મૈત્રીના વર્તુળોમાં જનારાની ખૈર હો,
નીકળી નહીં એ નાવ જે પહોંચી ભંવર સુધી.
બરકત વિરાણી 'બેફામ'

ગઝલ – આદિત્ય જામનગરી

એની સાથે ન ખેલ, ચીસો છે,
મૌન ઘરડી થયેલ ચીસો છે.

ગાલ પરની ભીનાશને વાંચો,
પાંપણોએ લખેલ ચીસો છે.

વૃક્ષ પરથી ખરેલ પર્ણો સૌ,
મૂળમાંથી ઊઠેલ ચીસો છે.

માણસો પ્રાર્થના કહે જેને,
એ પ્રભુને ધરેલ ચીસો છે.

સર્વ નિઃશ્વાસ થઈ ગયેલા શ્વાસ,
છાતીમાંથી છૂટેલ ચીસો છે.

– આદિત્ય જામનગરી

આદિત્ય આમ તો મારો મિત્ર છે. પણ એની રચનાઓનો વિગતે કદી પરિચય થયો જ નહોતો. આજે આ ગઝલ વાંચી અને હું આજીવન એનો ‘ફૅન’ બની ગયો… નાની બહેરના પાંચ જ શેરમાં કેવી અદભુત કમાલ !

મૌન એટલે ઘરડી થઈ ગયેલી ચીસો, ગાલ પરના આંસુની ભીનાશ એ પાંપણોના ચિત્કાર – આ કવિ કેવો જાદુ કરે છે !

17 Comments »

 1. હાર્દિક said,

  May 10, 2014 @ 3:13 am

  વાહ્… એટલે ઘરડી થઈ ગયેલી ચીસો,

 2. Manubhai Raval said,

  May 10, 2014 @ 3:24 am

  ગાલ પરની ભીનાશને વાંચો,
  પાંપણોએ લખેલ ચીસો છે.
  લાજવાબ…… બેનમુન

 3. Gaurav Pandya said,

  May 10, 2014 @ 3:25 am

  Waah kavi…

 4. deepak trivedi said,

  May 10, 2014 @ 3:32 am

  ખુબ સરસ રચના …ધન્યવાદ

 5. ABDUL GHAFFAR KODVAVI said,

  May 10, 2014 @ 5:00 am

  નિરાસા અને હ્તાશા ,બ્ન્ને ભેગા થાય ત્યારે આવિ રચના ઉત્પ્ન થાય

 6. perpoto said,

  May 10, 2014 @ 9:00 am

  સર્વ નિઃશ્વાસ થઈ ગયેલા શ્વાસ,
  છાતીમાંથી છૂટેલ ચીસો છે.
  વાહ ,કવિશ્રી…

  ડાઘુઓ ખભે
  મૌન વેહતી ચીસો
  રામ શ્રી રામ

 7. RASIKBHAI said,

  May 10, 2014 @ 9:19 am

  વાહ્……વાહ્…..આફરિન્ …… આદિત્ય … આ ચિસો નથઇ અમારિ દાદ ચ્હે.

 8. Yogesh Shukla said,

  May 10, 2014 @ 10:34 am

  માણસો પ્રાર્થના કહે જેને,
  એ પ્રભુને ધરેલ ચીસો છે.

  ખરી વાત છે મનુષ્ય જયારે દુઃખમાં હોય ત્યારે પ્રાથના નહિ પણ ચીશોજ નીકળતી હોય છે ,

 9. urvashi parekh said,

  May 10, 2014 @ 1:27 pm

  ખુબ જ સરસ રચના. એક્દમ અલગ અને કોઇ એ ન વિચાર કર્યો હોય તેવી. અદ્વીતિય.

 10. pankaj vakharia said,

  May 10, 2014 @ 2:30 pm

  અદભૂત!

 11. Sureshkumar G. Vithalani said,

  May 10, 2014 @ 5:30 pm

 12. Sureshkumar G. Vithalani said,

  May 10, 2014 @ 5:40 pm

  This is Avery good ghazal with very innovative definitions of ” SCREAMS “, indeed .Screams are not only heard through sounds, they get expressed through many ways and touch your heart.

 13. ડૉ.મહેશ રાવલ said,

  May 10, 2014 @ 11:12 pm

  અત્યંત ભાવુક કહી શકાય એવી સંવેદનાઓ લઇને આવી છે આ ગઝલ…
  વિવેકભાઇ ! માત્ર આપ નહીં, જે આ ગઝલના હાર્દસુધી પહોંચે એ બધા આદિત્યભાઇના આજીવન “ફેન”
  બની જાય એવી જ છે ગઝલ.
  કવિશ્રીને ખૂબ-ખૂબ અભિનંદન….સલામ…ગઝલપૂર્વક !

 14. dr.ketankaria said,

  May 13, 2014 @ 4:27 am

  અદભૂત… આદિત્ય વ્યવહારમાં મિત્રો વચ્ચે ગઝલ રજૂ કરતા પહેલા એમ બોલે કે ‘ એક ગઝલ આવી છે’ … આ ગઝલ જ્યારે પણ એ સંભળાવે તો થાય કે એને ખરેખર ગઝ્લો આવતી જ હશે.

 15. kalpesh ruparelia said,

  May 13, 2014 @ 10:37 pm

  આદિત્યભાઈ , ખૂબ સરસ , આપની પીંછી ના રંગ કૈંક જુદા જ છે…

 16. હેમંત પુણેકર said,

  May 22, 2014 @ 6:24 am

  અદભૂત રચના છે. ખૂબ સરસ!

 17. aditya jamnagri said,

  December 31, 2014 @ 6:01 am

  સર્વે નો દિલ થિ આભાર પ્રણામ્

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment