મનગમતી કોઈ પંક્તિ અચાનક કદી જડે
તો થાય છે, આવી ગઈ જાગીર હાથમાં !
નયન દેસાઈ

એ લોકો મને નહીં મારી શકે – વિપિન પરીખ

એ લોકોએ ઇસુને ખીલા ઠોકી ઠોકી માર્યો,
એ લોકોએ સૉક્રેટિસને ઝેર પાઇને માર્યો,
એ લોકોએ ગાંધીને ગોળીથી વીંધી નાખ્યો,
પણ
એ લોકો મને નહીં મારી શકે,
કારણ
હું સાચું બોલવાનો આગ્રહ નથી રાખતો.

– વિપિન પરીખ

‘રોકસ્ટાર’ નામના મુવીમાં એક ગીતના શબ્દો છે – ‘ કયું સચકા સબક સિખાયે, જબ સચ સુન ભી ન પાયે…… ‘

આ કવિ થોડા અને સાદા શબ્દોમાં મર્મભેદી વાતો કહી જાણે છે. દંભને કદાચ માનવજાતનો એક સામુહિક ‘શોખ’ કહી શકાય……સાચું બોલવું ઘણીવાર ‘અવ્યવહારુ’ કહેવાય છે, આપણે સૌએ એ અનુભવ્યું જ હશે. પણ તો પછી ઉપાય શું ? આ જ રીતે પેઢીદરપેઢી શીખવવું જુદું અને કરવું જુદું એ ક્રમ જાળવી જ રાખવો ?? મારી પાસે કોઈ ઉત્તર નથી…….

13 Comments »

  1. વિવેક said,

    March 30, 2014 @ 1:40 AM

    કવિનું સત્ય… સનાતન સત્ય…

  2. urvashi parekh said,

    March 30, 2014 @ 3:35 AM

    એક્દમ સાચ્ચી વાત.

  3. yogesh shukla said,

    March 30, 2014 @ 1:18 PM

    સુંદર કટાક્ષ , છેલ્લું વાક્ય ઘણું બધું કહી જાય છે

  4. Nirav said,

    March 30, 2014 @ 1:19 PM

    હું સાચું બોલવાનો આગ્રહ નથી રાખતો. . . . . ગજબ !

  5. Himanshu Trivedi said,

    March 30, 2014 @ 3:20 PM

    If you are committed to be truthful, honest, upright and holding of the highest moral, ethical and human standards, you are also required to pay the dearest price as generally, it will end up being a risk to your own life as you would be antagonizing so many people – even some of your close ones. A very apt small poem and thanks to Shri Vipin Parikh.

  6. Himanshu Trivedi said,

    March 30, 2014 @ 3:25 PM

    સરસ … પણ એ લોકો કોઇને પણ મારી શકે. એટ્લે કદાચ – “એ લોકો મને નહિ મારે …” એ ક્દાચ વધુ સાચુ હોત ….પણ “સત્યમ અપ્રિયમ મા વદેત્” કે એવુ કૈન્ક સન્સ્ક્રુત મા કહેવાયુ છે.

  7. Ashik Hirani said,

    March 30, 2014 @ 8:05 PM

    , , , .

  8. lalit mehta said,

    March 30, 2014 @ 11:50 PM

    ક્રોસ કટોરી અને કારતુસ…. બસ …સમય અને સ્થળ ….અને સત્ય ?

  9. Laxmikant Thakkar said,

    March 31, 2014 @ 4:27 AM

    ‘સાદગી જેના શણગાર રે!’ એવા સાચા હ્રદયના મામાણસ -‘વિપિન પરીખ’

    “કવિનો પ્રયાસ હોય છે, હમેશાં સંગીન કો’ તંતુ,
    જોડી આપવાનો તમારી પોતાની જાત સાથે!

    કવિ કેટલો સક્ષમ ! સંવેદના તેનું સાધન-તત્વ ,
    શબ્દ-સંજીવની-તત્વ, તેને સદા વર્તે જીવન-સત્વ. ”

    -લા ‘ કાંત / ૩૧.૩.૧૪

  10. Laxmikant Thakkar said,

    March 31, 2014 @ 4:34 AM

    ‘સાદગી જેના શણગાર રે!’ એવા સાચા હ્રદયના મમાણસ -‘વિપિન પરીખ’

    “કવિનો પ્રયાસ હોય છે, હમેશાં સંગીન કો’ તંતુ,
    જોડી આપવાનો તમારી પોતાની જાત સાથે!

    કવિ કેટલો સક્ષમ ! સંવેદના તેનું સાધન-તત્વ ,
    શબ્દ-સંજીવની-તત્વ, તેને સદા વર્તે જીવન-સત્વ. ”

    -લા ‘ કાંત / ૩૧.૩.૧૪

  11. chandresh said,

    April 1, 2014 @ 4:51 AM

    ખુબ સરસ

  12. Suresh Shah said,

    March 20, 2016 @ 3:25 AM

    દંભ ને કેવી રીતે રજૂ કર્યો – સામુહિક શોખ.
    અને સાચુ બોલવું એ અવ્ય્વહારુ છકહેવાય છે – સાવ સાચી વાત.
    જીવનમાં વરંવાર આ સત્યનો સામનો કરવો પડે છે. વેદિયો છે. ગતાગમ નથી. ભણ્યો છે પણ ગણ્યો નથી. વિગેરે, વિગેરે.
    ગમ્યું.
    આભાર.
    – સુરેશ શાહ, સિગાપોર

  13. વિનોદ અન્જાન said,

    January 12, 2019 @ 7:32 AM

    એક વાત વિચારવા જેવી. સાચુ છે કે નહી એ જાણવું કામ છે. જયાંરે તે વાત મનથી સમજાય ત્યારે મારે કે ન મારે નો પ્રશ્ન રહેતો નથી.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment