કોઈ હસી ગયો અને કોઈ રડી ગયો
કોઈ પડી ગયો અને કોઈ ચડી ગયો
થૈ આંખ બન્ધ ઓઢ્યું કફન એટલે થયું
નાટક હતું મઝાનું ને પડદો પડી ગયો
શેખાદમ આબુવાલા

તું હૃદયમાં ધબધબે પ્રત્યેક પળ… – રિષભ મહેતા

તું હૃદયમાં ધબધબે પ્રત્યેક પળ…

એક સચ્ચાઈ છે જેને હું સહી શકતો નથી,
ખૂબ સીધી વાત છે પણ હું કહી શકતો નથી;
ને એમ પણ હું ભોગવું છું મૌન રહેવાની સજા,
તો લે કહું, તારા વગર જા… હું રહી શક્તો નથી.

જો તું નથી તો કેમ તારી કલ્પના પણ છે?
હું અંધ છું આ દર્પણો શું કામના પણ છે!
ગૂંગળાવું ક્યાં લગી આ ખામોશીથી કંઇ તો બોલ…!
કે ‘હા’ નહીં તો આખરે જાણી લે ‘ના’ પણ છે.

પ્રેમ તારો હું નકારી ના શકું,
ને છતાંયે આવકારી ના શકું;
તું હૃદયમાં ધબધબે પ્રત્યેક પળ,
ને છતાંયે હું પુકારી ના શકું.

હું તને ક્યારેય ના ત્યાગી શકું,
ને ખુદા પાસેય ના માંગી શકું;
પાસ હું આવી નથી શકતો વધુ,
દૂર પણ તારાથી ના ભાગી શકું.

હું તને કારણ વગર બોલાવી પણ શકતો નથી,
કે કોઈ બહાના વગર હું આવી પણ શકતો નથી;
એક મજબૂરી છે જેનુ નામ શાયદ પ્રેમ છે,
ત્યાગી પણ શકતો નથી અપનાવી પણ શકતો નથી.

-રિષભ મહેતા

 

સહુકોઇએ અનુભવી હોય તેવી અભિવ્યક્તિ…..સરળ,સચોટ અને સુકોમળ…..

4 Comments »

 1. Rina said,

  March 31, 2014 @ 3:11 am

  Awesome

 2. Laxmikant Thakkar said,

  March 31, 2014 @ 8:00 am

  વાત તો જાણે સાચી જ ….”અનુભવી હોય તેવી અભિવ્યક્તિ…..સરળ,સચોટ અને સુકોમળ….. ” ,પણ, દિલતોડ આશિકીના દર્દ-વ્યથાના જખ્મો તો સહેવાજ પડે ! ક્રુતિમાં, લખનારના એક તત્કાલીન લાગણી-ભાવો નિરુપાયા ….

  જે ‘દિલ’ અને ‘દિમાગ’ ની સરહદ પર ઉભા રહી “બેલેંસિંગ” કરે [ સમતોલ રહેવા કોશીશ કરે ] અને પેલે પાર જમ્પલાવી ન શકે , તેને ચોક્કસ આવી “દ્વિધા” -ડાયલેમા રહેવાના ….. જે પોતાને ” દુનિયાદારીથી બંધાયેલા માને ,તેને પાંખો મલે તોય ઊડી ના શકે ! આમ વલખ્વાનું નામ જ “પ્રેમ” હશે કદાચ !!!-
  -લા’ કાંત / ૩૧.૩.૧૪

  બીજી સાઈડ …

 3. Hasit Hemani said,

  March 31, 2014 @ 6:33 pm

  પ્રેમની સાદી અને સરળ ભાષામાં સચોટ અભીવ્યક્તિ

 4. jAYANT SHAH said,

  April 3, 2014 @ 2:12 am

  રોતા હોગા સાગર ભેી ,
  કિસેીકે ઇન્ત્ઝારમે ,
  વરના સાગરકા પાણી,
  ખારા ન હોતા .

  સુદર અભિ વ્યક્તિ !!!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment