ઉઘાડા દ્વાર જેવો થઈ
બધું આપીને બેઠો છું

ન ફૂટી પાંખ એ સ્થાને
ગઝલ સ્થાપીને બેઠો છું
ડૉ. મહેશ રાવલ

વાત જવા દે – અનિલ ચાવડા

ધખધખતું સપનું જોવામાં એવા દાઝ્યા એવા દાઝ્યા એવા દાઝ્યા વાત જવા દે…

પ્હેલાં તો હું પોતે પણ એક મ્હેલ હતો ને મારો વૈભવ હતો કોઈ કુબેર સરીખો,
કંઈક થયું ઓછું ભીતર ને થતો ગયો હું ધીરે ધીરે ખખડેલાં ખંડેર સરીખો.
પછી હૃદયમાં કરોળિયાના જાળાં બાઝ્યાં જાળાં બાઝ્યાં જાળાં બાઝ્યાં વાત જવા દે…

રોજ વિચારું ભીતરનો આ જ્વાળામુખી સઘળે સઘળો સાવ ઓલવી નાખું,
પળ બે પળ તો એમ થાય કે આંસુ અંદર ડૂબાડીને સૂરજ સુદ્ધાં લાવ ઓલવી નાખું
કશું થયું નૈં અંદર અંદર એવા લાજ્યા એવા લાજ્યા એવા લાજ્યા વાત જવા દે…
ધખધખતું સપનું જોવામાં એવા દાઝ્યા એવા દાઝ્યા એવા દાઝ્યા વાત જવા દે…

– અનિલ ચાવડા

ક્યારેક સપનાં મોંઘા પણ પડી જાય…

5 Comments »

 1. Anil Chavda said,

  May 8, 2014 @ 2:37 am

  આભાર વિવેકભાઈ,
  આપે મારી કવિતાને લયસ્તરો પર સ્થાન આપ્યું તે બદલ આપનો આભારી છું.

 2. RASIKBHAI said,

  May 8, 2014 @ 10:04 am

  આસુમા સુરજ દુબાવિ ,સ્વ્પ્ના મા દાઝ્યા / એવિ મઝા આવિ કે વાત જાવાદે. અનિલ્ભઐ બિજિ રચના જલ્દિ મોકલો નહિ તો………વાત જાવા દો.

 3. ABDUL GHAFFAR KODVAVI said,

  May 9, 2014 @ 4:09 am

  વાન્ચિ વાન્ચિ ને એવા થાક્યા ,,,,વાત જ્વાદે

  હવે બિજિ વ્ખ્ત કુર્પા ક્ર્જો ન્હિતો ,,,,,વાત જ્વાદે

 4. Harshad said,

  May 9, 2014 @ 11:30 am

  This gazal carry so many heart’s feelings who struggling for their dreams and
  also inpite of having everything in life some people spoil their opportunities.Really touching Gazal.

 5. kanchankumari p parmar said,

  May 10, 2014 @ 12:16 pm

  જવા દિયો યે વાત ;ના ખસેડો રાખ ડર છે મને પાછિ ભભુકસે આગ……

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment