વર્ષો પુરાણા પત્રોના અર્થો મટી ગયા
કાગળ રહી ગયા અને અક્ષર રહી ગયા
ભરત વિંઝુડા

અંતર – સંદીપ ભાટિયા

મારા ઘરથી
તારા ઘર સુધીના
રસ્તા કરતાં
તારા ઘરથી
મારા ઘર સુધીનો
રસ્તો
કેમ
વધુ લાંબો હોય છે
હંમેશા ?

– સંદીપ ભાટિયા

સુન્દરમ્ દોઢ લીટીમાં પ્રેમનો ઉપનિષદ લખી ગયા… સંદીપ ભાટિયા એક લીટીમાં એક અધ્યાય લઈને આવ્યા છે… અછાંદસની ચાલ મુજબ નવ પંક્તિમાં વહેંચાઈ ગયેલું આ કાવ્ય હકીકતમાં તો એક વાક્ય જ છે માત્ર…

સંજોગોવશાત્ આજે કવિમિત્રનો જન્મદિવસ પણ છે… કવિશ્રીને વર્ષગાંઠની અઢળક મબલખ વધાઈ….

 

12 Comments »

 1. Dr Chetan Shah said,

  May 1, 2014 @ 3:30 am

  આજે કવિ સન્દિપ નો જન્મ્દિન્વિ ને કવિ નેઅભિનન્દન્
  લયસ્તરો ને સમય્સર પોસ્ત બદલ ધન્યવાદ્

 2. perpoto said,

  May 1, 2014 @ 4:03 am

  અબોલા હશે ?
  તું પેલે પાર ને હું
  દિવાલ વચ્ચે

 3. MehulS said,

  May 1, 2014 @ 4:29 am

  Great line to understand.!!..

 4. વિવેક said,

  May 1, 2014 @ 8:30 am

  આજે સંદીપભાઈનો જન્મદિવસ છે? આ પૉસ્ટ કેવળ જોગાનુજોગ…

  જન્મદિન મુબારક હો, મિત્ર….

 5. perpoto said,

  May 1, 2014 @ 8:35 am

  યુ. કે. વાળા (ગુજરાતી સાહિત્ય અકાદમી) વધુ જાગ્રુત છે..જેવી તેવી વાત છે…

 6. pankaj vakharia said,

  May 1, 2014 @ 2:07 pm

  રસ્તા પણ સાપેક્ષ હોય છે

 7. sudhir patel said,

  May 1, 2014 @ 3:07 pm

  સુંદર કાવ્ય!
  કવિશ્રી સંદિપભાઈને જન્મ-દિવસના હાર્દિક અભિનંદન!!
  સુધીર પટેલ.

 8. Harshad said,

  May 1, 2014 @ 9:06 pm

  Beautiful creation. Happy Birth Day to Sandip.

 9. Bhavin Modi said,

  May 2, 2014 @ 3:12 am

  many many happy returns of the DAY!!

  Happy Birthday !!

  Bhavin Modi
  9974525210

 10. pradip shah said,

  May 2, 2014 @ 5:56 am

  Nice Sir.
  Happy Birthday

 11. Yogesh Shukla said,

  May 2, 2014 @ 1:38 pm

  સુંદર ,
  કેમ કે મિલન વખતે જતા તસ્વીર સામે હોય છે ,
  વિદાય વેળા પીઠ પાછળ ,

 12. Sandip Bhatia said,

  May 8, 2014 @ 2:31 pm

  સૌ મિત્રોનો હ્રદયપૂર્વક આભાર !

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment