મને સઘળી પીડા પડી ગઈ છે કોઠે,
ભરો પ્યાલી, લાવો, હું માંડું છું હોઠે.

આ સ્મિતની પછીતે મેં દાટ્યું છે શું શું ?
બતાવું પણ એ તમને ગોઠે ન ગોઠે.
વિવેક મનહર ટેલર

ગઝલ – રાકેશ હાંસલિયા

અશ્રુઓના ડાઘને જોતો રહ્યો,
હું ઠરેલી આગને જોતો રહ્યો.

વ્યર્થ હો બાકી બધું નિહાળવું,
એવી રીતે આભને જોતો રહ્યો !

આપવાની હો તું ગુલદસ્તો મને,
એમ તારા હાથને જોતો રહ્યો.

ધૂળિયો મારગ મને રોકી ન લે,
દૂરથી બસ ગામને જોતો રહ્યો.

જાણે લાગી હોય મારી ભીતરે,
એવી રીતે આગને જોતો રહ્યો.

ઊતરીને આવવાની હોય તું,
એમ અપલક ચાંદને જોતો રહ્યો !

મ્હેંકતા શબ્દો હતા સામે ઘણાં,
હું તો તારા નામને જોતો રહ્યો !

કોઈનીયે સ્હેજ પણ પરવા વગર,
આજ તારા ભાલને જોતો રહ્યો.

– રાકેશ હાંસલિયા

મનનીય રચના…

7 Comments »

 1. narendrasinh said,

  June 27, 2014 @ 3:24 am

  અત્યન્ત સુન્દર ગઝલ્
  દરેક શેર સુન્દર

 2. kanchankumari p parmar said,

  June 27, 2014 @ 3:43 am

  મન મન્દિરમા બેસાડિ તને રોજ તને પુજતો રહ્યો……

 3. Shah Pravinchandra Kasturchand said,

  June 27, 2014 @ 5:45 am

  લાકડું હતું એ બળતી આગનું;
  એ રીતે આ દેહને જોતો રહ્યો.

 4. kiran said,

  June 27, 2014 @ 7:20 am

  દીલ ને ગમે એવેી ગજલ

 5. pragnaju said,

  June 27, 2014 @ 9:42 pm

  સરસ ગઝલનો આ શેર વધુ ગમ્યો
  કોઈનીયે સ્હેજ પણ પરવા વગર,
  આજ તારા ભાલને જોતો રહ્યો.

 6. yogesh shukla said,

  June 28, 2014 @ 6:42 pm

  સુંદર રચના

 7. Sudhir Patel said,

  June 28, 2014 @ 11:53 pm

  સુંદર ગઝલ!
  સુધીર પટેલ.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment