કોઈ ઈચ્છાનું મને વળગણ ન હો,
એય ઈચ્છા છે, હવે એ પણ ન હો.
ચિનુ મોદી

ભરબપોરે સૂર્યાસ્ત…. (મૃગેશ શાહ – રીડગુજરાતી.કોમ)

*

ઓનલાઇન ગુજરાતી સાહિત્યના એકલહથ્થુ ભેખધારી અને પાયાના ખેલાડીઓમાં મોખરાના એક ગણી શકાય એવા મૃગેશ શાહ હવે આપણી વચ્ચે નથી….

મગજમાં લોહીની નસ ગંઠાઈ જવાના (Superior Sagittal and Cavernous Sinus Thrombosis) કારણે માત્ર પાંત્રીસ વર્ષની કુમળી વયે મૃગેશ પર વડોદરા ખાતે ગઈ ૨૦મીએ ન્યુરોસર્જરી કરવામાં આવી. સર્જરી બાદ મૃગેશની તબિયત કથળી. કોમામાંથી બહાર જ આવી ન શક્યા અને ગઈકાલે બપોરે ૦૫/૦૬/૨૦૧૪ના રોજ બપોરે ૧૨.૧૫ કલાકે એમનું દેહાવસાન થયું…

ઓનલાઇન ગુજરાતી ગદ્ય તથા પદ્યના સહુથી વિશાળ ખજાના- રીડગુજરાતી.કોમનો આમ અકાળે અંત આવશે એવું કોણે ધાર્યું હોય ?

મિત્ર મૃગેશને ટીમ લયસ્તરો તરફથી ભાવભીની શ્રદ્ધાંજલિ…

*

મિત્ર મૃગેશના માનમાં લયસ્તરો.કોમ શનિવારે એક દિવસ માટે રજા પાળશે…

*

readgujarati

31 Comments »

 1. રાકેશ ઠક્કર, વાપી said,

  June 6, 2014 @ 1:08 am

  પ્રભુ મૃગેશ શાહના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના. રીડગુજરાતી.કોમ માટે વાંચકો તેમના ઋણી રહેશે.

 2. neha said,

  June 6, 2014 @ 1:41 am

  RIP

 3. suresh makwana said,

  June 6, 2014 @ 1:43 am

  ખરેખર આ ન પુરાય ઍવી ખોટ પડી ગણાય….ઈશ્વર એમના આત્મા ને શાન્તિ આપો….

 4. મીના છેડા said,

  June 6, 2014 @ 2:14 am

  ……….

 5. Saupriya Solanki said,

  June 6, 2014 @ 2:50 am

  મૃગેશભાઇના આત્માને પરમાત્મા શાંતિ આપે તેવી પ્રાર્થના.

 6. narendrasinh said,

  June 6, 2014 @ 3:15 am

  ઈશ્વર એમના આત્મા ને શાન્તિ આપે

 7. Pushpakant Talati said,

  June 6, 2014 @ 4:25 am

  સર્વ શક્તિમાન ઈશ્વર પાંસે આપણું કાંઇ જ નથી ચાલતું.
  કદાચ સારા અને સંસ્ક્રુત વ્યક્તિઓની આપણા કરતાં ઈશ્વરને વધુ જરુર હશે !
  ખેર ! ભગવાન તેમનાં આત્માને ચિર શાન્તિ પ્રદાન કરે તેવી પરમ ક્રુપાળુ પરમાત્મા ને આપણી નમ્ર અરજ.
  આશા કરીએ કે કોઈ વિરલો આ રીડ ગુજરાતી ડોટ કોમ ને સંભાળે.

  પુષ્પકાન્ત તલાટી નાં એ સુસંસ્ક્રુત આત્મા ને નમ્ર વંદન.

 8. jahnvi antani said,

  June 6, 2014 @ 5:19 am

  speechless…… laystaro ane read guj.com mara face book sathe hamesha khula rahe……. ane mrugeshbhai sathe vat pan thay k mane koi magazine levani jaroor nathi padti tame atlu vanchan pirso cho read guj par… pan afsos…. 🙁

 9. Kartika Desai said,

  June 6, 2014 @ 5:21 am

  જય શ્રેી ક્રિશન્ા.આઘાત જનક સમાચાર્! પ્ર્ભુ એમના આત્માને ચિરશાન્તિ અર્પે.

 10. sanjay said,

  June 6, 2014 @ 6:36 am

  સર્વ શક્તિમાન ઈશ્વર પાંસે આપણું કાંઇ જ નથી ચાલતું.
  કદાચ સારા અને સંસ્ક્રુત વ્યક્તિઓની આપણા કરતાં ઈશ્વરને વધુ જરુર હશે !
  ખેર ! ભગવાન તેમનાં આત્માને ચિર શાન્તિ પ્રદાન કરે તેવી પરમ ક્રુપાળુ પરમાત્મા ને આપણી નમ્ર અરજ.

 11. pragnaju said,

  June 6, 2014 @ 7:37 am

  મૃગેશભાઇના આત્માને પરમાત્મા શાંતિ આપે તેવી પ્રાર્થના

 12. Natu Solanki said,

  June 6, 2014 @ 9:00 am

  મૃગેશભાઈ… તમે તો અમને સદા યાદ રહેવાના જ. બહુ જ ટૂંકુ જીવન… પણ એક લાં….બી યાદ મૂકી ગયું…પ્રભુ તમારા પિતાજીને તથા અન્ય સ્નેહીજનોને આ આઘાત જીરવવાની શક્તિ આપે એ જ એક પ્રાર્થના…

 13. KishoreCanada said,

  June 6, 2014 @ 9:40 am

  ગુજરાતી બ્લોગજગતનુ ગૌરવ. ‘શબ્દસેતુ’ની હ્રદયપૂર્વક ભાવભીની શ્રધ્ધાંજલી. પ્રભુ એમના આત્માને શાંતિ આપે.

 14. Yogesh Shukla said,

  June 6, 2014 @ 10:16 am

  કવિ કદી મરતો નથી , ચાહકો ના હૃદયમાં હમેશા અમર રહે છે ,
  પ્રભુ ,,મૃગેશ ભાઈ ના આત્માને શાંતિ અર્પે એવી આમરી પ્રાથના

 15. Ari Krishna said,

  June 6, 2014 @ 10:17 am

  વાંચકો માટે આઘાતજનક સમાચાર એમના આત્માને ઇશ્વર શાંતિ આપે

 16. jAYANT SHAH said,

  June 6, 2014 @ 10:26 am

  ગુજરાતી સાહિત્યના અન્ધારા ખૂણાને પ્રકાશિત કરતો દીવો
  ઑલવાઈ ગયો ! લાખ અફસોસ ! અલવિદા !!!!

 17. Ratilal Gokani said,

  June 6, 2014 @ 10:41 am

  It is really to read the sudden demise of such a young life. We pray for his soul to rest in piece.

 18. Pravin V. Patel (USA) said,

  June 6, 2014 @ 2:03 pm

  વિશ્વભરમાં પથરાયેલા ગુજરાતીઓના ઘરોઘરમાં પોતાની વેબસાઈટની મારફતે બીરાજેલા ભાઈશ્રી મૃગેશ શાહ પરમકૃપાળુ
  પરમાત્માના ચરણોમાં બેસીને મા ગુર્જરીની સેવાના પિયુષ પાતા રહે એવી શ્રી ચરણોમાં પ્રાર્થના.
  Readgujaratiને યોગ્ય ચાલક મળી રહે એવી આશા.
  પિતાશ્રી અને પરિવારને ભગવાન બળ આપે.

 19. Vinod Dave said,

  June 6, 2014 @ 3:11 pm

  R.I.P

 20. Sureshkumar G. Vithalani said,

  June 6, 2014 @ 9:01 pm

  ં ંMay her soul rest in peace and may God give strength to his family to bear the tragic loss.

 21. Girish Parikh said,

  June 6, 2014 @ 10:00 pm

  Posted on http://www.GirishParikh.wordpress.com :
  મૃગેશ શાહને હૃદયાંજલિ
  કોમ્પ્યુટર ઈન્ટરનેટ વાપરતો ભાગ્યે જ કોઈ ગુજરાતી મૃગેશ શાહની http://www.ReadGujarati.com વેબ સાઈટથી અજાણ હશે. શિષ્ટ અને સંસ્કારી સાહિત્ય પીરસતી આ વેબસાઈટ લોકપ્રિય છે.
  ઓન લાઈન ગુજરાતીમાં લખવાનું હું રીડ ગુજરાતી વેબ સાઈટ પર શીખ્યો હતો.
  રીડ ગુજરાતી વેબ સાઈટના અનેક લેખો, વગેરે મેં મન ભરીને માણ્યાં છે, અને કેટલાક પ્રતિભાવો પણ પોસ્ટ કર્યા છે.
  મૃગેશને માતૃભાષા માટે હૃદદયપૂર્વકનો પ્રેમ હતો. અને માતૃભાષાની સેવા એમણે સાચા પ્રેમથી કરી છે.
  ગુજરાતી સાહિત્યજગતમાં મૃગેશ અમર રહેશે,
  પરમ કૃપાળુ પરમાત્મા મૃગેશના આત્માને શાંતિ આપે અને એમના પરિવાર, સ્નેહીઓ, મિત્રો તથા એમની વેબ સાઈટના વાચકો, સર્જકો, વગેરેને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે અવી પ્રાર્થના કરું છું.

 22. Manoj Shukla said,

  June 7, 2014 @ 12:17 am

  પોતાની વેબસાઈટની મારફતે ગુજરાતીઓના ઘરોઘરમાં બીરાજેલા ભાઈશ્રી મૃગેશ શાહ- ચાહકો ના હૃદયમાં હમેશા અમર રહે, પરમકૃપાળુ મૃગેશ ભાઈ ના આત્માને શાંતિ અર્પે એવી આમરી પ્રાથના

 23. Maheshchandra Naik (Canada) said,

  June 7, 2014 @ 1:14 am

  હ્ર્દયપુર્વક્ની શ્રધ્ધાંજલી…………

 24. Piyush Shah said,

  June 7, 2014 @ 1:58 am

  It is shocking news..!

  RIP Mrugesh bhai !

  We pray Almighty for giving strength to the family of Sh. Mrugesh bhai to come out from this irreparable loss.

  Mrugesh bhai will be remembered by all the peoples across the world who read online GUJARATI literature.

 25. sapana said,

  June 7, 2014 @ 2:44 am

  અલ્લાહ એમના આત્માને શાંતિ અર્પે

 26. Shah Pravinchandra Kasturchand said,

  June 7, 2014 @ 4:18 pm

  આ રુદિયાનો આઘાત જીરવાતો નથી.
  મનતો જેમતેમ્ મારાભાઈ માની ગયું.
  ૩૫ને ૫૩ સુધી તો પ્રભુ લઈ જવા’તાં;
  તારા અખૂટ ભંડારમાં શું ઓછું પડ્યું?

  હશે તારી મરજી;હવે ધ્યાન રાખજે તુંઃ
  ખબરદાર,એ જીવને જોઈતું ના મળ્યું?

 27. Sudhir Patel said,

  June 7, 2014 @ 10:14 pm

  પ્રભુ એમના આત્માને શાંતિ અર્પે અને કુટુંબીજનોને એમના અકાળ અવસાનનો આઘાત સહન કરવાની શક્તિ અર્પે એવી હૃદયપૂર્વક પ્રાર્થના!

  મૃગેશભાઈના અકાળ અવસાનથી ગુજરાતી સાહિત્ય-જગતને બહુ મોટી ખોટ પડી છે.

  એમણે ‘રીડગુજરાતી’ બ્લોગ દ્વારા ગુજરાતી સાહિત્ય દુનિયાભરમાં પહોંચાડવાનો ભગીરથ પ્રયત્ન કર્યો હતો.

  સુધીર પટેલ.

 28. Amrit Chaudhary said,

  June 8, 2014 @ 7:59 am

  માની ન શકાય એવી ઘટના બની છે. ગુજરાતી ભાષા-સાહિત્યને ‘રીડગુજરાતી’ બ્લોગ દ્વારા વિશ્વભરમાં તેઓ એકલવીર તરીકે પહોચાડીને મોટી સેવા કરી રહ્યા હતા, તેમના અવસાનથી ગુજરાતી સાહિત્ય-જગતને ન પૂરી શકાય તેવી ખોટ પડી છે.પ્રભુ મૃગેશભાઈના આત્માને ચિર શાંતિ અર્પે એવી અંતરની પ્રાર્થના.

  અમૃત ચૌધરી
  ( ડિવાઇન પબ્લિકેશન્સ,અમદાવાદ )

 29. P U Thakkar said,

  June 8, 2014 @ 1:54 pm

  ‘રીડગુજરાતી’ દ્વારા માતૃભાષાની સેવા કરનાર આટલી નાની ઉંમરના જ હતા તે જાણીને અફસોસ થઇ રહ્યો છે કે, મૃગેશભાઇને સેવા કરવાની વધુ તક મળી હોતો તો ? હે પ્રભુ…આ ખોટ પુરાય નહીં એવી જ લાગે છે. આત્મા અમર જ હોય છે. આ પળે પણ એ આત્મા ક્યાંક ને ક્યાંક વિદ્યમાન જ હોય.. એ આત્માને પ્રભુ વધુ સારુ કામ સોંપે તેવી અભ્યુર્થના … તેમના પરીવારને આ ઘા સહેવાની ભગવાન શક્તિ આપે….એવી અંતરની પ્રાર્થના.

 30. Bhupendra said,

  June 9, 2014 @ 12:24 am

  ખરેખર આ ન પુરાય ઍવી ખોટ પડી ગણાય….ઈશ્વર એમના આત્મા ને શાન્તિ આપો

 31. Bhupendra said,

  August 7, 2014 @ 11:26 pm

  મૃગેશભાઇના આત્માને પરમાત્મા શાંતિ આપે તેવી પ્રાર્થના

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment