આજ વરસાદ નથી એમ ના કહેવાય, રમેશ,
એમ કહીએ કે હશે, આપણે ભીના ન થયા.
રમેશ પારેખ

ખટકે છે – શૂન્ય’ પાલનપુરી

કોઈને નાત ખટકે છે કોઈને જાત ખટકે છે
અમોને સંકુચિત દ્રષ્ટિ તણો ઉત્પાત ખટકે છે

નથી એ ધર્મનાં ટીલાં કલંકો છે મનુષ્યોનાં
વિરાટોને લલાટે અલ્પતાની ભાત ખટકે છે

કદી ડંખે છે દિન અમને, કદી ખુદ રાત ખટકે છે
જુદાઈમાં અમોને કાળની પંચાત ખટકે છે

સમંદરને ગમે ક્યાંથી ભલા બુદબુદની પામરતા ?
અમોને પણ મારા દેહની ઓકાત ખટકે છે

વિવિધ ફૂલો છતાં હોતો નથી કૈં ભેદ ઉપવનમાં
ફકત એક માનવીને માનવીની જાત ખટકે છે.

કરી વર્ચસ્વ સૃષ્ટિ પર ભલે રાચી રહ્યો માનવ
અમોને દમ વિનાને શૂન્ય એ સોગાત ખટકે છે

– શૂન્ય’ પાલનપુરી

ચોથા શેરની બીજી કડીમાં કંઈક છંદની ગડબડ લાગે છે…..જાણકારો પ્રકાશ પડે…..

6 Comments »

  1. perpoto said,

    April 6, 2014 @ 3:37 AM

    સમંદરને ગમે ક્યાંથી ભલા બુદબુદની પામરતા ?
    અમોને પણ અમારા દેહની ઓકાત ખટકે છે….

    ચુસતો રહ્યો
    ખટકે છે ફુલોને
    ભમરો છતાં

  2. yogesh shukla said,

    April 6, 2014 @ 11:49 AM

    ચોથો શેર કહી આવો લખી શકાય ,( ભૂલચૂક માફ )

    સમંદર ને ક્યાંથી ગમે ભલા વમળો ની પામરતા ,
    અમોને પણ અમારા ધર્મ ની વિરાસત ખટકે છે ,

  3. ABDUL GHAFFAR KODVAVI said,

    April 7, 2014 @ 3:01 AM

    ચોથો શેર નિચે મુજ્બ હોત તો ક્વિ નિ દરેક હ્તાસા ખતમ થઈ જાત .

    સમન્ર્દર ને ગ્મે ક્યન્થિ ભ્લા બુન્દ બુન્દ નિ પામર્તા?

    જે ધર્મ થિ દુર ચે તે આવિજ રિતે ઘુમ્યાજ્ ક્રરે ચે

  4. સુનીલ શાહ said,

    April 7, 2014 @ 12:25 PM

    અમોને પણ અમારા દેહની ઓકાત ખટકે છે.

    આમ હોવું જોઈએ…

  5. Harshad said,

    April 8, 2014 @ 8:32 PM

    Meaningful gazal. Agree with Perpoto about fourth sher line.

  6. વિવેક said,

    April 9, 2014 @ 2:15 AM

    @ તીર્થેશ:

    સુનીલભાઈ શાહની વાત સાચી છે. એક ‘અ’ ટાઇપ કરવાનો રહી ગયો છે…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment