કોનામાં લીલો મોલ લચી પડશે - શી ખબર !
સર્વત્ર મારા જીવનો વરસાદ કરી જોઉં.
રમેશ પારેખ

દર્પણ – ચંદુ મહેસાનવી

દરેક સ્ત્રી
પોતાને દર્પણમાં સંતાડી રાખવા માંગે છે
દર્પણમાં
સાવ એકલી બેઠેલી સીતાના હાથ
કોઈ રાવણ ખેંચી શકતો નથી,
દર્પણમાં
લાચાર પાંડવો સામે ઊભેલી દ્રૌપદીની સાડી
કોઈ કૌરવ ખેંચી શકતો નથી,
દર્પણમાં
મોડી રાત્રે ઘરમાં આવેલાં પતિનાં
પગરખાંનો અવાજ
ખૂણામાં જાગતી સલમાની આંખોને
ધ્રુજાવી શકતો નથી,
માછલી તો પાણીમાં સુરક્ષિત છે એમ,
દરેક સ્ત્રી હજી પણ સુરક્ષિત છે,
પરંતુ માત્ર દર્પણમાં.

– ચંદુ મહેસાનવી

રૂંવાડા ઊભા કરી દે એવી સ્ત્રીચેતનાની એક કવિતા એક પુરુષ પાસેથી…

7 Comments »

 1. narendrasinh said,

  May 29, 2014 @ 3:46 am

  અદભુત રચ્ના સુન્દર્

 2. pradip shah said,

  May 29, 2014 @ 7:06 am

  દરેક સ્ત્રી હજી પણ સુરક્ષિત છે,
  પરંતુ માત્ર દર્પણમાં.

  ક્યાં સુધી આ સ્થિતી રહેશે

 3. Harshad said,

  May 29, 2014 @ 8:11 pm

  ઍક જબર્દસ્ત કવિતા. કવિ ને સો સો સલામ્!!

 4. Yogesh Shukla said,

  May 29, 2014 @ 11:33 pm

  સુંદર સંદેશ , સુંદર રચના ,

 5. Brinda said,

  May 31, 2014 @ 12:47 am

  Superb! and shaking, shocking…

 6. jAYANT SHAH said,

  May 31, 2014 @ 7:42 am

  સ્ત્રેી હજી પણ સુરક્શિત નથી !!!

 7. નરેન્દ્ર કાણે said,

  June 1, 2014 @ 9:59 am

  જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ આ ઉક્તિ સાચી છે તેની સાબિતી તે આ કવિતા .

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment