 @ 4:03 AM

    ભાઈ શ્રી વિવેકભાઈ;

    આપ જણાવો છો કે – ” “ગઝલની ગલીમાં” નામનો આખો સંગ્રહ આપ્યો. તકલીફ એ કે ગઝલશાસ્ત્રનું ઊંડું જ્ઞાન ન હોવાના કારણે અને ગઝલ અને સૉનેટનો મૂળભૂત તફાવત સમજી શકવામાં નિષ્ફળ જવાના કારણે આખા સંગ્રહમાંથી ગઝલ કહી શકાય એવી કોઈ રચના શોધવી હોય તો પારાવાર મુશ્કેલી પડે છે.” –

    અરે ભૈ – મુકો ને આ વાત; – સમરથ કો દોષ નાહી. – Choose the batter oR Bad from the worset.

    Regards from – Pushpakant Talati

  2. હેમંત પુણેકર said,

    July 4, 2014 @ 6:38 AM

    કાવ્ય ગમ્યું. વિવેકભાઈ તમારું અભ્યાસપૂર્ણ વિવેચન ઓર ગમ્યું. ફક્ત શેરિયતની કસોટીએ દરેક શેર ખરો ઊતરે છે એ વાત સાચી છે અને એટલે જ એની મઝા છે, બાકી એનાથી ઊલટી સ્થિતિ દર્શાવતો વિવેક કાણેનો આ શેર છે જ ને.

    બહેર, રદીફ અને કાફિયા ટકોરાબંધ
    અને ગઝલમાં જુઓ તો કશી મઝા જ નથી

  3. B said,

    July 4, 2014 @ 6:46 AM

    Yes , I agree with Pushpakantbhai. Most of the time any thing which is written by the poet is an instant thought that has come out in his thought. We all analyse it after so long the period. The real interpretation is justified by either poet himself . Many anime poet discuss this with is friend so justification is better given by them. We all read the collection after the time has passed and interpret our way . Better not to pass our hash comment. Thanks.

  4. M.D.Gandhi, U.S.A. said,

    July 4, 2014 @ 4:29 PM

    સરસ ગઝલ છે.

  5. Dhaval Shah said,

    July 4, 2014 @ 9:18 PM

    રણની તરસને માપવા સહરા સુધી ગયો,
    પણ ઝાંઝવાં મળ્યાં, તો તરસને જ પી ગયો.

    – આ શેર ગમ્યો !

  6. chandrakant kure said,

    July 7, 2014 @ 1:12 AM

    કૈક સરસ વાચવા મલે એનો આનન્દ લો ને ભાઇ. બાકેી વિવેચકો ક્યા સારા સર્જક થઇ શકે.

  7. La Kant Thakkar said,

    July 10, 2014 @ 11:02 AM

    વિવેક્ભાઇની વાત સાચી જ છે.એમના “દ્રુશ્ટિકોણ[શાશ્ત્રોક્ત બહેર,મીટર-માપ , મત્લા,રદીફ,કાફિયા,તઆલ્લુક વિ.વિ. ‘ગઝલ’ પ્રકાર અંગે તેમના વિશિશ્ટ ગ્નાન.] મુજબ” …..,પણ, … ‘એમાં સમાહિત કર્તાનો ઉદેશ્ય-કાવ્યતત્ત્વ-‘અરથ અને મરમ નો ભેદ-ભરમ’ ગહનતા સમજવા એ પણ જરુરી , [એનાથી ઊંધું હોય તો ? મીટર-અને અન્ય પેરામીટર્સ, બાકી બધું જેમ તેમ જબરન મરડી-મચકોડી લગભગ સહી બેસાડેલું હોય, પણ સત્વ જ ન હૉય તો ?]સુક્શ્મતા-મેસેજ-ભાવ-વાહિતા હોય તેના વધુ માર્ક “ડ્યૂ” હોય તો આપવાજ પડે ને? આ તમારી સામે ‘મોરચા”નો ભાગ નથી ! મૂળ તો ” આનંદ” મળે તેનું મહત્વ વધુ કે નહીં.
    ======================================

    અંદાઝ-એ-બયાં’
    ========
    [ “લબ્ઝોંપે/ લફ્ઝોંપે” ને બદલે “ટેક્નિકાલિટિ”…લઈ ‘કંટેંટ્સ’ લેવી …]

    સિર્ફ લબ્ઝોંપે મત જાઓ, કુછ મતલબ ભી સમજો યાર,
    મતલબ સમજકર, મર્મકો પાઓ,ખુદાકા સંકેત સમજો।

    વૈસે બિના મતલબ કુછ હોતાહી નહીં,ખુદકો સમજો યાર,
    સિર્ફ કહેનેકે વાસ્તે અપની જુસ્તઝૂ હૈ,અપનીઆરઝૂ હૈ,યાર,

    મિલે સૂર-સાઝકે સહારે અપના ગાના સબ ગાતે હૈં,યાર,
    કુદરતકે કારોબારર્મે કર્મોકે સહારે સબકુછ પાતે હૈં યાર!

    બાત કહેનેકા અપના અંદાઝ-એ-બયાં સબ ગાતેહૈં,યાર.
    ખુદકા શુકૂન ભીતરકા સબ બાર બાર દોહરાતે હૈં, યાર!

    ‘જિસકા જીતના આંચલ હો, ઉતના હી સબ પાતે હૈં,યાર!’
    કોઈ ભટક કર કોઈ સીધા ,આખિર સબ પહૂંચ હી જાતે યાર।

    જિસકી જૈસી જુસ્તઝૂ ,જિસકી જૈસી આરઝૂ જો સહી હો યાર!
    તુમ કહેતે:’ખુદામિલ ગયા’,હમ માનતે:”વો પાસ હૈ હી” યાર!

    બાત એક હી હૈ,દાયેં ચલો કિ બાયેં,ગોલગોલ ઘૂમના હી હૈ!
    ખુદાને ખુલ્લા છોડા ચુનાવ,અપની જુસ્તઝૂ હૈ,અપનીઆરઝૂ હૈ.

    ઐસે આદમી આદમી સે દિલસે કહાં મિલતા હૈ યાર?
    મિલા હૈ ઉસે અચ્છી તરહ નિભાઓ, મઝે લે લો યાર.

    ‘એક્સિડેંટ’દુર્ઘટનાહી નહીં હોતી, ’ઘટના’ હી કહો,યાર!
    છત્ર જાતા હૈ તો,ખુલા આકાશ ઉડનેકો મિલતા હૈ યાર,
    [ અહીં પણ કહેવાનો ” આશય” માત્ર જો જો ]
    =====================================
    તો…..? આપણી તરફ જે કાંઈ જીવંત વિચારો રુપે આ સમગ્ર વાતાવરણમાંથી, જે ” પ્રાણ-શક્તિ સાથે ઓતપ્રોત-રસાયેલા આપણા અસ્તિત્વમાં, કર્માનુસાર [ઈશ-ક્રુપા-વ્યવસ્થા અંતર્ગત] વિચાર-લાગણી -પ્રક્રિયાદ્વારા સુઝે છે તે જ લખાય છે,કુદરતી તેને વધુ મહત્વ ન અપાવું ઘટે ? .

    chandrakant kure said, / July 7, 2014 @ 1:12 am
    ની વાતને ટેકો ….[ કૈંક સરસ વાંચવા મળે એનો આનન્દ લો ને ભાઇ ! બાકેી વિવેચકો ક્યા સારા સર્જક થઇ શકે છે ?]-મળેલો ‘રોલ’ નિભાવવાનો છે ..ઉપ્લબ્ધ શક્તિ-મતિ અનુસાર …ખરું કે નહીં]- લા’કાંત / ૧૧.૭.૧૪

  8. La Kant Thakkar said,

  9. Shivani Shah said,

    July 19, 2017 @ 1:16 AM

    આપણને ( વાચકોને) રોટલા સાથે કામ છે કે ટપ ટપ સાથે ? ભાષાશાસ્ત્રીની વાત અલગ છે. એ કાવ્ય/ ગઝલ/સૉનેટ/ હાઈકુ / ખંડકાવ્ય વિ. ના દરેક પાસાનું વિશ્લેષણ કરે..આપણે અપચો ન થાય એટલું જોવાનું.
    This is my humble opinion. I stand corrected if I am wrong !

  10. વિવેક said,

    July 19, 2017 @ 9:59 AM

    @ શિવાની શાહ:

    હું તો માત્ર વાચક નથી, કવિતા મૂકું છું અને નાનકડું વિશ્લેષણ પણ કરું છું. પપ્પાએ નામ જ વિવે(ચ)ક રાખ્યું છે, શું કરું? હું કવિતાને એના સમગ્રથી જ મૂલવવું પસંદ કરું છું. ઉશનસ્ તો મારા પ્રિય કવિ છે. એમને મળવા માટે ખાસ વલસાડ પણ ગયો હતો. એમની પુષ્કળ રચનાઓ વાંચી-પ્રમાણી છે પણ ઉપર એક ભાવકે કહ્યું કે “સમરથ કો દોષ નહીં” એની સાથે હું સહમત નથી થઈ શકતો…

    કોઈ વાનગી માત્ર દેખાવે સારી હોય પણ સ્વાદમાં બેકાર હોય, કોઈનો સ્વાદ બહુ સરસ હોય પણ દેખાવ બેકાર હોય, કોઈનો સ્વાદ અને દેખાવ બંને ઉત્તમ હોય પણ પાચનતંત્રને જ માફક ન આવે એવી હોય તો? એની સામે કોઈ વાનગી દેખાવ, સુગંધ, સ્વાદ અને સ્વાસ્થ્ય – બધામાં ઉત્તમ હોય તો?

    તો તમે કઈ વાનગી પસંદ કરો…

  11. Shivani Shah said,

    July 20, 2017 @ 12:58 PM

    વિવેકભાઇ,
    Thanks for the response.
    રોટલો માણું છું એટલે ટપટપ નું મહત્વ નથી સમજાતું એવું નથી પણ કાવ્યનું સૌંદર્ય માત્ર
    પ્રાસ બેસાડવો, અક્ષર અને માત્રાઓ ગણવી વિ. સુધી સીમિત નથી એ હવે સમજાય છે.
    જેમ ફૂલો ઉગાડ્યા નથી તો પણ એમનું સૌંદર્ય માણું છું, ચિત્રો દોર્યા નથી પણ તેમને appreciate કરું છું તેમ જ વ્યાકરણની અધૂરી સમજ સાથે લયસ્તરો પર વિવિધ પ્રકારના કાવ્યો માણું છું !

  12. વિવેક said,

    July 21, 2017 @ 1:24 AM

    @ શિવાની શાહ:

    Aameen !

  13. suresh shah said,

    October 23, 2018 @ 9:30 PM

    આસ્વાદ સમજવા કરતાં માણવાની મઝા કાંઇક ઓર જ છે.

    આભાર,

    સુરેશ શાહ, સિંગાપોર

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment