લાગણીની વાત પૂરી ના થઈ,
એટલે મેં સ્હેજ વિસ્તારી ગઝલ.
મનહરલાલ ચોક્સી

તળિયું – દિલીપ શ્રીમાળી

ખૂબ ઊંચે છે એ જળ ને જળનું તળિયું
ક્યાંથી દેખાડું તને વાદળનું તળિયું ?

ચિત્રમાં દોરી નદી ખળખળ વહેતી
ભીનું ભીનું થઈ ગયું કાગળનું તળિયું.

રણને આખુંય ઊથલપાથલ કર્યું પણ
ક્યાંય દેખાયું નહીં મૃગજળનું તળિયું.

ખુશબૂ લપસી ગઈ ફૂલોના શ્વાસ પરથી
લીલ બાઝેલું હતું ઝાકળનું તળિયું !

– દિલીપ શ્રીમાળી

ચાર જ શેરની આ ગઝલ આમ તો તળિયાની વાત કરે છે પણ એનું પોત પકડવા જાવ તો અતાગ લાગે એવી ઊંડી !

એક બીજું આશ્ચર્ય લયસ્તરો પર કવિનું નામ ઉમેરવા ગયો ત્યારે થયું. એક, બે, ત્રણ નહીં, લયસ્તરો પર એક ડઝન ‘દિલીપ’ મળી આવ્યા… !

5 Comments »

 1. ABDUL GHAFFAR KODVAVI said,

  May 22, 2014 @ 5:34 am

  પૂરી રચના માં તરીયું વાંચી મને પણ લખવાનું મન થયું .પૂરો ખેતર ફરી વર્યો ,તરબૂચ જોયું ચીભરા જોયા પણ ક્યાં પણ ન દેખારું તરિયું

 2. RASIKBHAI said,

  May 22, 2014 @ 10:05 am

  વાદલ નુ તલિઉ .ઝાકલ નુ તલિઉ, અને ખાસ તો મ્રુગજલ નુ તલિઉ વાહ વાહ દિલિપભૈ ખુબ સરસ કવિતા.

 3. સુનીલ શાહ said,

  May 22, 2014 @ 2:20 pm

  સુંદર ગઝલ. વિવેકભાઈ, આ કવિની અન્ય રચનાઓ પણ આપજો.

 4. Dhaval Shah said,

  May 22, 2014 @ 8:32 pm

  ખૂબ ઊંચે છે એ જળ ને જળનું તળિયું
  ક્યાંથી દેખાડું તને વાદળનું તળિયું ?

  ચિત્રમાં દોરી નદી ખળખળ વહેતી
  ભીનું ભીનું થઈ ગયું કાગળનું તળિયું.

  – વાહ !

 5. Yogini said,

  May 24, 2014 @ 10:40 pm

  Hi dilip bhai,
  Very nice, lagni nu taliye tame batavi didhu

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment