ઉંચકી સુગંધ એક ઊભું ગુલાબ
એની વેદનાની વાતોનું શું?
કાંટાંથી છોલાતી લાગણી ને સપનાંઓ
ઉંઘ છતાં જાગવાનું શું?
ભાગ્યેશ જહા

ગઝલ – હર્ષવી પટેલ

જાણે કે ખુદ ‘મરીઝ’,’અખા’,’કાન્ત’ હોય છે,
થોડાક ‘પેનપકડુ’ અજબ ભ્રાંત હોય છે.

હૈયું ચહે છે શાંતિ ને હુલ્લડ મગજ કરે,
ભીતર બધાંને બે’ક અલગ પ્રાંત હોય છે.

એક જ જગા ઉપર ન ઘડીભર ટકી શકે,
પૂર્વજ ઘણામાં એટલો ઉત્ક્રાંત હોય છે.

કૈં કેટલાને માટે સમય તો સમય નહીં,
સરકારે ફાળવેલ કશીક ગ્રાન્ટ હોય છે.

ધરતી હલી ય જાય, જો બોલે કશુંક એ;
એવા વિચારથી તો અમુક શાંત હોય છે.

– હર્ષવી પટેલ

તદ્દન અલગ જ મિજાજની ગઝલ પણ વાંચતાવેંત મનમાં ઘર કરી જાય એવી. એક-એક શેર ખરા સોના જેવા. ‘કાન્ત’ અને ‘ભ્રાન્ત’ જેવા કાફિયાવાળો મત્લાનો શેર અને વાનરોને ચાક્ષુષ કરી આપતો ‘ઉત્ક્રાંત’ કાફિયાવાળો શેર તો ચિરસ્મરણીય થયા છે.

16 Comments »

  1. sagar kansagra said,

    May 9, 2014 @ 2:31 AM

    આફરીન

  2. kanchankumari p parmar said,

    May 9, 2014 @ 2:36 AM

    ખુબજ સરસ્

  3. કિરણસિંહ ચૌહાણ said,

    May 9, 2014 @ 3:10 AM

    અનોખી અને અદભુત ગઝલ.

  4. Rina said,

    May 9, 2014 @ 3:17 AM

    Mast…. 🙂

  5. kanchankumari p parmar said,

    May 9, 2014 @ 3:33 AM

    હોય અભરખા હૈયે અખા કાન્ત અને મરિઝ થાવાના તો જ અમર રહેસે ગુજરાતિ કવિતા હર એક ના દિલ મા…….

  6. ABDUL GHAFFAR KODVAVI said,

    May 9, 2014 @ 4:02 AM

    બહુ અઘરી ગુજરાતી ભાષા ,
    આ ગઝલ ને બધા માટે સમઝવું મુશ્કેલ

  7. સુનીલ શાહ said,

    May 9, 2014 @ 7:51 AM

    સુંદર કવિકર્મ. આ ગઝલ હર્ષવીબેનના મુખે સાંભળેલી ત્યારે જ ગમી ગયેલી. અભિનંદન.

  8. dr.firdaus dekhaiya said,

    May 9, 2014 @ 10:21 AM

    સરસ થઇ છે.

  9. Harshad said,

    May 9, 2014 @ 11:16 AM

    Harshavi, what can I say , really speechless. After a long time something I read, like to keep on file forever. Jaise Pattharpe lakirki tarah tumhari ye GAZAL dil me hamensha rahegi. God bless U my dear and inspire U to create more lovely creation
    to serve our Gujarati culture. My blessings will always with U.

  10. Manish suthar said,

    May 9, 2014 @ 12:47 PM

    વાહ ! શું ઝાટકણી કાઢી છે ! આદાબ…

  11. sudhir patel said,

    May 9, 2014 @ 12:49 PM

    ખૂબ સુંદર ગઝલ!
    સુધીર પટેલ.

  12. Shah Pravinchandra Kasturchand said,

    May 9, 2014 @ 3:17 PM

    ઘણી કવિતાઓ વાંચી વાંચી મન હવે ઘણું અશાંત છે;
    પણ આવી કવિતાઓ વાંચ્યા પછી મન સાચું શાંત છે.

  13. nishidh said,

    May 9, 2014 @ 10:34 PM

    wonderful…!!!

  14. mahesh dalal said,

    May 9, 2014 @ 11:03 PM

    ખુબ સરસ .. પુર્વકજ નિ કલ્પના.. મન નિ સથે .. આફ્રિન્…

  15. Gaurav Pandya said,

    May 10, 2014 @ 3:31 AM

    grant… adbhut…

  16. Sureshkumar G. Vithalani said,

    May 10, 2014 @ 5:47 PM

    A really good Gazal. Congratulations for such unique Gazal.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment