આંસુભર્યા તળાવમાં કાગળની હોડીઓ,
સ્ફુરે ગઝલ એ ચંદ્રકિરણનો પ્રસંગ છે.
ભગવતીકુમાર શર્મા

હું કોણ ? – લલ્લા (કાશ્મીરી) (અનુ. વિવેક મનહર ટેલર)

नाथा पाना ना पर्जाना
साधित् बाधिम् एह् कुदेह ॥
चि मु चू मि मिलो ना जाना
चू कु मु कु क्यों सन्देह् ॥

– लल्ला

નાથ ! ન જાણું, હું છું કોણ ?
ચાહ્યા કીધો મેં સદા આ કુદેહ,
તું હું, હું તું, આ મેળથી અજાણ,
તું કોણ ? હું કોણ ? શો સંદેહ ?

– લલ્લા
અનુ. વિવેક મનહર ટેલર

*
લલ્લા કહો કે લાલ દીદ… ચૌદમી સદીના અંત ભાગમાં પ્રાચીન કાશ્મીરના જંગલ અને ગામોમાં ફરતી અર્ધનગ્ન વણજારણ સાધ્વી અને કવયિત્રી યોગિની હતી… શૈવ પંથની પ્રચારક.  એના વિશે વધુ જાણકારી નથી પણ એવું કહેવાય છે કે એની સાસુએ એને ત્રાસ આપી આપીને ઘરમાંથી ખદેડી કાઢી એ પછી એણે વણજારાની જિંદગી અપનાવી હતી.  રખડપટ્ટી દરમિયાન મળેલ ગુરુઓની મદદથી લલ્લાને જીવનપંથ જડ્યો. જેમ આપને ત્યાં કબીર એમ કાશ્મીરમાં લલ્લાનું સ્થાન છે.

अहम ब्रह्मास्मि । – એ આ કાવ્યનો પ્રધાન સૂર છે. હું કોણ છું નો સનાતન પ્રશ્ન લલ્લા પણ ઊઠાવે છે અને કહે છે કે આખી જિંદગી હું કોણ, તું કોણ કરવામાં વ્યતીત થઈ ગઈ. આ દેહની પાછળ જીવન પૂરું થઈ ગયું. પણ આપણો ‘હું’ એ અને બ્રહ્મનો ‘તું’ – આ બે અભિન્ન છે એ તથ્ય જ વિસરાઈ ગયું. પરમબ્રહમની સાથેનું આપણું સાયુજ્ય જાણી ન શકવું એ જ સૌથી મોટી ભૂલ છે.

*

Lord, I have not recognized myself (as one with Thee)
Continually have I shown affection for this single body.
That Thou art I, that I am Thou, that these are joined in one I knew not.
It is doubt to say, ‘Who am I?’ and ‘Who art Thou?’

– Lalla
(Eng. Translation: George Grierson)

7 Comments »

 1. narendrasinh said,

  June 21, 2014 @ 4:35 am

  અત્યન સુન્દર અનુવાદ્

 2. ramesh b said,

  June 21, 2014 @ 8:03 am

  हम ही थे, हम ही होंगे
  हम ही ने चिरकाल से दौर किये
  सूर्योदय और अस्त का कभी अन्त नहीं होगा
  शिव की उपासना कभी समाप्त नहीं होगी।

 3. pragnaju said,

  June 21, 2014 @ 9:33 am

  चि मु चू मि मिलो ना जाना
  चू कु मु कु क्यों सन्देह् ॥

  સાધુ સાધુ

  ચાર લીટીમા અધ્યાત્મનો સાર
  અને તેવું જ સ રસ

  અનુવાદ

 4. perpoto said,

  June 21, 2014 @ 1:20 pm

  શબ્દ ટોળામાં

  ખોવાયો હું તું અમે

  શ્વાસો અજાણ્યા

 5. Harshad said,

  June 22, 2014 @ 9:34 pm

  Beautiful. Like it !!!

 6. beena said,

  June 25, 2014 @ 6:39 am

  અંતર વલોણા માંથી નિસરેલ નવનિત

  મીઠુ/ પોષ્ય અને સૌમ્ય

  આભાર

 7. rajesh patel said,

  June 28, 2014 @ 5:34 am

  વિવેકભાઈ બહુ સુંદર ભાવાનુવાદ ! ખુબ ખુબ આભાર ! કાશ્મીરની હસીન વાદીઓ માં બે સુર હમેંશા ગુંજતા રહે છે ,,એક છે અલ્લા અને બીજો લલ્લા ,,,,આ લલેશ્વરી દેવી ઉપર મુંબઈના શ્રી,સુરેશ ગાલાએ સરસ પુસ્તક તૈયાર કર્યું છે ,,,,લલ્લાની ચોપાઈનો ગુજરાતીમાં ભાવાનુવાદ કર્યો છે …

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment